દરેક વ્યક્તિ પોતાની વ્યસ્ત રોજિંદા જીવન શૈલીમાં ખુબ જ મશગુલ હોય છે, તેવામાં વ્યક્તિની એવી કેટલીક ખરાબ ટેવો હોય છે જે વ્યક્તિને ખુબ જ પરેશાનીમાં મૂકી દે છે. આજે અમે તમને એવી જ કેટલીક આદતો વિષે જણાવીશું જે મોટાભાગના દરેક લોકો કરતા હોય છે.
જો તમને પણ આ આદતો છે તો આજથી જ બદલી નાખજો, નહીં તો સ્વાસ્થ્ય ને ઘણું બધું નુકસાન પણ થઈ શકશે, તમારી આ ભુલોનાં કારણે શરીર અસ્વસ્થ રહેતું હોય છે. તમારો ભોજન પછીની જે ભૂલો છે જેના કારણે પેટ ખરાબ રહેતું હોય છે.
તમે પણ સાંભર્યું હશે કે પેટ ખરાબ થવાના કારણે જ બીમારીઓ જન્મ લેતી હોય છે આ માટે પેટને સ્વસ્થ રાખવા માટે ભોજન પછીની તમારી આ ભૂલોને સુઘારવી જોઈએ. જો તમે આ ભૂલો ને સુધારશો તો તમારું શરીર 70 વર્ષે પણ સ્વસ્થ અને નિરોગી રહેશે.
ખોરાક ચાવીને ના ખાવો: કામની વધારે પડતી ઉતાવરના કારણે વ્યક્તિ ખાવાનું ચાવ્યા વગર જ ઉતારી દેતા હોય છે, પરંતુ ચાવિયાં વગર ખાવાથી તે ખોરાક પચવામાં ખુબ જ મુશ્કેલી પડે છે પરંતુ જો તમે ચાવીને ખાસો તો ખોરાક આસાનીથી પચી જશે. આ માટે આયુર્વેદ માં પણ જણાવ્યું છે કે ખોરાકને હંમેશા માટે 32 વખત ચાવીને જ ખાવું જોઈએ.
ભોજન ફટાફટ કરવું : કોઈ પણ ખોરાકને ખાઓ છો ત્યારે ફટાફટ ખાવાના કારણે તેની અસર પાચનતંત્ર પર થતી હોય છે, જેના કારણે ગેસ, અપચો, કબજિયાત થઈ શકે છે, માટે જયારે પણ ખાવા બેસો ત્યારે શાંતિથી અને ચાવીને ખાવું જોઈએ. તમન્ર તમે તમારી આદત ને ભૂલી શાંતિથી ભોજન ગ્રહણ કરશો તો તે શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવામાં મદદ કરશે.
ભોજન કરતી વખતે તેમાં ઘ્યાન ના આપવું : હાલના આધુનિક યુગમાં મોબાઈલ, ટીવી આવી ગયા પછી વ્યક્તિ 15-20 મિનિટ વગર પણ રહી શકતો આ જ કારણ છે કે ભોજન કરવા બેસે ત્યારે તેમનું ઘ્યાન મોબાઈલ અને ટીવી જોવામાં જ રહેતું હોય છે. પરંતુ આદત એકદમ ખરાબ છે આવી રીતે ભોજન કરવાથી ખોરાકને ચાવિયાં વગર જ ઉતારી દેતા હોઈએ છીએ જેના કારણે પેટના રોગો થવાની શક્યતા વધુ રહેતી હોય છે આ માટે ભોજન કરતી માત્ર ભોજન કરવામાં જ ઘ્યાન આપવું જોઈએ.
ભોજન કરતા સમયે પાણી પીવું: આ ટેવતો ઘણા લોકોમાં જોવા મળે છે કે જયારે પણ ભોજન કરવા બસે ત્યારે ભોજન કરતા જાય છે અને પાણી પીતા જાય છે. પરંતુ આવી રીતે ભોજન સાથે પાણી પીવાથી પેટ ફૂલવા ની સંભાવના સૌથી વધુ રહેતી હોય છે. આ માટે ભોજન કરતી વખતે પાણી પીવાની આદત બંધ કરવી જોઈએ અને શક્ય હોય તો ભોજન કર્યા ના 45 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
દિવસ દરમિયાન પાણી ઓછું પીવું: ઘણા લોકો કામ માં ખુબ જ વ્યસ્ત હોય છે જેના કારણે વ્યક્તિ યોગ્ય માત્રામાં પાણી પી શકતા નથી, જેના કારણે શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થતી હોય છે આ માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3-4 લીટર પાણી પીવું જોઈએ. જે શરીરને હાઈડ્રેટ બનાવી રાખવામાં મદદ કરે છે. જેના કારણે શરીરમાં ભરપૂર એનર્જી અને ઉર્જા મળી રહે છે. આ માટે પાણી ઓછું પીવાની આદત સુધારીને વડું વધુ પની પીવાની આદત પાડવી જોઈએ.
જો તમે પણ આદતોને છોડીને અડતો સુધારશો તો પેટના ખરાબ થતું અટકી જશે અને લાંબા સમય સુઘી શરીરને સ્વસ્થ અને નિરોગી બનાવી રાખશે.