અત્યારના સમયમાં નાની ઉંમરના બાળકોને ઘણી બીમારીઓની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. કારણકે નાના બાળકો હેલ્ધી આહારનો સમાવેશ કરતા નથી. નાના બાળકોને બહારના ફાસ્ટ જંક ફૂડ ખાવાનું વઘારે ગમે છે. પરંતુ બહારના જંક ફૂડમાં પૂરતું પ્રોટીન અને અન્ય પોષક તત્વો મળતા નથી.
જેના કારણે બાળકોનો વિકાસ અને તેમના શરીરમાં લોહીની ઉણપ ની સમસ્યા વધુ જોવા મળતી હોય છે. માટે શરીરને યોગ્ય પ્રોટીન, વિટામિન જેવા પોષક તત્વો મળી રહે તેવા આહારનું સેવન કરવું જરૂરી છે. જેથી બાળકોનો વિકાસ સારો થાય અને તે હેલ્ધી રહી શકે.
બાળકોમાં યોગ્ય આહાર અને વિટામિનની ઉણપને કારણે બાળકો થાક, નબળાઈ વધુ જોવા મળતી હોય છે. માટે બાળકોને આ સમસ્યાથી છુટકાળો અપાવવા માટે આહારમાં કયો ખોરાક લેવો જોઈએ તેના વિશે જણાવીશું.
લીલા શાકભાજી: નાના બાળકોને લીલા શાકભાજીનું સેવન જરૂર કરાવવું જ જોઈએ. કારણકે લીલા શાકભાજીમાં ભારપર માત્રામાં વિટામિન યુક્ત પોષક તત્વો મળી આવે છે. નાના બાળકોને લીલા શાકભાજીનું સેવન કરાવાથી તેમની આંખોનું તેજ પણ વધે છે.
આ ઉપરાંત તેમની મગજની યાદશક્તિમાં પણ વધારો થાય છે. લીલા શાકભાજીનું સેવન કરવાથી બાળકોના શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે. આ ઉપરાંત બાળકોના શરીરમાં થાક અને નબળાઈને દૂર કરીને એનર્જી પુરી પાડે છે.
ફળો: ફળો ખાવા દરેકને ખુબ જ ગમે છે. પરંતુ સીઝન પ્રમાણે દરરોજ એક ફળનું સેવંન અવશ્ય કરવું જોઈએ. જે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ફળોના જ્યુસનું સેવન પણ બાળકોન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
દાળ ભાત: દાળ અને ભાતને પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. જે બાળકોના આરોગ્ય માટે ખુબ જ યોગ્ય છે. આ ઉપરાંત દાળ અને ભાત માં એક ચમચી ઘી નાખીને ખવડાવાથી શરીરમાં ભરપૂર પ્રોટીન મળી આવે છે. આ ઉપરાંત બાળકોને એનર્જી મળી રહે છે.
ડ્રાયફ્રૂટ્સ: બાળકો માટે ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. ડ્રાયફ્રૂટ્સ માં જરૂરી વિટામિન મળી આવે છે જે નાના બાળકો માટે ખુબ જ જરૂરી છે. આ માટે બદામ, અખરોટ, કિસમિસ, અંજીર વગેરે નું સેવન કરાવવું જોઈએ. સવારના નાસ્તામાં બાળકો માટે ફાયદાકારક માનવામા આવે છે.
ઈંડા: ઈંડા દરેક સીઝનમાં મળી આવે છે. પરંતુ ઠંડીની ઋતુમાં ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. તેમાં એમિનો એસિડ સારી માત્રામાં મળી આવે છે. માટે બાળકોને સવારે અથવા સાંજના સમયે એક ઈંડાનું સેવન અવશ્ય કરાવવું જોઈએ.
માછલી: નાના બાળકોને સૅલ્મોન માછલીનું સેવન કરવું જોઈએ. કારણકે તેમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. જે નાના બાળકો માટે લાભદાયક છે. માટે આહારમાં તેનું સેવન કરાવવું નાના બાળકો માટે યોગ્ય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.