મોટાભાગે દરેક ના ધરે લવિંગનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લવિંગ આપણા સ્વાસ્થ્ય માટે એક દવાનું કામ કરે છે. જેથી આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નાના દેખાતા આ લવિંગમાં ઘણા બધા ઔષધીય ગુણ મળી આવે છે.
જે મોટા ભાગની ગંભીર રોગોમાં ખુબ જ કારગર સાબિત થાય છે. નાના દેખાતા લવિંગમાં ફોસ્ફોરસ, પોટેશિયમ, આયર્ન, વિટામિન કે, ફાઇબર, ઓમેગો 3 ફેટી એસિડ, મેગ્નેશિયમ, સોડિયમ, ઝીંક જેવા અનેક પોષક તત્વ પણ મળી આવે છે. માટે રોજે બે લવિંગ ખાવાજોઈએ. આજે લવિંગ ખાવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
લવિંગ સ્વાદ અને સુગંઘમાં વધારો કરવામાં માટે ઉપયોગ કરવામાં આવે છે. લવિંગનો ઉપયોગ કરીને અનેક સમસ્યામાં રાહત મેળવી શકાય છે. લવિંગ માં બળતરા વિરોધી ગુણ ધર્મો મળી આવે છે જેથી પેશાબમાં થતી બળતરા, પેટમાં થતી બળતરામા તેનો ઉપયોગ કરી શકાય છે.
જો તમે વારે વારે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનના શિકાર બનો છો તો રાત્રે સુતા પહેલા લવિંગનું સેવન કરવું જોઈએ જેથી તમારી રોગપ્રતિકારક શ્કતિમાં વધારો થાય છે અને અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.
રોજે રાત્રે લવિંગનું સેવન કરવાથી આપણે જે કઈ ખોરાક ખાધો હોય તો તેને ઝડપથી પચવામાં મદદ કરે છે. સાથે સવારે ઉઠો ત્યારે તમારું પેટ સાફ થઈ જાય છે. લવિંગનું સેવન પેટમાં રહેલ અનેક ઝેરી તત્વોનો નાશ કરે છે. જેથી આપણે ઘણા ઝટીલ રોગોથી બચી શકીએ છીએ.
રાત્રીના સમયે લવિંગનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલ મહત્વ નું અંગ એટલેકે લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લવિંગનું સેવન કરવાથી લીવર પર જામેલ કચરો સાફ થઈ જાય છે. લવિંગમાં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે જે લીવરને સારું અને યોગ્ય કામ કરવામાં પ્રેરિત કરે છે.
લવીંગમાં યુજેનિયા નામનું મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે જે એન્ટી ઓક્સીડેન્ટની માત્રામાં વધારો કરે છે. જેના કારણે ગળામાં આવેલ સોજાને દૂર કરે છે. સાથે પેટમાં રહેતો સોજો કે હાથ પગમાં આવતા સોજાને દૂર કરવામાં મદદ કરે છે. ગળામાં થયેલ ખારાશ પણ દૂર થઈ જાય છે.
લવીંગમાં એવા તત્વો મળી આવે છે જે પુરુષોની શારીરિક કમજોરીને પણ દૂર કરવામાં મદદ કરે છે. લવિંગનું સેવન કરવાથી પુરુષોમાં ભરપૂર જોસ આવી જાય છે. માટે પુરુષો માટે લવિંગ ખુબજ ફાયદાકારક છે.
લવિંગનું સેવન કરવાથી પેટમાં થાઓ દુખવો દૂર થાય છે. સાથે ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યા પણ દૂર થઈ જાય છે. માટે પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો લવિંગનું સેવન કરવું સૌથી વધુ ફાયદાકારક છે.
લવિંગનું સેવન રાત્રીના સમયે કરવાથી વારે વારે માથું દુખાવાની સમસ્યા હોય તો તેમાં પણ રાહત મેળવી શકાય છે. દાંતમાં થતા દુખાવા કે દાંતમાં સાડા ની સમસ્યા હોય તો લવિંગનો પાવડર બનાવીને સડામાં કે દાંતના દુખાવા પર લગાવાથી દુખાવામાં રાહત મેળવી શકાય છે.
લવિંગનો ઉપયોગ રાત્રે સુવાના સમયે કરવાથી મગજમાં રહેલ ચેતા તંતુઓ શાંત થાય છે. જેથી અનિદ્રાની સમસ્યા હોય તો તે દૂર થાય છે અને સારી ઊંઘ લાવવામાં મદદ મેળવી શકાય છે. લવિંગનું સેવન કરવાથી માનસિક તણાવ, ચિંતા અને ડિપ્રેશનની સમસ્યાને દૂર કરે છે.