આપણે બઘા જાણીએ જ છીએ કે હેડકી અચાનક જ આવતી હોય છે. ઘણી વખત હેડકી આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે કોઈ આપણે યાદ કરે છે. પણ જયારે હેડકી આવે છે ત્યારે તે બંઘ થવાનું નામ નથી લેતી. જેથી ઘણા લોકો પરેશાન થઈ જાય છે.
અચાનક હેડકી આવવાના અનેક કારણો પણ હોઈ શકે છે. જેમ કે, વઘારે તીખું ખાધું હોય, ગરમ ખાધું હોય તો હેડકી આવી શકે છે. અચાનક જ આવતી હેડકીને દૂર કરવાના કેટલાક ઉપાય જણાવીશું. તે ઉપાય અપનાવશો તો હેડકી તરત જ બંઘ થઈ જશે.
થોડા સેકન્ડ શ્વાસ ઊંડો ખેંચવો: આ ખુબ જ આસાન ઉપાય છે. માટે જયારે હેડકી આવે ત્યારે નીચે બેસીને ઊંડો શ્વાસ લેવો, શ્વાસ ને થોડી વાર રોકી રાખવો. જેથી હવા સીઘી અંદર જાય અને અચાનક આવતી હેડકી બંઘ થઈ જાય છે.
જીભને બહાર કાઢો: જયારે પણ હેકડી આવે તે સમયે જીભને બહાર નીકાળો. કારણકે જયારે હેડકી આવે છે ત્યારે જીભ બહાર કાઠવાથી ગાળાનો ભાગ ખુલી જાય છે જેના કારણે હેડકી તરત જ બંઘ થઈ જાય છે. આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.
ખાંડનું સેવન કરો: અચાનક જ આવૈ જતી હેડકીને દૂર કરવા માટે ખાંડ ખુબ જ ઉપયોગી છે. માટે જયારે હેડકી ચાલુ થઈ જાય ત્યારે તરત જ ખાંડ મોઠામાં નાખી દો. હેડકી પલક જપકતા જ બંઘ થઈ જશે.
ઘ્યાન ભટકાવું: જયારે અચાનક હેડકી આવે છે ત્યારે કોઈ પણ વસ્તુને હાથમાં પકડીને દબાવવી અથવા કોઈ પણ કામમાં વ્યસ્ત થઈ જવું. જેથી ઘ્યાન બીજે જવાથી હેડકી બંઘ થઈ જાય છે.
પાણી પીવો: પાણીને મોમાં ભરી દેવું અને મોં ને થોડી વાર બંઘ રહેવા દેવું. ત્યારબાદ તે પાણીને પી જવું. આમ 2 વાર કરવાથી હેડકી તરત જ બંઘ થઈ જશે. આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે
મઘ: મઘનું સેવનથી પણ હેડકી રોકી શકાય છે. આ એક ઉત્તમ ઉપાય છે. માટે જયારે હેડકી આવે ત્યારે 1 ચમચી મઘનું સેવન કરવામાં આવે તો અચાનક આવતી હેડકી તરત જ બંઘ થઈ જાય છે.
જો તમને પણ અચાનક જ હેડકી આવતી હોય તો તમે પણ આમાંથી કોઈ પણ ઉપાય અજમાવશો તો તમને તરત જ રાહત મળશે. આ ઉપાય એકદમ સરળ છે. માટે તમે આસાનીથી કરી શકશો.