આજનું જીવન એ પહેલાના જીવન કરતા એકદમ બદલાઈ ગયું છે. પહેલાનો માનવી ઓછામાં ઓછા 80 વર્ષ સુધી જીવી શકતો હતો જયારે અત્યારનો માનવી 65 વર્ષ જીવી શકે છે. અત્યારના માનવીનું જીવન 60 વર્ષનું થઇ ગયું છે.

આજના સમયમાં એક બીમારી છે ભયંકર રૂપ લઇ રહી છે. આ બીમારી નાની વયના લોકોથી લઈને મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે. આ બીમારી એટલે કે હદયરોગની હુમલો. આ બીમારી આજકાલ લોકો માં ખાસ જોવા મળે છે. આ બીમારીનો ભોગ મોટા ભાગે વધુ પડતા ચરબીવાળા ખોરાક અને બેઠાડું જીવન હોવાનું જોવા મળે છે.

હવે જાણીએ હદય રોગના હુમલા માટેના કેટલાક ઉપાયો વિષે: અત્યારના સમયની ગંભીર બીમારીઓથી બચવું હોય તો શારીરિક કસરત અને હલનચલન કરવું ખુબજ જરૂરી છે. હૃદયરોગ , બ્લડ પ્રેશર, ડાયાબીટીશ તથા મેદસ્વીતાથી બચવા માટે શારીરિક કસરત અને યોગા, પ્રાણાયામ ખુબજ જરૂરી છે.

એક એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે તંદુરસ્ત વ્યક્તિએ દર અઠવાડિયે કુલ 100 થી 160 મિનિટ મધ્યમ તીવ્રતાથી શારીરિક કસરત કરવી જોઈએ. કસરત કરવાથી શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સુધારે છે.

ઘણા ઓછા લોકો જાણે છે કે બદામ, પિસ્તા, અંજીર, તડબૂચ, કેળા, કાળી દ્રાક્ષ વગેરેમાંથી તાંબું મળે છે જે હદય રોગ નું રક્ષણ કરે છે. એક અનાનસ લઇ તેનો જ્યુસ બનાવી તે જ્યુસ માં ખાંડ ની ચાસણી બનાવી શરબત પીવાથી હદય ને બળ મળે છે.

જે લોકોને હદય રોગની સમસ્યા છે તેવા દર્દી એ એક ચમચી તલ ના તેલ માં ચાર લસણ ની કળી ને વાટીને ગરમ કરી ભોજન સાથે લેવાથી પેટ હળવું થાય છે અને ગેસ થતો નથી જેના લીધે હદય રોગ ના દર્દીને રાહત મળે છે. પીપળાના સૂકા ફળનો બારીક ભૂકો બનાવી 3 ટાઈમ લેવાથી પણ હદય રોગ માં ફાયદો થાય છે.

જો દૂધીને બાફવામાં આવે અને તેમાં મીઠું, ધાણાજીરું, હળદર અને જીરું નાખી હદય ના દર્દી ને આપવામાં આવે તો તેનાથી રાહત મળે છે. જયારે કોઈ માણસ વધુ પડતો ગુસ્સો કરે છે ત્યારે સી એકટિવ પ્રોટીન નામનું દ્રવ્ય ઉત્તપન્ન થાય છે જે કુદરતી રીતે હદય રોગ નો હુમલા નું સર્જન થાય છે.

રસોડામાં રહેલા લસણ માં તીવ્ર ગંધવાળું તેલ હોય છે જે કિડની, પેટના રોગો વગેરે જેવી બીમારીથી બચાવમાં મદદરૂપ થાય છે. લસણ ગેસ ને ઓછો કરે છે તેથી હદય પર દબાણ ઓછું થાય છે જેના કારણે હાર્ટ એટેકના હુમલાથી બચી શકાય છે.

જે લોકોને છાતીમાં દુખાવો થાય છે તેવા લોકોને દાડમના રસમાં સાકર ભેરવીને ખાવાથી છાતીમાં દુખાવો મટે છે. આદુ નો રસ અને પાણી એક સરખા ભાગે લઇને પીવાથી હદય રોગ મટે છે. પપૌયા ના પાન ની ચા બનાવી પીવાથી પણ હદય રોગ મટે છે. ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઈડ નામનું તત્વ હોવાથી લિપ્રોપ્રોટીન ની નકારાત્મક અસર ને અટકાવે છે ડાર્ક ચોકલેટ ખાવાથી પણ હદય રોગ મટે છે.

અરડૂસી ના આખા છોડ ને સૂકવીને ચૂર્ણ બનાવી સવાર બપોર સાંજ લેવાથી બ્લડપ્રેશર સાથે બીજા તમામ રોગો મટે છે. લવિંગ અને સાકર નું મિશ્રણ બનાવી, આ મિશ્રણને રોજ પાણી સાથે લેવાથી હદય રોગ ની સારવાર આપમેળે દૂર થાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *