આપણા રોજના કામ પુરા કરવા માટે અને આપણા લક્ષય સુઘી પહોંચવા માટે આપણું શરીર સ્વસ્થ અને હેલ્ધી બની રહે તે ખુબ જ જરૂરી છે. આમ માટે આપણે વિવિધ આહાર ખાતા હોઈએ છીએ. જે આપણા શરીરને પૂરતું પોષણ પૂરું પાડે છે.
જે આપણા શરીરમાં શારીરિક ક્રિયાને પૂરું કરવાનું કામ કરે છે. જે આપણા શરીરને પૂરતી એનર્જી અને ઉર્જા આપે છે. પરંતુ આપણે કોઈ પણ આહાર ખાઈ લઈએ છે જે જેમાંથી જરૂરી પોષણ મળતું નથી. માટે આપણે શરીરને યોગ્ય કાર્યશીલ બનાવી રાખવું હોય તો પોષણ યુક્ત આહાર ખાવો જોઈએ.
જયારે પણ આપણે પોષક તત્વોથી ભરપૂર હોય તેવા આહાર ખાઈએ છીએ ત્યારે આપણે એવું લાગે છે કે આપણે સંપૂર્ણ આહાર લીધો હોય તેવું લાગે છે. આ માટે પ્રોટીન, વિટામિન, કાર્બોહાઇડ્રેટ, ખનીજ, પાણી મળી રહે તેવા આહારનો સમાવેશ કરવો જોઈએ.
આપણા શરીરમાં ઘણા બધા વિટામિનની જરૂર હોય છે જેમાં જયારે આપણા શરીરમાં વિટામિનની કમી થઈ જાય છે ત્યારે આપણા શરીરમાં ઘણી બધી બીમારી ઉત્પન્ન થતી હોય છે. માટે શરીરને જરૂરી પૂરતા વિટામિનની ઉણપ પુરી કરવી ખુબ જ જરૂરી બની જાય છે.
આજે અમે તમને એવા વિટામિન વિષે જણાવીશું જે આપણા શરીરના મહત્વ પૂર્ણ અંગ માટે ખુબ જ જરૂરી છે, આ માટે આજે અમે તમને વિટામિન એ વિષે જણાવીશું. જે આપણી આખો માટે વિટામિન-એ ખુબ જ જરૂરી છે. જયારે આપણા શરીરમાં વિટામિન-એ ની કમી થાય છે ત્યારે આપણા આંખો નબળી પડી જતી હોય છે, માટે આંખોની નબળાઈ દૂર કરવા માટેના ઉપાય જણાવીશું.
જયારે પણ વિટામિન-એ ની ઉણપ સર્જાય છે ત્યારે ઘણી વખત વારે વારે માથું દુખાવાની સમસ્યા થતી હોય છે. આ ઉપરાંત આ વિટામિન ની કમીના કારણે હોઠ પણ ફાટવા લાગે છે, આ સિવાય આંખો સુકાઈ જાય છે અને પાણી આવવું બંધ થાય છે જેથી આંખોની નશો પણ સુકાવા લાગે છે.
જયારે આપણા શરીરમાં પોષક તત્વોનો અભાવ હોય છે ત્યારે કુપોષણની સમસ્યા થઈ જાય છે જે લીલા શાકભાજી, ફળો, ફળોના જ્યુસ, ઈંડા જેવી વસ્તુઓ ના ખાવાથી શરીરમાં વિટામિન ઓછું રહેતું હોય છે. આ માટે આ બધી વસ્તુઓ સૌથી વધુ ખાવી જોઈએ સાથે, પાલક, બીટ, ગાજર, કીવી, કેળા વગેરેને પણ આહારમાં સમાવેશ કરવો જોઈએ.
નાના બાળકોમાં સૌથી વધુ વિટામિન-એ ની ઉણપ જોવા મળતી હોય છે, જેના કારણે બાળકોને નાની ઉંમરે જ ચશ્મા આવી જતા હોય છે અને આંખો કમજોર થઈ જતી હોય છે. આ માટે બાળકોને નાનપણથી જ લીલા શાકભાજી, સીઝનમાં મળતા ફળો, અને ડ્રાયફ્રૂટ્સ ને આહારમાં સમાવેશ કરવો જોઈએ. જેથી શરીરમાં વિટામિન-એ ની કમી પુરી થઈ જશે.
જેમાંથી વિટામિન-એ ઉપરાંત અનેક પોષક તત્વો પણ મળી રહેશે જે આંખોની કમજોરી ને દૂર કરશે અને આંખોને તેજસ્વી બનાવી રાખવામાં મદદ કરશે. માટે તમે પણ તમારા બાળકના આહારમાં યોગ્ય વિટામિન થી ભરપૂર આહારનો સમાવેશ કરવો જોઈએ.