આપણા શરીરના દરેક અંગોને પૂરતું પોષણ મળી રહે તે માટે પૌષ્ટિક અને પોષક તત્વોથી ભરપૂર હોય તેવા ખોરાક ખાવા જોઈએ. જેથી શરીરના દરેક અંગો સ્વસ્થ રહે. આપણા શરીરને ઘણા પોષક તત્વોની જરૂર પડે છે તેમાં પ્રોટીન નું મહત્વ સૌથી વધુ હોય છે.
આપણા શરીરનો 15% હિસ્સો પ્રોટીન નો હોય છે, 65 % પાણી રહેલ હોય છે અને બીજા ભાગમાં ખનીજ અને વિટામિન રહેલ હોય છે, પ્રોટીન આપણા શરીરના આ મુખ્ય અંગો ને સૌથી વધુ જરૂર પડે છે. જેમ કે, વાળ, ત્વચા, નાખ, માંશપેશીઓ, સ્નાયુઓ, રક્ત કોશિકાઓ, હાડકા વગેરે.
આ માટે પ્રોટીન આપણા શરીરના અંગોને મળી રહે તે ખુબ જ જરૂરી છે. પ્રોટીન કઈ વસ્તુ માંથી મળી રહે તેના વિષે આજે અમે તમને જણાવીશું. જો તમે આ વસ્તુને નિયમિત પણે ખાવાનું રાખો છો તો પ્રોટીન ની ઉણપ દૂર થશે અને તેને સંબધિત દરેક સમસ્યા દૂર થાય છે.
સોયાબીન: સોયાબીનમાં પ્રોટીન નો ખુબ જ સારી માત્રામાં સ્ત્રોત મળી આવે છે. જો તમે વાળ કે માંશપેશીઓના દુખાવાની સમસ્યા વધુ રહેતી હોય તો આહારમાં સોયાબીન નો સમાવેશ કરવો જોઈએ જે પ્રોટીન ની કમી પુરી કરે છે અને તેને લગતી સમસ્યાને થતા અટકાવે છે.
દૂધ માંથી બને વસ્તુ: દૂધ મહી બનેલી વસ્તુમાં ખુબ જ પ્રમાણમાં પ્રોટીન નો જથ્થો મળી આવે છે. આ માટે તમે પનીર, દૂધ, દહીં વગેરે નો સમાવેશ કરી શકો છો. જે પ્રોટીન ની ઉણપ ને દૂર કરવામાં મદદ કરશે.
મગની દાળ: કઢોળ માંથી ખુબ જ પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે. તેમાંથી એક મગદાળમાં ખુબ જ પ્રમાણમાં હોય છે, જે જરૂરી પ્રોટીન ની ઉણપ પુરી કરે છે. આ સાથે તેમાં કાર્બોહાઈડ્રેટ પણ મળી આવે છે, જે શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
બદામ: બદામ મગજ ની યાદશક્તિને વધારવામાં મદદ કરે છે, બદામ ને પલાળીને ખાવાથી તેમાંથી પ્રોટીન, કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જેનું સેવન કરવાથી વાળ , ત્વચા, માંશપેશીઓ, હાડકા, મસ્તિષ્ક વગેરે સ્વસ્થ અને મજબૂત રહે છે.
મગફળી: મગફળી એ ગરીબોની બદામ કહેવાય છે, તેને રોજે પલાળીને ખાવાથી તેમાંથી પ્રોટીન, કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો મળી રહે છે, બાળકોને પલાળેલ મગફળી ખવડાવાથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે. આ માટે મગફળીને ગરીબોની બદામ કહેવામાં આવે છે.
દૂઘ: જો તમે રોજે એક ગ્લાસ દૂધ પીવાનું શરુ કરી દેશો તો પણ પ્રોટીન ખુબ જ સારા પ્રમાણમાં મળી રહેશે, આ સાથે કેલ્શિયમ જેવા મહત્વ પૂર્ણ તત્વોનો સ્ત્રોત પણ મળી રહેશે. દૂધ પીવાથી શરીરને દરેક શારીરિક તકલીફો દૂર થાય છે, દૂધ પીવાથી મન શાંત થાય છે. આ સાથે ભરપૂર એનર્જી અને ઉર્જા પણ મળી રહેશે.
ઉપરોક્ત જણાવેલ દરેક વસ્તુમાં ખુબ જ સારા પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે જે માંશપેશીઓ, હાડકા, જોઈન્ટ, વાળ, ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે.