આજે સ્વસ્થ રહેવા માટે સારો ખોરાક ખાવો અને સારી જીવનશૈલી અપનાવવી ખૂબ જ જરૂરી છે. પરંતુ જ્યારે પોષણની વાત આવે છે ત્યારે સ્ત્રીઓ તેને ડાયટ સમજીને કન્ફ્યુઝ થઇ જાય છે અને વજન ઘટાડે છે અને વિટામિન્સ, કેલ્શિયમ, પોટેશિયમથી ભરપૂર ખોરાક ખાવાનું ટાળે છે.
તેમને એ પણ ખ્યાલ નથી કે તંદુરસ્ત શરીર મેળવવા માટે ડાયટિંગ કરવું જોઈએ પરંતુ તેને માત્ર વજન ઘટાડવા માટે ના કરવું જોઈએ. જ્યારે ખોરાકની વાત આવે છે ત્યારે કુપોષણ ભારત સામેનો સૌથી મોટો પડકાર છે અને વિટામિનની ઉણપ દેશભરમાં મોટી ચિંતા છે.
ભારતમાં મહિલાઓમાં વિટામિનની ઉણપ ખૂબ વધારે જોવા મળે છે. આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં ઘણા આગળ વધી રહયા છે, પરંતુ વ્યવસાયિક રીતે આટલી બધી આગળ હોવા છતાં, મોટાભાગની મહિલાઓ તેમના સ્વાસ્થ્યની અવગણના કરે છે.
પરંતુ જયારે સ્ત્રીઓ 30 વર્ષની આસપાસ હોય ભારે તણાવમાં આવી જાય છે અને ઊંઘ અને સુસ્તી અનુભવતી હોય છે તે સસ્મય દરમિયાન તેમણે તેમના આહાર પર ધ્યાન આપવું જોઈએ. 30 વર્ષની ઉંમર પછી મોટાભાગની મહિલાઓના શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે.
જો તમે પણ આવી મહિલાઓમાંથી એક છો તો આજે આ લેખમાં અમે તમારી સાથે કેટલીક ટિપ્સ જણાવીશું, જે તમારી જીવનશૈલીને સુધારવામાં મદદ કરે છે જે તમને વજન ઘટાડવામાં અને એનર્જીથી ભરપૂર રહેવામાં મદદ કરશે.
રંગબેરંગી શાકભાજી અને ફળો ખાઓ : ફળો અને શાકભાજી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે તેથી તમારા આહારમાં તમામ પ્રકારના ફળો અને શાકભાજીનો સમાવેશ જરૂરથી કરો. વિવિધ રંગીન ફળો અને શાકભાજી ખાવાથી તમે વિવિધ પ્રકારના એન્ટીઑકિસડન્ટો મેળવી શકો છો.
આયર્નથી ભરપૂર ખોરાક : સંશોધન મુજબ ભારતમાં લાખો મહિલાઓ એનિમિયાથી પીડાય છે. એનિમિયા એવી સ્થિતિ હોય છે જેમાં તમારા લોહીમાં પૂરતા પ્રમાણમાં લાલ રક્તકણોનોની ઉણપ હોય છે અને એનિમિયાનું મુખ્ય કારણ આયર્નથી ભરપૂર ખોરાક ના ખાવો. તમે શરીરમાં આયર્નનું સ્તર વધારવા કઠોળ, વટાણા, લીલા શાકભાજી અને કિસમિસ લઇ શકો છો.
વિટામિન ડી અને કેલ્શિયમ : મહિલાઓમાં 30 વર્ષ પછી કેલ્શિયમની માત્રા ઓછી થવા લાગે છે અને હાડકાંના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે તમારે તમારા આહારમાં કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ. આ માટે દૂધ, ચીઝ, ખજૂર અને અંજીર વગેરે ખાઈ શકો છો.
હાઇડ્રેશન જરૂરી છે : દરરોજ થોડા થોડા અંતરે પાણી પીવું ખુબ જ જરૂરી છે. પરંતુ સ્ત્રીઓ પાસે ઘણું કામ અને જવાબદારીઓ હોય છે તેથી તેઓ તરસ લાગે ત્યારે જ પાણી પીવે છે અને પોતાને હાઇડ્રેટ કરવાનું ભૂલી જાય છે, જેના કારણે ડીહાઇડ્રેશનની સમસ્યા થાય છે.
તેથી દરેક સ્ત્રીઓએ દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર જેટલું પાણી પીવાનો પ્રયાસ કરવો જોઈએ. તે તમારી ત્વચા, વજન ઘટાડવામાં અને ચયાપચયમાં મદદ કરે છે. અમારે તમારા દિવસની શરૂઆત ગરમ પાણી અને મધથી કરવી જોઈએ. તે તમારા ચયાપચય માટે એક સારો ઉપાય સાબિત થશે.
આહારમાંથી આ ખોરાકને દૂર કરશો નહીં : મિત્રો પરિવાર પાસેથી અને ઈન્ટરનેટ પરથી ડાયેટિંગ ટિપ્સ લેવી ઠીક છે પરંતુ તમારા આહારમાં કોઈ મોટો ફેરફાર કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તેથી તમારા આહારમાંથી મુખ્ય ખોરાકને દૂર કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી હંમેશા સલાહભર્યું છે.
બધું સંયમિત હોવું જરૂરી છે અને તેથી વજન ઘટાડવાના નામે કંઈ પણ કરવું સારું નથી. જો તમે પણ આ બાબતોને ધ્યાનમાં રાખશો તો 40 વર્ષની ઉંમરે પણ તમે 20 ની જેમ દેખાશો. તો હેલ્દી રહેવા માટે આજથી જ ડાયટ ટિપ્સ ફોલો કરો.