આજકાલના સમયમાં આ ભાગદોડ ભર્યા જીવનમાં લોકો જોડે વ્યાયામ માટે સમય જ નથી, આવી પરિસ્થિતિમાં લોકો બીમાર વધારે પડે છે. આ બધી એવી બીમારીઓ છે જે લોહીની વિસંગતતા કારણભૂત સાબિત થાય છે. જેમાં ઘણી વાર લોહી જામી જવાની સમસ્યા સારું થાય છે. તમને જણાવી દઈએ કે લોહી જામી જવું એ અનેક પ્રકારની ગંભીર બીમારીઓને વધારી શકે છે.
આનાથી હાર્ટએટેક અને બ્રેન સ્ટ્રોક વગેરેનું જોખમ વધી જાય છે. જેના કારણે શરીરને સ્વસ્થ રાખવું હોય લોહી પાતળું રહેવું ખુબજ જરૂરી છે. શરીરમાં કોઈ જગ્યાએ ઘા કે ઈજાની સ્થિતિમાં લોહીનું ગંઠાવું ખુબજ જરૂરી છે, કારણ કે તે શરીરમાંથી થતા વધુ રક્તસ્ત્રાવને રોકે છે, પરંતુ જયારે શરીરની અંદરની નસોમાં લોહી જામી જવાથી તે ઘણું ગંભીર બની શકે છે. આવી સમસ્યા વધારે પડતી થતી હોય તો ડોકટરની સલાહ અચૂક લેવી જોઈએ.
શરીરના દરેક ભાગમાં યોગ્ય રીતે કામ કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે. શરીરના દરેક ભાગમાં ઓક્સિજન પહોચાડવાનું કામ લોહી જ કરે છે. એવામાં લોહીનું જામી જવાથી અનેક સમસ્યા થઇ શકે છે. આજકાલ ના સમયમાં ઘણાં બધા લોકોમાં લોહી જામી જવાની સમસ્યા ખૂબજ સાંભળવા મળી રહી છે. અમે તમને કેટલાક એવા ઉપાય બતાવા જઈ રહ્યાં છીએ જેના દ્વારા તમે આ બધી સમસ્યાથી બચી શકો છો.
લોહી જામ થવાના લક્ષણ : જ્યારે આપણા શરીરમાં લોહી જામવા લાગે છે ત્યારે એવા ઘણા બધા લક્ષણનો અનુભવ થાય છે. જેમાં આંખમાં ઝાખું દેખાવવું, ચક્કર આવી જવા, વધારે માસિક રક્તસ્ત્રાવ થાય, ગઠિયો વા, સંધિવા, માથાનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર અને સ્કિનમાં ખંજવાળ થવી વગેરેનો સમાવેશ થાય છે.
ઘણા એવા પણ લોકો હોય છે જે લોહીને પાતળું કરવા માટે દવાઓ પણ લે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમે તમારી રોજિંદા જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવામાં આવે તો પણ લોહીને પાતળું કરી શકો છો. ચાલો આપણે જાણીએ લોહીને પાતળું કઈ રીતે કરવું તેના ઘરેલું ઉપાય વિષે.
હળદર : હળદરમાં એન્ટીઓક્સિડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો હોય છે. આ બ્લડ ક્લોટિગને રોકવામાં પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. અઠવાડિયામાં આશરે 2-3 વાર હળદર વાળુ દૂધ પીવું જોઈએ. કાચી હળદરનું સેવન પણ જામી ગયેલા લોહી ને પાતળુ કરવાનું કામ કરે છે. હળદરનું સેવન શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
લસણ : લસણમાં રહેલા એન્ટઓક્સીડેન્ટ ગુણધર્મો શરીરમાં જમા થયેલ ફ્રી રેડિકલને દૂર કરવાનું કામ કરે છે, જેથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને લોહીના પ્રવાહને સંતુલિત કરવાની સાથે લોહીને પાતળું કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. હ્રદયના રોગોની સમસ્યા હોય તેવા લોકોએ સવારે ઉઠીને ખાલી પેટ એક લસણની કળી ખાવી ખુબજ અમૃત સમાન છે. આનાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે.
આદુ : આદુ જાડું થઇ ગયેલ લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે. આદુની અંદર એસીટાઈલ સેલીસીટેડ એસીડ આવેલ હોય છે. જે સેલીસીટેડથી ઉત્પન્ન થાય છે. આ સ્ટ્રોકને રોકવા માટે ઉપયોગી થાય છે. આ આદુના નિયમિત સેવન કરવામાં આવે તો લોહીને પાતળું કરવા માટે પણ ખુબ જ ઉપયોગી છે.
કેપ્સીકમ મરચું : જે લોકો મસાલેદાર ખોરાક ખાવાના શોખીન હોય છે તેમને તો કેપ્સીકમ મરચુને ભોજનમાં ઉપયોગ કરવો. તેમાં વધારે પ્રમાણમાં સેલિસિલેટ લોહીને પાતળું કરવા ખુબ જ મદદરૂપ થાય છે. જે બ્લડ પ્રેશરને નિયત્રંણમાં રાખીને બ્લડ સર્કુલેશન કંટ્રોલ કરવા સાથે લોહીને પણ પાતળું કરે છે.
ફૂડ : લોહીને પાતળુ કરવા માટે જેમાં વધારે પ્રમાણમાં ફાઈબર મળી આવે તેવો ખોરાક ખાવો જોઈએ.. બ્રાઉન રાઇસ, મકાઇ, ગાજર, મૂળો, સફરજન, ઓટ્સ વગેરેનું સેવન કરો.
સવારે ઉઠીને ચાલવું : શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો જ્યારે સૂરજ ઉગે છે તે સમય ચાલવા જવું. સવારના સમયે શુદ્ધ વાતાવરણ અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે, જે આપના શરીર માટે ખૂબ ફાયદાકારક ગણાય છે. ઉંડો શ્વાસ લેવો, જેથી તમારા ફેફસાને વધારે પ્રમાણમાં ઓક્સિજન મળે છે, જેના લીધે શરીરનું બ્લડ સરક્યું લેસન યોગ્ય બની રહે છે. સવાર સવારમાં ચાલવાથી કરવાથી તમે આખો દિવસ ફ્રેશ અને તાજગી ભર્યો રહેશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.