દરેકના રસોઈ ઘરમાં ગોળનો ઉપયોગ થતો હોય છે. ગોળ સ્વાસ્થ્યનો ખજાનો છે. ગોળના સેવનથી ચહેરાની નિખાર આવે છે. ચહેરા પરની કરચલી દૂર કરવામાં ઉપયોગી છે. 50-55 વર્ષ ની ઉંમરે પણ જવાન દેખાવા માટે ગોળનું સેવન કરવું જોઈએ. બારેમાસ ગોળ મળી રહે છે.
દેશી ગોળમાં કેલ્શિયમ, પ્રોટીન, કાબોહાઈડ્રેટ, આયર્ન, ફોસ્ફરસ, શર્કરા, વિટામિન-બી જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. અત્યારે શિયાળામાં દેશી ગોળ વધુ પ્રમાણમાં ખાવાની સલાહ આપવામાં આવી છે. આ આર્ટિકલમાં દેશી ગોળ ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું. દેશી ગોળને દૂઘ અથવા પાણીમાં નાખી પીવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે.
થાક અને નબળાઈને દૂર કરે : આપણે આખો દિવસ કામ કરીને આવ્યા હોય અને થાક કે નબળાઈ લાગી હોય ઓ આ દેશી ગોળ ખાવાથી શરીરની દરેક કમજોરીને દૂર કરે છે. શરીર ને મજબૂત કરવા અને એનર્જી બનાવી રાખવા માટે દરરોજ દેશી ગોળનું સેવન કરવું જોઈએ.
સાંઘાના દુખાવા માટે : જો તમને સાંઘાના દુખાવા કે સ્નાયુના દુખાવાને દૂર કરવા માટે ગોળ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ફોસ્ફરસ અને કેલ્શિયમ ગોળમાં મળી આવે છે. સાંઘાના દુખાવા કે કમરના દુખાવામાં માટે આપણા ગોળનું સેવન કરવાથી ઘણો ફાયદો મળે છે. પહેલાના જમાનામાં સૌથી વધુ ગોળનું સેવન કરવામાં આવતું હતું. માટે પહેલા ના જમાનામાં સાંઘાના દુખાવા થતા ન હતા.
પાચન માટે : શરીરમાં મેટાબોલિઝમને દૂર કરવા ગોળનું સેવન યોગ્ય માનવામાં આવે છે. જો તમે દરરોજ પાણીમાં ગોળ નાખીને સેવન કરો તો પેટને લગતી અનેક સમસ્યા દૂર થાય છે. જમ્યા પછી ગોળનું સેવન કરવું જોઈએ જેથી ખાવાનું જલ્દી પચી જાય છે અને પાચન તત્ર ને મજબૂત બનાવે છે.
સ્ત્રીઓ માટે : ઘણી વખત મહિલાઓને માસિક વખતે પેટમાં દુખાવો થતો હોય છે. તેમના માટે ગોળ અમૃત સમાન છે. કારણકે તમે ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન આવેલ હોય છે. માટે માસિક વખતે મહિલાઓએ ગોળનું સેવન કરવું જોઈએ જેથી પેટનો દુખાવો ઓછો થઈ જાય છે.
ત્વચા માટે : ત્વચાને હેલ્ધી રાખવા માટે ગોળ ખુબ જ ઉપયોગી છે. ગોળ ખાવાથી લોહીમાં રહેલા ખરાબ તત્વો ને દૂર કરે છે અને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે જેથી ત્વચા પર થતા ખીલ, કાળા ડાઘા, કરચલી ને દૂર કરે છે અને ચહેરાને ચમકાવામાં મદદ કરે છે. ત્વચા સ્મૂધ અને નરમ રહે છે.
આંખો માટે : તમારી આંખોને સ્વચ્છ રાખવા અને તેજસ્વી બનાવા માટે ગોળનું સેવન કરવું જોઈએ. દરરોજ દેશી ગોળ નું સેવન કરવાથી આખોમાં આવેલી કમજોરીને દૂર કરવામાં મદદ કરે છે. અને આંખોનું તેજ વધારે છે. દેશી ગોળનું સેવન કરવાથી આંખોના નંબર પણ આવતા નથી.
હૃદય રોગ થી બચાવે : જો તમે પણ હૃદય રોગ જેવી મોટી બીમારીમાં થી બચવા માંગતા હોય તો તમે પણ દેશી ગોળનું સેવન કરવું જોઈએ. ગોળના સેવનથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વઘારો કરે છે. જેથી હદય રોગ થવાનું જોખમ રહેતું નથી. અને આવી ગંભીર બીમારી થી દૂર રાખવામાં દેશી ગોળ મદદ કરે છે.
બલ્ડપ્રેશર ને કંટ્રોલ કરે : જેમને હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા રહેતી હોય તેમના માટે દરરોજ દેશી ગોળનું સેવન કરવું જોઈએ જેથી તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ગોળમાં રહેલા સોડિયમ અને પોટેશિયમ જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવેલ છે. જે શરીરમાં એસિડના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
લોહીની ઉણપને દૂર કરવા માટે આ દેશી ગોળ ખુબ જ ઉપયોગી છે. શરીરમાં એનિમિયાની સમસ્યા રહેતી નથી. ગર્ભવતી મહિલાઓ એ દેશી ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. જેથી તેમના શરીરમાં ભરપૂર પ્રમાણમાં ઉર્જા મળી રહે. દેશી ગોળમાં દરેક પોષક તત્વો મળી આવે છે જેથી એ ખુબ જ શક્તિ શાળી માનવામાં આવે છે.