એક હેલ્દી અને સંતુલિત આહાર લેવો એ તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે. હકીકતમાં, તમારી જીવનની આદતો, જેમ કે તંદુરસ્ત ખોરાક ખાવો અને શારીરિક રીતે એક્ટિવ રહેવું, 80% સુધી હૃદય રોગ અને સ્ટ્રોકને અટકાવી શકે છે.
આ સરીયુ આદતો કોલેસ્ટ્રોલનું સ્તર સુધારી શકે છે, બ્લડ પ્રેશર ઓછું કરી શકે છે, શરીરનું વજન નિયંત્રિત કરી શકે છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરી શકે છે. પરંતુ શું યોગ્ય ખોરાક પસંદ કરવું પૂરતું છે? જવાબ ના છે. સારું ખાવાની સાથે સાથે આપણે ખાવાની સારી ટેવ પણ શીખવી જોઈએ.
જો કે આ આદતો માટેનું કોઈ સ્પેશિયલ લિસ્ટ નથી, પરંતુ અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું છે જે તમારા દરરોજની હેલ્દી ખોરાકની સાથે આ આદતો પણ તમારે દિનચર્યાનો એક ભાગ હોવો જોઈએ.
આદત નંબર 1 – નાસ્તો છોડશો નહીં અને ફક્ત ઘરે બનાવેલો તાજો નાસ્તો જ લો : ફકર રાત્રે જ સારું જમવું તે પૂરતું નથી, તમારા દિવસની શરૂઆત પણ ઘરે બનાવેલ તાજા નાસ્તાથી કરવી મહત્વપૂર્ણ છે. તમે ઈડલી, પોહા, ઢોસા અને ઈંડાનો સમાવેશ કરી શકો છો. આ સિવાય નાસ્તામાં તાજા ફળો અને ડ્રાઈ ફ્રૂટ પણ ખાઈ શકો, જેમ કે પલાળેલી બદામ, અખરોટ અથવા ફક્ત કેળા પણ ખાઈ શકો છો.
આદત નંબર 2 – લંચ અને ડિનર વચ્ચેના સમયના દરરોજ એક મૌસમી ફળ ખાઓ : તમારે લંચ અને ડિનર વચ્ચેના સમયમાં એક ફળ ખાવાની એક આદત પાડવી જોઈએ. અહીંયા તમારે કોઈ હાયપર-લોકલ ફ્રુટ લેવાનું છે, જરૂરી નથી કે તે દુનિયાભરમાં પ્રખ્યાત હોય એવું જ ફળ ખાવું.
આ લોકલ ફળોમાં કેળા, જામફળ, દ્રાક્ષ વગેરેનો સમાવેશ થાય છે. શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ અને ફિટ રહેવા માટે ફાલસા, શેતૂર, જામુન, બેલ, કાજુ, નિંબોળી વગેરે ફળો ખાવા જોઈએ. તે બધા પોષણ, વિટામિન્સ, પ્રીબાયોટિક્સ અને ઘણા બાયોએક્ટિવ સંયોજનોથી ભરપૂર હોય છે.
આદત નંબર 3 – લંચમાં ક્યારેય ભૂખ્યા ન રહો : એવું કહેવાય છે કે રાત્રે હળવું ખાવું જોઈએ અને બપોરે ભારે ખોરાક ખાવો જોઈએ, એટલે કે થાળી ભરપૂર હોવી જોઈએ. ફૂલ થાળી એટલે દાળ, રોટલી, ભાત, લીલા શાકભાજી અને દહીં અથવા અથાણું અથવા કોઈપણ મીઠાઈનો સમાવેશ કરતી સાઇડ ડિશ.
તેથી, તમે ખાતરી કરો કે તમારું લંચ પૌષ્ટિક હોય, જેમાં જરૂરી વિટામિન્સ અને મિનરલસ હોવા જોઈએ. સારું પોષણ એ સ્વસ્થ જીવનની ચાવીઓમાંની એક છે. આમાં તમે ફળો, શાકભાજી, આખુ અનાજ, ડેરી પ્રોડક્ટ અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનો સસમાવેશ થાય છે. ખાસ વાત કે જમતી વખતે સુખાસનમાં બેસો (પલાઠી વાળીને).
આદત નંબર 4 – બપોર પછી થોડી ઊંઘ લો (10-30 મિનિટ) : બપોર પછી થોડી ઊંઘ લેવી જરૂરી છે. તમારા લંચ પછી તરત જ ઓછામાં ઓછી 20-30 મિનિટની એક ઝપકી લો. કહેવાય છે કે બપોરે એક ઝપકી લેવાથી તમને રાત્રે વધુ સારી રીતે ઊંઘવામાં મદદ મળે છે.
જેઓ હૃદયની સર્જરી કરાવી ચૂક્યા છે અને જેઓ થાઈરોઈડ, PCOD, હોર્મોનલ સમસ્યાઓ, ડાયાબિટીસ, એસિડિટી અને પાચનની સમસ્યાથી પીડાતા હોય અથવા જેઓ અનિદ્રા વગેરેથી પીડિત હોય. તેમને બપોરે એક ઝપકી લેવાનો પ્રયાસ કરવો જોઈએ.
આદત નંબર 5 – રાત્રિભોજન વહેલું પૂરું કરો : આજકાલ લોકો કામમાં વ્યસ્ત હોવાને કારણે રાત્રે જમતા પણ નથી પરંતુ દિવસના અંતે હેલ્ધી અને હળવું રાત્રિભોજન તમારા શરીરને એક્ટિવ રાખવા અને કામોને સારી રીતે કરવા માટે પ્રોત્સાહન આપે છે. ખાસ વાતનું ધ્યાન રાખો કે સારા સ્વાસ્થ્ય માટે તમારા આહારમાંથી રોટલી, ભાત અને ઘી ક્યારેય દૂર ન કરો.
આ સિવાય આખા શરીરના સ્વસ્થ માટે રાત્રિભોજન પછી સારી ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે. ઊંઘ અને રિકવરી બંને જરૂરી છે. કારણ કે રાત્રે જ જયારે તમે સુતા હોય ત્યારે જ શરીર રીપેર થાય છે.
તમે પણ આ 5 નાની ખાવાની આદતો અપનાવીને તમારી જાતને હંમેશા સ્વસ્થ રાખી શકો છો. તો આજે જ આ સંસારી આદતોને અપનાવી લો. આવી વધુ માહિતી મેળવવા માટે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.