આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ઘણા લોકોને ખબર નથી પરંતુ ખોરાક ખાતી વખતે જ પાચન શરૂ થાય છે. એકવાર ખોરાક પેટમાં ગયા પછી, ગેસ્ટ્રિક રસ ભોજનને પાચન માટે તોડી નાખે છે. પરંતુ આ પ્રક્રિયામાં વિક્ષેપ ત્યારે આવે છે જયારે ખોરાક ખાતી વખતે પાણી પીવામાં આવે છે.

જેના કારણે ભોજન યોગ્ય રીતે પચતું નથી અને ભોજન યોગ્ય ન પચવાના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. લાંબા સમય સુધી પાચનની સમસ્યા રહેવાથી કબજિયાતનું જોખમ વધી જાય છે.

જો તમારે ખોરાકનું યોગ્ય પાચન કરવું હોય તો જમતી વખતે પાણી ન પીવું જોઈએ. આ સાથે જ ભોજન દરમિયાન વધુ પડતું અથવા વારંવાર પાણી પીવાથી ઉબકા, હાર્ટબર્ન અને ઓડકાર વગેરે જેવી પાચન સમસ્યાઓ થાય છે.

આ માટે આરોગ્ય નિષ્ણાતો ખોરાક ખાતા સમયે પાણી ન પીવાની સલાહ આપે છે. આ સિવાય જમતી વખતે પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત બીજી ઘણી સમસ્યાઓ થાય છે. તો ચાલો જાણીએ જમતી વખતે પાણી પીવાથી થતા નુકશાન જાણીએ.

વજન વધી શકે છે: નિષ્ણાંતોના મતે જમતી વખતે પાણી પીવાથી વજન વધવાનું જોખમ વધી જાય છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ અને જમતી વખતે જ પાણી પીતા હોઈએ છીએ ત્યારે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી.

આ દરમિયાન અપાચ્ય ખોરાક ચરબીમાં ફેરવાઈ જાય છે. જેના કારણે વજન વધવા લાગે છે. ઇન્સ્યુલિન વધે છે: ભોજન દરમિયાન વધુ પડતું અથવા વારંવાર પાણી પીવાથી ઇન્સ્યુલિનનું સ્તર વધે છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થાય છે.

જમતી વખતે પાણીની આદત કેવી રીતે ઘટાડવી: જમતી વખતે પાણી પીવાની આદતથી છુટકારો મેળવવા માટે તીખા ખોરાક એટલે કે ક્ષારયુક્ત વસ્તુઓનું સેવન ઓછું કરો. સોડિયમના કારણે તરસની સમસ્યા થાય છે. તૈલી અને મસાલેદાર ખોરાક પણ ન ખાવો.

ખોરાકને સારી રીતે ચાવી ચાવીને ખાવો. જ્યારે તમે ખોરાકને યોગ્ય રીતે ચાવો છો, ત્યારે પાચન પ્રક્રિયા યોગ્ય રીતે થાય છે. આના કારણે એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યાનું જોખમ રહેતું નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *