આપણા રસોડામાં એવી ઘણી બઘી વસ્તુઓ મળી આવે છે જે આપણા શરીરની ઘણી બઘી સ્વાસ્થ્ય ને લગતી બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. રસોડામાં રહેલ આ વસ્તુનું નામ લવિંગ છે. જેને ખાવાથી આપણા શરીરને ઘણા બઘા ફાયદા થાય છે.
લવિંગ સ્વાદ વઘારવાની સાથે શરીરના દરેક દુખાવાને દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગ વર્ષોથી ભારતીય મસાલામાં ઉપયોગ કરવામાં આવે છે. લવિંગમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે આ સાથે તેમાં ઔષઘીય ગુણ મળી આવે છે.
લવિંગમાં કેલ્શિયમ, ફાયબર, મેગ્નેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, આયર્ન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. આ સાથે તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ મળી આવે છે. લવિંગ પેટના દુખાવા, દાંતના દુખાવા, હાડકાના દુખાવા જેવા અનેક દુખાવામાં ખુબ જ કારગર માનવામાં આવે છે.
રાત્રે સુતા પહેલા એક લવિંગ ખાવાના ફાયદા વિષે જણાવીશું. લવિંગની તાસીર ગરમ હોય છે. ઉનાળામાં ગરમીનું પ્રમાણ વઘારે હોય છે જેથી તમારે ઉનાળામાં માત્ર એક લવિંગનું સેવન કરવાનું છે. શિયાળામાં તમે બે લવિંગનું સેવન કરી શકો છો.
માથાનો દુખાવો: માથાના દુખાવામાં લવિંગ ફાયદાકારક માનવામાં આવે છે. માથાના દુખાવામાં ઘણા લોકો દવાનું સેવન કરતા હોય છે. પરંતુ દવાની જગ્યાએ માથાનો દુખાવો થાય ત્યારે એક લવિંગ મોં માં રાખીને ચૂસવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત હૂંફાળા પાણીમાં એક લવિંગ મિક્સ કરીને પાણી પીવાથી માથાના દુખાવામાં રાહત થશે.
પેટની સમસ્યા: પેટમાં થતા દુખાવા અને નબળી પડી ગયેલ પાચનશક્તિને મજબૂત બનાવવા માટે લવિંગ ખુબ જ ફાયદાકારક છે. માટે જયારે પેટમાં દુખાવો થાય ત્યારે એક લવિંગ ખાઈ લેવું. આ ઉપરાંત પાણીમાં એક લવિંગ પાવડર મિક્સ કરીને પીવાથી આપણી મંદ પડી ગયેલ પાચનશક્તિ મજબૂત થાય છે. જેથી ગેસ, કબજિયાત, અપચો જેવા રોગથી છુટકાળો મેળવી શકાય છે.
વાયરલ ઈન્ફેક્સન: લવિંગ વાયરલ ઈન્ફેક્શનથી થતી બીમારીમાં ખુબ જ કારગર માનવામાં આવે છે. માટે જયારે શરદી, ખાંસી, ગળામાં દુખાવો થાય ત્યારે લવિંગનું સેવન કરવાથી જલ્દીથી રાહત મેળવી શકાય છે. લવિંગ ચેપથી થતા રોગમાં ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
હાડકાની સમસ્યા: હાલના સમસ્યામાં હાડકાને લગતી સમસ્યા ખુબ જ વધી ગઈ છે. માટે જો તમે રોજે સુતા પહેલા એક લવિંગ ખાસો તો હાડકાને સારી માત્રામાં કેલ્શિયમ મળી રહેશે જેથી નબળા પડેલ હાડકા મજબૂત થઈ જશે. આ ઉપરાંત તમે સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ઢીંચણના દુખાવા જેવી સમસ્યા હોય તો તે જગ્યાએ લવિંગના તેલથી માલિશ કરવામાં આવે તો ખુબ જ રાહત મેળવી શકાય છે.
ડાયાબિટીસ દર્દી માટે: ડાયાબિટીસ જેવી ભયંકર બીમારીથી બચાવવા માટે લવિંગ ખુબ જ ફાયદાકારક છે. લવિંગમાં એવા ઘણા તત્વો મળી આવે છે જે ઈન્સ્યુલિનની માત્રામાં વઘારો કરે છે. જેના કારણે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. માટે જો લવિંગનું નિયમિત સેવન કરવમાં આવે તો લોહીમાં રહેલ સુગર લેવલને ઘટાડી શકાય છે.
લીવર માટે: રોજે એક લવિંગનું સેવન કરવાથી લીવર સાફ રહે છે જેથી લીવરથી થતા રોગો દૂર રહે છે.તેનું નિયમિત સેવન કરવામાં આવે તો આપણું લીવર યોગ્ય રીતે કામ કરે છે. લીવરને સાફ રાખવાની સાથે લીવરને સ્વસ્થ અને હેલ્ધી પણ રાખે છે. તમે લવિંગને પાણી સાથે પણ લઈ શકો છો.
અનિદ્રાની સમસ્યા દૂર કરે: આપણા શરીરમાં રહેલ તણાવ અને સ્ટ્રેસ ના કારણે આપણે જલ્દી ઊંઘ આવતી નથી માટે જો રોજે એક સુતા પહેલા એક લવિંગ ખાઈ લેવામાં આવે તો રાતે ખુબ જ સારી અને ઝડપી ઊંઘ આવી જશે. જેથી તણાવ અને સ્ટ્રેસ પણ દૂર થઈ જશે.