જો તમે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોય તો તમે સવારે ઉઠીને પહેલા તો આ એક વસ્તુનું સેવન કરવું જોઈએ. તે વસ્તુને ચાટવાથી શરીરના કોષોને પૂરતા પ્રમાણમાં પોષણ મળી આવે છે. આ વસ્તુનું સેવન આપણા શરીરના કોષોને પૂરતા પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે.
તે વસ્તુ નું નામ ઘી છે. તો ચાલો જાણીએ કે ઘી ખાવાથી થતા ફાયદા અને તેને ક્યાં સમયે અને કેવી રીતે સેવન કરવું તેન વિશે વધુ માહિતી જણાવીશું. ઘી માં ભરપૂર પ્રમાણમાં ચરબી મળી આવે છે. જેના ઘણા સ્વાસ્થ્યને લાભ પણ થાય છે. ઘણા લોકો ભોજનમાં નાખીને ખાતા હોય છે અને ઘણા લોકો કાચું એમના એમજ ખાવાનું વઘારે પસંદ કરતા હોય છે.
ઘી આપણા નાના આંતરડા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે કાર્ય કરવાની ગતિને વઘારવામાં મદદ કરે છે. જેમને પેશાબ લગતી સમસ્યા રહેતી હોય છે તેમને શરીરમાં એસિડિક પીએચ ને ઘટાડીને યુરિનમાં લાગેલ ચેપને દૂર કરવામાં મદદ કરે છે.
ઘી માં એન્ટી ઓકસોડેન્ટનો એક સ્ત્રોત મળી આવે છે જે શરીરને ડીટોક્સ કરીને શરીરમાં ઓક્સીકરણ ની પ્રક્રિયાને સુઘારે છે. આયુર્વેદિક અનુસાર સવારે ભૂખ્યા પેટ જો ઘી પીવામાં આવે તો શરીરમાં રહેલ પેશીઓ અને કોષોને પોષણ આપવાનું કામ કરે છે.
આયુર્વેદિક પદ્ધતિ અનુસાર સવારે ખાલી પેટે ઘી પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે. માટે આયુર્વેદમાં સવારે ખાલી પેટ ઘીનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે. શરીરને શુદ્ધ કરવા માટે શુદ્ધ ઘી નું સેવન સૌથી શ્રેસ્ટ માનવામાં આવે છે.
સવારે ઘી નું સેવન કરવાની રીત: સૌથી પહેલા એક ચમચી શુદ્ધ ઘી લો, તેને ગરમ કરી ને પી જાઓ, ત્યારબાદ તેના ઉપર ગરમ પાણીનો અડઘો ગ્લાસ પી જાઓ. આ રીતે સેવન કર્યા પછી 30 મિનિટ સુઘી કઈ પણ વસ્તુનું સેવન ના કરવું જોઈએ.
ફાયદા: જેમને સૂકી ઉઘરસ મટતી ના હોય તેમને ઘી નું સેવન કરવાથી ફાયદો થાય છે. માટે એક ચમચી ઘી માં એક ચમચી હળદર ને મિક્સ કરીને ગરમ પાણી સાથે દરરોજ સવાર અને સાંજે પી જવું. આ ઉપાય 2 દિવસ કરવાથી સૂકી ખાંસી માં રાહત થઈ જશે.
ઘી માં એમિનો એસિડ હોય છે જે પેટની ચારણી ને ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઓમેગા-3 ફેટી એસિડ ની હાજરી ચરબીને બર્ન કરવામાં મદદ કરે છે. જો તમને થાક, તણાવ ના કારણે ઊંગ ના અવવની સમસ્યા રહેતી હોય તો રાત્રે સુતા પહેલા આંખોની આજુ બાજુ ઘી લાગવાથી સારી ઊંઘ આવે છે.
આ રીતે ઘી નું સેવન કરવાથી ચરબીને ઘટાડીને મેદસ્વીતાને દૂર કરવામાં મદદ કરશે. જો તમને સાંઘામાં ગેપ પડી ગઈ હોય તો તેને પુરવા માં મદદ કરે છે. જેથી હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ઘી નું સેવન કરવાથી તે ત્વચાને અંદરથી ગ્લો વઘારવામાં મદદ કરે છે. ઘી માં એન્ટી ઓક્સીડેન્ટ અને ઓમેગા-3 ફેટી એસિડ નો ઉત્તમ સ્ત્રોત મળી આવે છે જે વાંકળિયા વાળ માટે ઉત્તમ માનવામાં આવે છે.