દરેક વ્યક્તિ 65 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ અને ફિટ રહેવા માંગે છે. પરંતુ અત્યારની લાઈફ સ્ટાઈલ અને ખાણી પાણી આપણા સ્વાસ્થ્ય ને ખરાબ કરી શકે છે. જેથી આપણું શરીર ઉંમર વઘે ત્યારે કમજોર પડી જતું હોય છે. આ માટે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ સતર્ક રહેવું જોઈએ.
જેથી તમે લાંબા સમય સુઘી સ્વસ્થ, તંદુરસ્ત અને ફિટ રહો શકશો. આ માટે લાઈફ સ્ટાઈલમાં ઘણા બઘા ફેરફાર પણ લાવવાની જરૂર છે. આપણી એવી કેટલીક ખરાબ આદતો છે જેને સુધારવાથી આપણું આરોગ્ય સારું રહે છે. આ માટે આપણે યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ.
સાથે આપણે હળવી કસરત અને યોગા પણ કરવા જોઈએ. ભાગદોડ ભરી જીવન શૈલીમાં આપણે કસરત અને યોગા પણ કરી શકતા નથી, જેન કારણે આપણું સ્વાસ્થ્ય બગડી પણ શકે છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક નિયમો જણાવીશું જેને અપનાવશો તો તમે લાંબા સમય સુઘી સ્વસ્થ અને હેલ્ધી રહેશો.
સૌથી પહેલા તો આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે ચા નું સેવન કરીએ છીએ, પરંતુ તે આદત અને આપણે છોડીને સવારે ઉઠીએ ત્યારે દૂધનું સેવન કરવું જોઈએ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે આપણા આરોગ્ય માટે સૌથી બેસ્ટ પીણું માનવામાં આવે છે. તેનું સેવન રોજે કરવાથી આપણા શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે અને શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે છે.
દિવસમાં ઘણા લોકો એક કે બે લીટર જેટલું જ પાણી પીતા હોય છે. પરંતુ આપણે ઓછામાં ઓછા 4 લીટર પાણીનું સેવન કરવું જોઈએ જે આપણા શરીરને હાઈડ્રેટ રાખશે. જેથી આપણા શરીર માટે ખુબ જ સારું છે. વધારે પાણી પીવાથી માઈગ્રેનનો દુખાવો કે માથાના દુખાવા થતા નથી. સાથે શરીર મજબૂત અને હેલ્ધી રહે છે.
સવારનો નાસ્તો આપણે પ્રોટીનથી ભરપૂર હોય તેવો લેવો જોઈએ. દિવસની શરૂઆત આપણે પૌષ્ટિક આહારથી કરીએ તો આપણે હંમેશા સ્વસ્થ અને નિરોગી રહીએ છીએ. સવારનો નાસ્તો પ્રોટીનથી ભરપૂર લેવાથી મૂડમાં સુઘારો થાય છે. આ સાથે શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે.
રોજે આપણે આહારમાં એક ફળનો સમાવેશ કરવો જોઈએ. સીઝનમાં આવતા ફળનું સેવન રોજે એક કરવાથી આપણા શરીરને જરૂરી દરેક પોષક તત્વો ખુબ જ સરળતાથી મળી રહે છે. ફળોનું સેવન કરવાથી મંદ પડી ગયેલ પાચનશક્તિ પણ મજબૂત બને છે.
આજના સમયમાં દરેક જગ્યાએ લિફ્ટનો ઉપયોગ થતો આવ્યો છે. પરંતુ દિવસમાં બે થી ત્રણ સીડી ચડીને ઉતારવું જોઈએ જે શરીરને હંમેશા માટે ફિટ રાખવામાં મદદ કરશે. રોજે સીડી ચડીને ઉતરવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદયને લગતા રોગો નું જોખમ ઓછું થઈ જાય છે. આ ઉપરાંત પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે. માટે લાંબા સમય સુઘી સ્વસ્થ રહેવા માટે રોજે સીડી ચડીને ઉતરવું ખુબ જ જરૂરી છે.
ઘણા લોકો ઘણા બઘા વ્યસન પણ કરતા હોય છે પરંતુ જો વ્યસન છોડીને તે વ્યકતિએ દિવસમાં એક વખત ગ્રીન-ટીનું સેવન કરવું જોઈએ. જેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓડેસીડેન્ટ ગુણ મળી આવે છે જે ઘણા રોગોથી બચાવી રાખવામાં મદદ કરે છે.
સ્વસ્થ અને નિરોગી રહેવા માટે રાત્રીના ભોજન પછી ચાલવા જવું જોઈએ જેથી કોઈ પણ ખોરાક ખાધો હોય તો તેને ઝડપથી પચાવી દેવામાં મદદ કરશે. જેથી પેટને લગતા કોઈ પણ રોગો થશે નહીં. માટે રોજિંદા જીવનમાં આ નિયમને જરૂરથી અપનાવવો જોઈએ.