આયુર્વેદિક ઔષધીમાં ફુદીનાને ઉત્તમ માનવામાં આવે છે તેમાં ઘણા ઔષધી ગુણ મળી આવે છે. જે સ્વાસ્થ્ય સંબધિત અનેક પ્રકારની બીમારીમાં ફાયદાકારક છે. ફૂદિનાનો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. ફુદીનો દરેક સીઝનમાં ખુબ જ આસાનીથી મળી આવે છે.
તેમાં ઘણા બધા પોષક તત્વોનો મળી આવે છે જેમકે, વિટામિન-એ, વિટામિન-ઈ, મેંગેશિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન જેવા તત્ત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. આ ઉપરાંત તેમાં મળી આવતા એન્ટી વાયરલ. એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ બળતરા વિરોધી છે.
ફુદીનાનો ઉપયોગ કરી પેટના રોગ, શરીરની બળતરા, સોજા વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. ફુદીનાનો ઉપયોગ કરીને ક્યાં રોગો માંથી મુક્તિ મેળવી શકાય છે તેના વસિહે આજે અમે તમને જણાવીશું.
ફુદીનો પેટના દુખાવાને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે. આ માટે તાજા ફુદીના ની જરૂર પડશે, થોડા ફુદીનાના પાન લઈને તેને પીસી લો અને તેનો રસ નીકાળી લો, ત્યાર પછી એક ચમચી ફુદિનનો રસ પીવાથી પેટના દુખાવામાં આરામ મળશે. આ સાથે ગેસ, અપચો અને કબજિયાતમાં પણ રાહત આપશે.
પેટમાં કૃમિની સમસ્યા હોય કે પછી અરુચિ રહેતી હોય તો ફુદીનાના તાજા પાનનો રસ નીકાળી ને તેમાં કાળા મારી અને મીઠું મિક્સ કરીને પીવાથી પેટની કૃમિ દૂર થાય છે અને અરુચિ દૂર થશે.
ફુદીના ના પાનની પેસ્ટ કોઈ પણ જીવજંતુ કે વીંછી કરડવા પર અસરકારક છે, આ માટે તાજા ફુદિનાની પેસ્ટ બનાવી અસરગસ્ત જગ્યાએ પર લગાવી દો, જેથી શરીરમાં ગયેલ બધું જ ઝેર ખેંચીને શરીરમાંથી દૂર કરે છે.
શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા થાય ત્યારે ફુદીનો ખુબ જ લાભદાયક સાબિત થાય છે. આ માટે તમારે થોડા ફુદીનના પાન લઈ તેને ધોઈ લો પછી તેને પરાખાની માં પીસીને પેસ્ટ બનાવી લો, ત્યાર પછી તેને પગના તળિયામાં લગાવી દો જેથી શરીરમાં થતી કોઈ પણ બળતરામાં રાહત મળશે.
ગાળામાં થતો દુખાવો અને સોજાને મટાડવા માટે ફુદીનો ખુબ જ અસરકારક માનવામાં આવે છે. આ માટે અડધો ગ્લાસ પનીને હૂંફાળું ગરમ કરો અને તેમાં ફુદિનાનો રસ નીકાળીને બે ચમચી મિક્સ કરો અને પછી હલાવીને તેને પી જવાનું છે જેથી ગાળાનો દુખાવો અને સોજો દૂર થઈ જશે.
શરીરમાં કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય અને ઘા રૂજા તો ના હોય તો ફુદીનાની પેસ્ટ લાગવાથી ઘા ખુબ જ ઝડપથી રૂઝાઈ જાય છે. વાયરલ ઈન્ફેક્શન ના કારણે થતી શરદી અને ખાંસીમાં એક ચમચી ફુદીનાના રસમાં આદુંનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી શરદી ખાંસીમાં રાહત મળશે.