વરિયાળી દરેકના ઘરે હાલના સમયમાં મળી રહે છે. તે અલગ અલગ વાનગીઓમાં નાખીને પણ ખાવામાં આવે છે. વરિયાળી ભોજન પછી મુખવાસમાં પણ ખાવામાં આવે છે. મોટાભાગના લોકોને જમ્યા પછી મુખવાસ ખાવાની આદત હોય છે. મુખવાસ ઘણા બઘા આવે છે. તેમાં પણ જો તમે રોજે જમ્યા પછી માત્ર એક ચમચી વરિયાળી ખાઈ લો તો તેના સ્વાસ્થ્યને લગતા ઘણા બઘા ફાયદાઓ થાય છે.
જમ્યાં પછી મોં ને ફ્રેશ કરવા માટે પણ વરિયાળીનું સેવન કરતા હોય છે. વરિયાળીમાં રહેલ તત્વોના કારણે તેનું સેવન જમ્યા પછી કરવામાં આવે તો મોં માં આવતી દુર્ગઘને દૂર કરવામાં મદદ મેળવી શકાય છે. વરિયાળીમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે જેમ કે કેલ્શિયમ, ફાયબર, સોડિયમ, વિટામિન-સી, વિટામિન-એ, આયર્ન, પોટેશિયમ જેવા ઘણા તત્વોનો સ્ત્રોત મળી આવે છે.
વરિયાળી પાચનને લગતી સમસ્યાને દૂર કરવામાં ખુબ જ કારગર સાબિત થાય છે. વરિયાળી આંખો માટે પણ સારી માનવામાં આવે છે. આજે અમે તમને ભોજન કર્યા પછી શેકેલી વરિયાળીનું સેવન કરવાના ફાયદા વિષે જણાવીશું. રોજે બપોરે અને રાત્રીના ભોજન પછી એક ચમચી શેકેલી વરિયાળી મુખવાસમાં ખાઈ લેવાની છે.
કબજિયાત એક એવી બીમારી છે જે ઘણા રોગને આમંત્રણ આપે છે. માટે પેટને લગતી કબજિયાતની સમસ્યાને દૂર કરવી ખુબ જ જરૂરી છે. માટે રોજે ભોજન કરીને ઉભા થાઓ તેના 20 મિનિટ પછી રોજે વરિયાળીનું સેવન કરી લેવું જોઈએ. ખાઘેલ ખોરાકને પચાવવામાં વરિયાળી ખુબ જ ઉપયોગી છે. વરિયાળી આપણી મંદ પડી ગયેલ પાચનક્રિયાને સુઘારવામાં મદદ કરે છે.
વરિયાળીનું સેવન કરવાથી પેટમાં થતા દુખાવામાં પણ રાહત મેળવી શકાય છે. માટે રોજે શેકેલી વરિયાળીનું સેવન અપચો, ગેસ જેવી પેટને લગતી બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. ઘ્યાનમાં રાખવું કે જયારે વરિયાળી ખાઓ ત્યારે હંમેશા સારી રીતે ચાવી ચાવીને જ ખાવી જોઈએ. જેથી તેનો વધુ રસ બને અને શરીર જાય તો અનેક રોગથી બચાવી રાખવામાં મદદ મેળવી શકાય છે.
ઘણા લોકોને બોલે ત્યારે તેના શ્વાસ માંથી ખરાબ વાસ આવતી હોય છે તે વાસને દૂર કરવા માટે વરિયાળીને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો તમે ભોજન કર્યાના હોદા સમય પછી વરિયાળીનું સેવન કરશો તો મોં માં આવતી દુર્ગઘ દૂર થઈ જશે.
બપોરે અને રાત્રીના ભોજન પછી રોજે વરિયાળીનું સેવન ચાવીને કરવામાં આવે તો ચહેરા પર ગ્લો લાવી શકાય છે. માટે જો તમારે ચહેરા સુંદર અને ખીલ વગરનો કરવો હોય તો રોજે વરિયાળીનું સેવન કરવું જોઈએ જે ચહેરાને સુંદર બનાવી દેશે.
વરિયાળીનું સેવન કરવાથી આપણા મગજની કાર્ય ક્ષમતામાં વઘારો થાય છે. વરિયાળીનું સેવન કરવાથી આપણું લોહી શુદ્ધ રહે છે. ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને કોલેસ્ટ્રોલ લેવલને જાળવી રાખવાનું કામ કરે છે. જેથી આપણું હૃદય સ્વસ્થ રહે છે.
શરીરને ઠંડક આપે: ઉનાળાની ગરમીમાં શરીરને થડક મળી રહે તે માટે તમે વરિયાળીનું શરબત બનાવીને પણ પી શકો છો. વરિયાળીનું શરબત બનાવીને પીવાથી લૂ લાગવાની સમસ્યા દૂર થાય છે. સુર્યપ્રકાશના કિરણોથી આંખોને પણ થડક આપે છે.
વરિયાળીનું નિયમિત સેવન કરવાથી બલ્ડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. વજન ઘટાડવા માટે પણ વરિયાળી ખુબ જ ફાયદાકારક છે. વરિયાળીમાં ફાયબરનું પ્રમાણ વધુ હોય છે માટે પેટની ચરબીને ઘટાડવા માટે વરિયાળીનું શરબત બનાવીને પણ પી શકાય છે. વરિયાળીનું શરબત પીવાથી પેટની ચરબી ઓગળે છે. જેથી વજન પણ ઘટાડવામાં મદદ મેળવી શકાય છે.