હેલ્થને સાચવી રાખવું ખુબ જ જરૂરી છે, પરંતુ જયારે આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે ત્યારે આપણે આપણે એવી વિચારીએ છીએ જે હવે આપણે આપણા સ્વાસ્થ્ય નું ઘ્યાન રાખ્યું હોય તો સારું હતું, તમને જણાવી દઉં કે જયારે આપણે બીમાર પડીએ ત્યારે જ આપણે હેલ્થ વિષે સૌથી વઘારે વિચારતા હોઈએ છીએ.
આપણે આખા દિવસ દરમિયાન જેટલો સમય ફોનમાં બગાડીએ તેમાંથી થોડી સમય હેલ્થ પાછળ સમય આપવામાં આવે તો હેલ્થને લગતી સમસ્યાથી બચી શકાય છે. હેલ્થને સાચવી રાખવું એ આપણા જીવન નો મૂળભૂત હેતુ હોવો જોઈએ. જે આપણા જીવન ને સુખી અને તંદુરસ્ત બનાવી રાખે. આ માટે આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેને રોજિંદા જીવન માં અપનાવી લેવાથી લાંબા સુઘી સ્વસ્થ અને હેલ્ધી રહી શકીશું.
આજની ભાગદોડ ભરી જીવન શૈલીમાં આપણે ઓફિસ અને ઘરના કામ માં ખુબ જ વ્યસ્ત હોઈએ છીએ, જેના કારણે આપણે આપણા સ્વાસ્થ્ય નું પૂરતું ઘ્યાન રાખી શકતા નથી. આ માટે આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલાક ફેરફાર લાવવા જોઈએ.
સ્વસ્થ અને હેલ્ધી રહેવાની ટિપ્સ:
ડાબા પડખે સૂવું: મોટાભાગે લોકો જમણી સાઈડ સુતા હોય છે, જમણી સાઈડ સૂવાથી પેટની લગતી સમસ્યા, હાર્ટની સમસ્યા, ડાયજેશન સિસ્ટમ નબળી પડવી જેવી અનેક સમસ્યા થઈ શેક છે, પરંતુ ડાબી સાઈડ સૂવાથી ડાયેજશન સિસ્ટમ મજબૂત થાય છે. આપણું પેટ સાફ અને ચોખ્ખું રહેશે તો આપણે ઘણી બઘી બીમારીઓથી રાહત મેળવી શકાય છે. માટે હંમેશા ડાબા પડખે સુવાની ટેવ પાડવી જોઈએ.
પાણી પીવું: જયારે પણ આપણે ખુબ જ તરસ લાગે છે ત્યારે આપણે પાણી પીતા હોઈએ છીએ. પરંતુ પાણીને યોગ્ય સમયે પીવામાં આવે તો તેના ઘણા બધા ફાયદા પણ થાય છે, આપણે ઘણી વખત ખુબ જ તરસ લાગે ત્યારે બેઠી ત્રણ ગ્લાસ પાણી પી જતા હોઈએ છીએ પરંતુ તે ટેવ એકદમ ખોરી સાબિત થશે, માટે દર એક કલાકે અડધો ગ્લાસ કે એક ગ્લાસ પાણી પીવું જોઈએ,
પરંતુ પાણી પીવો ત્યારે ઉપરથી પાણી ના પીવું જોઈએ. દર એક કલાકે પાણી પીવાથી આપણા શરીરના દરેક અંગોને સમયસર પાણી મળી રહેશે જેથી દરેક અંગોની કાર્ય ક્ષમતામાં વધારો થશે અને આપણું શરીર સ્વસ્થ અને હેલ્ધી રહશે.
વોકિંગ કરવું : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) અનુસાર સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે રોજે 8000 સ્ટેમ ચાલવા જોઈએ. ચાલવા માટે આપણે કોઈ પણ બહારનુંનીક્લબું જોઈએ જેમ કે, આપણે ક્યાંક બહાર જવું હોય તો લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરવો, નજીકમાં કોઈ સમાન લેવા જાઓ તો બાઈક કે એકટીવાનો ઉપયોગ છોડી ચાલીને જાઓ આવી રીતે તેમે પણ ચાલવાનું કોઈ બહાનું નીકાળીને દિવસમાં 8000 સ્ટેપ ચાલવા જોઈએ. જે સ્વસ્થ રહેવામાં મદદ કરશે.
32 વખત ચાવીને ખાવું: આપણા શરીરને સ્વસ્થ રાખવું માટે પેટને સાફ અને હેલ્ધી રાખવું પડશે, પેટને હેલ્ધી રાખવા માટે આપણે બહારના જંકફૂડ ના ખાવું જોઈએ અને ડાયેજશન સિસ્ટમ મજબૂત રાખવી. આપણે કોઈ પણ હેલ્ધી ખોરાક 32 વખત ચાવીને ખાઈશું તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. ખોરાકને ચાવીને ખાવાથી આપણી ડાયેજશન સિસ્ટમ મજબૂત બનશે અને પેટને લગતી બીમારીઓ દૂર રહશે જેથી આપણે સ્વસ્થ અને હેલ્ધી રહેવામાં ઉપયોગી સાબિત થશે.
આરોગ્ય વાતાવરણ : સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે આપણી આસપાસનું વાતાવરણ અને આપણા ફ્રેન્ડ સર્કલ પર નિર્ભર હોય છે. જયારે આપણા કોઈ પણ ફ્રેન્ડ હોય છે તે સૌથી વધારે જંકફૂડ અને ડ્રિન્ક કરતા હશે તો તમે પણ તેવી લતને અપનાવી લેશો માટે ફ્રેન્ડ પણ એવા બનાવો કે જે સ્વસ્થ રહેવા માટે યોગા કરતા હોય, કસરત કરતા હોય, કે પછી ફાસ્ટફૂડ અને જંકફૂડનું સેવન ના કરતા હોય તેવા ફેન્સ બનાવવા જોઈએ, જેથી આપણે પણ તેમના જોડે થી કંઈક સારી પ્રેરણા મળી રહે. આ ટિપ્સ શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.
શરુરને સ્વસ્થ બનાવી રાખવા માટે આપણે હેમંશા હેલ્ધી આહાર લેવો જોઈએ, આ ઉપરાંત આપણે દરરોજ હળવી કસરત અને યોગાનો સમાવેશ કરવો જોઈએ જે આપણા શરીરને ઉર્જા આપે અને શરીરનો થાક અને નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સાથે આ ટિપ્સ ને પણ રોજિંદા જીવનમાં અપનાવવી જોઈએ જે લાંબા સમય સુઘી સ્વસ્થ અને હેલ્ધી રાખશે.