દરેક વ્યક્તિ માટે શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખું આજના સમયમાં ખુબ જ જરૂરી છે, જો આપણે શારીરિક રીતે ફિટ અને હેલ્ધી રહીશું તો આપણે આખો દિવસ ગમે તેટલું કામ કરી શું તો પણ આપણે થાક નો અહેશાસ પણ થશે નહી.

પરંતુ આજના સમયમાં દરેક વ્યક્તિની જીવન જીવવાની જીવન શૈલી અલગ અલગ હોય છે તેવામાં અપને એવા કેટલાક ખોરાક ખાઈ લઈએ છીએ જેના કારણે આપણે અનેક બીમારીના શકંજામાં આવી જતા હોઈએ છીએ. તેવામાં આપણે જ્યારે એવી કેટલીક બીમારી થઇ જાય છે જે આપણે કાયમી રહેતી હોય છે.

જેના કારણે આપણા જીવનમાં ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. આપણે હંમેશા માટે સ્વસ્થ, હેલ્ધી અને નિરોગી રહેવબુ હોય તો આપણે આપણી રોજિંદ જીવન શૈલીમાં ઘણા બધા બદલાવવા પણ જરૂરી છે. જેથી આપણે માનસિક અને શારીરક તણાવમાંથી દૂર રહીશું.

આપણે હંમેશા સ્વસ્થ ને નિરોગી રહેવા માટે આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે સ્વસ્થ અને હેલ્ધી રહી શકશો. આ માટે તમારે રોજિંદા જીવનમાં એક મંત્ર નું ઉચ્ચારણ કરવાની છે જે તમને હંમેશા માટે શક્તિ પ્રદાન કરશે અને હંમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે. જો તમે સ્વસ્થ રહેવા ની આટલી ચાવીને અપનાવી લેશો તો કોઈ તમને સ્વસ્થ રહેવા માટે રોકી નહીં શકે.

શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે આપણે સવારે વહેલા ઉઠવાનું છે સવારે ઉગતા સૂર્ય સામે જોવાથી આપણું શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે છે. જે આપણા શરીરને અનેક રોગોથી બચાવી રાખે છે. જો તમે રોજર સવારે ઉઠવાની ટેવ ના હોય તો ટેવ પાડવી જોઈએ.

ત્યાર પછી સવારે બહાર ગાર્ડન માં ચાલવા જવાનું છે રોજે સવારે 25 મિનિટ ચાલવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. રોજે સવારે ચાલવાથી આપણે શુદ્ધ ઓક્સિજન પણ મળી રહેશે અને આપણા ફેફસા પણ ચોખા રહેશે જેથી શ્વાસ ચડવાની સમસ્યા અને અસ્થમાની જેવી ભયકંર બીમારીમાંથી બચાવી રાખશે.

સવારે ફાસ્ટ ચાલવાથી આપણા શરીરમાં પરસેવો થાય છે જેથી આપણા શરીરનો વધારાનો બધો જ કચરો દૂર થઈ જાય છે. જો તમારે વજન પણ કંટ્રોલમાં લાવવું હોય ઓ રોજે સવારે ચાલવું જોઈએ જેથી કેલરી બર્ન થશે અને વજન પણ કંટ્રોલમાં આવવા લાગશે.

આપણા શરીરમાં ઘણી બીમારી આપણી ખાવાની ખોટી આદતના કારણે થતી હોય છે માટે આપણે આપણી ખરાબ ખાવાની ટેવને સુધારવી જોઈએ આ માટે આપણે બહારના ચરબી યુક્ત ફાસ્ટ ફૂડ અને જંકફૂડ ખાવાના ટાળવા જોઈએ. જેથી આપણે સ્વસ્થ અને હેલ્ધી રહી શકીશું.

ઘ્યાનમાં રાખવું કે ભોજન પછી તરત જ ક્યારેય પાણી ના પીવું જોઈએ. જો તરત પાણી પીવનમાં આવે તો આપણી જઠરાગ્નિ મંદ પડવા લાગે છે જેથી આપણે ખાધેલ ખોરાક ઝડપથી પચાવી શકતા નથી. માટે ભોજન ને સારી રીતે પચાવવા માટે ભોજન કર્યાના 45 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ.

રાત્રીના ભોજન કર્યા પછી ક્યારેય સ્નાન ના કરવું જોઈએ. જો તમારે સ્નાન કરવું હોય તો ભોજન કર્યાના 2 થી ત્રણ કલાક પછી નાવા જવું જોઈએ. શરીરમાં ચામડીના રોગીથી બચવા માટે રોજે સ્નાન કરતી વખતે ગુપ્ત અંગોને બરાબર સાફ કરવા જોઈએ. જેથી ચામડીના રોગો ક્યારેય થશે નહીં.

રોજે સવારે તૈયાર થઈને મંદિરે જઈને મંદીમાં રહેલ ધંટ વગાડવાથી મન એકદમ શાંત રહે છે, અને મૂળ ફ્રેશ થઈ જાય છે. આ ઉપરાંત તમને તન, મન અને ધનનું સુખ પણ આપે છે. જો તમે રોજે માત્ર 10 મિનિટ એક શાંત જગ્યાએ બેસીને ૐ નામનું ઉચ્ચારણ કરશો તો શરીરની બધી જ્ઞાનેન્દ્રિય ખુલી જશે, જેથી મન શાંત થઈ જશે.

રોજે આ નામનું ઉચ્ચારણ ઘરેથી કરીને નિકળો તો કયારેય તમારું કોઈ પણ કામમાં અડચણ પણ નહીં અને અને ખુબ જ ઝડપથી કામ પૂરું પણ થઈ જશે. સાથે તમને સ્વસ્થ અને હેલ્ધી બનવી રાખવામાં પણ મદદ કરશે. શરીરમાં શારીરિક અને માનસિક બીમારી દૂર કરવા માટે રોજે પૂરતી ઊંઘ લેવી જોઈએ. જો તમે પણ સ્વસ્થ અને હેલ્ધી રહેવા માંગતા હોય તો એટલું જરૂર કરવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *