લીલી ડુંગળી શિયાળા માં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જેથી ઘણા લોકો લીલી ડુંગળી ખાવાના ચાહકો હોય છે. લીલી ડુંગળી નું સેવન કરવાથી સ્વાસ્થ્ય અનેક ફાયદા થાય છે. લીલી ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે.
લીલી ડુંગળીનું નો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. જેમ કે, ચાઈનીઝ, વિવિઘ વાનગીઓ બનાવામાં જેવી ઘણી રીતે લીલી ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. શિયાળામા વઘુ પ્રમાણમાં લીલી ડુંગળી મળી આવે છે.
જો કે લીલી ડુંગળીમાં વિટામિન, કેલ્શિયમ, ફાયબર, મિનરલ્સ, વિટામિન-સી, વિટામિન-એ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. લીલી ડુંગળીનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુઘારો કરે છે. જેથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. તો ચાલો જાણીએ શિયાળામાં લીલી ડુંગળી ખાવાના ફાયદા વિશે.
ઈમ્યુનિટી સિસ્ટમને વઘારે: શિયાળામા મળી આવતી લીલી ડુંગળીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. કોરોના ના નવા વેરિયેન્ટ માં આ લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ. જે કોરોનાના નવા વેરિયેન્ટથી બચવામાં મદદ કરશે. માટે શિયાળામાં દરરોજ લીલી ડુંગળીને આહારમાં સમાવેશ કરીને સેવન કરવું જોઈએ.
હદયને સ્વસ્થ રાખે: લીલી ડુંગળી હૃદયને સ્વસ્થ રાખે છે જેથી હદય રોગથી બચવામાં મદદ કરે છે. કારણકે લીલી ડુંગળીમાં ફાયબરનું પ્રમાણ વઘારે હોય છે. જેથી આહારમાં સમાવેશ કરવાથી હદય હેલ્ધી રહે છે અને શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ ને બહાર કરીને કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે.
હાડકાને મજબૂત કરે: આપણી ભાગદોડ ભરી જીવન શૈલી માં આપણા ખાન પાન ના કારણે હાડકા નબળા પડી જતા હોય છે. લીલી ડુંગળીમાં રહેલ કેલ્શિયમ, વિટામિન-સી થી ભરપૂર પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. માટે દરરોજ આહારમાં લીલી ડુંગલુનું સેવન હાડકાને આજીવન માટે મજબૂત કરવામાં મદદ કરે છે.
આંખોની રોશની વઘારે: ઘણા લોકોને ઉમરમાં વઘારો થાય છે ત્યારે આંખોમાં નમી એટલે કે કમજોરી આવી જાય છે. જો તમારે લાંબી ઉમર સુઘી પણ આંખોનું તેજ જાળવી રાખવું હોય તો દરરોજ વિટામિન-એ થી ભરપૂર લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ.
શરદી, ઉઘરસ, તાવમાં રાહત: શિયાળાની ઠંડી ઋતુમાં શરદી થતી હોય છે. જે નાના મોટા દરેક વ્યક્તિને પરેશાન કરે છે. ઠંડીમાં ઉઘરસ, ગળામાં કફ, ગળામાં દુખાવો જેવી સમસ્યાથી બચવા માટે દરરોજ લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ. લીલી ડુંગળીના સેવનથી શરીરમાં ઠંડીનો અહેસાસ ઓછો થાય છે.
આપણા વડીલો રોટલાને ભાગીને તેમાં લીલી ડુંગળી નાખીને સેવન કરતા હતા. માટે આપણા વડીલો નું શરીર મજબૂત રહેતું હતું. લીલી ડુંગળીનું સેવન કરવાથી શરીરમાં થાક, નબળાઈ અને શરીરની શારીરિક કમજોરી જેવી દરેક સમસ્યા દૂર થઈ જાય છે.
લીલી ડુંગળીને તમે સલાડ, સૂપ, શાક માં નાખીને રસોઈનો સ્વાદ વઘારી શકો છો. દિવસમાં એક વાર લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ. શિયાળામાં લીલી ડુંગળીનું સેવન કરીને શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી શકાય છે.