એડીમાં થતા અસહ્ય દુખાવા દવા વગર જ સરળતાથી કઈ રીતે દૂર મટાડવા તેના વિશે જણાવીશું. સામાન્ય રીતે જેમને લાંબા સમય સુઘી સતત ઉભા રહીને કામ કરવાનું હોય છે તમને એડીમાં વઘારે દુખાવા રહેતા હોય છે.

જેમકે, શિક્ષકો, ઘરમાં કામ કરતી મહિલાઓ, ફેરિયાઓ, ઉભા ઉભા કામ કરતા મજુર વર્ગ ને સૌથી વધુ એડીમાં થતા દુખાવાની ફરિયાદ વધુ જોવા મળતી હોય છે. આ ઉપરાંત વધુ વજન હોવું, ઊંચી એડી વાળા સેન્ડલ પહેરવા ના કારણે પણ હીલમાં દુખવા થતા હોય છે.

એડીના દુખાવા થવાના કારણો: મોટાભાગે દરેક મહિલાઓ રસોડામાં પોતાના કામ પુરા કરવા માટે ઉભા પગે રહેતા હોય છે જેના કારણે શરીરનું આખું વજન પગની એડી પર આવી જતું હોય છે જેના કારણે પણ દુખાવાનો સામનો કરવો પડતો હોય છે.

એડીમાં વધારે પેઈન થવું તે વજન વધવાના કારણે પણ હોઈ શકે છે. જે પુરુષ કે મહિલાઓ નું વજન વધારે હોય તો અમુક સમય થયા પછી તેમને પગની એડીમાં દુખાવા થવાની સંભાવના ખુબ જ વધુ રહેતી હોય છે.

ઘણી વખત ઘણા એવા લોકો હોય છે જે વધુ ચાલતા હોય છે અથવા તો દોડતા હોય તો પણ હીલમાં દુખાવો થઈ શકે છે. આજના સમયમાં છોકરીઓ અને મહિલાઓમાં ઊંચી એડી પહેરવાના ખુબ જ શોખીન હોય છે જેના કારણે પણ પગની એડીમાં દુખાવાની સમસ્યા રહેતી હોય છે.

આ ઉપરાંત જેમના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વઘઘટ થતું હોય છે અથવા વધી જતું હોય તેવા લોકોને પણ આ સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે. માટે આ સમસ્યાથી છુટકાળો મેળવવા માટે યુરિક એસિડને કંટ્રોલમાં રાખવું જોઈએ. તો ચાલો જાણીએ પગની એડીમાં થતા દુખાવામાં રાહત મેળવવાના ઘરેલુ ઉપાય વિષે.

ઘરેલુ ઉપાય: આ માટે સૌથી પહેલા અડધી ચમચી હળદર અને અડઘી ચમચી મેથીનો પાવડર બંને મિક્સ કરીને સવારે નાસ્તો કર્યાના 30 મીનીટ પહેલા ફાકી મારીને ઉપરથી અડધો ગ્લાસ નવશેકું પાણી પી જવાનું છે,આ રીતે રાતે સુવાના 30 મિનિટ પહેલા અથવા ભોજન ના એક કલાક પછી આ બે વસ્તુની ફાકી મારીને પાણી પી જવાનું છે.

આ રીતે થોડા દિવસ કરવાથી શરીરમાં કોઈ પણ દુખાવો હોય, એડીમાં દુખાવો, ઘૂટણમાં દુખાવો થતો હોય તો તે પણ દૂર થઈ જશે આ ઉપરાંત શરીરમાં કેલ્શિયમની કમી હોય જે પછી અન્ય કોઈ કારણોથી એડીમાં દુખાવો હોય તો તે દુખાવાને કાબુમાં લાવી દુખાવામાં રાહત આપશે.

એડીમાં થતા દુખાવામાં સૌથી બેસ્ટ સરસવનું તેલ અને લવિંગનું તેલ છે. બંને માંથી કોઈ પણ એક તેલ લઈને 10 મિનિટ પગની એડીમાં માલિશ કરવાથી તાત્કાલિક રાહત મેળવી શકાય છે, આ ઉપરાંત શરીરના અન્ય કોઈ ભાગમાં દુખાવો થતો હોય તો આ તેલની માલિશ કરવાથી દુખાવામાં આરામ મળે છે.

પગની થતી એડીના દુખાવા રાહત મેળવવા માટે સૌથી પહેલા એક ડોલમાં પાણી ગરમ કરીને તેમાં ત્રણથી ચાર ચમચી સિંધાલુણ મીઠું નાખીને હલાવી લો, હવે પગની એડી ને પાણીમાં 10 મિનિટ સીધી ડુબાળી રાખો ત્યાર પછી બહાર નીકાળી લો, આમ કરવાથી પગની એડીમાં થતો દુખાવો પણ દૂર થઈ જશે અને ઉભા ઉભા શરીર જે થાક લાગ્યો હશે તે પણ દૂર થઈ જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *