આમ તો સામાન્ય રીતે વ્યક્તિનું બ્લડપ્રેશર 120/80 જ હોવું જોઈએ. જો શરીરમાં બ્લડપ્રેશર 120/80 વધી જાય તો તેને હાઈપરટેંશન અથવા તો હાઈ બ્લડપ્રેશર બઘી થઈ ગયું હોય તેવું માનવામાં આવે છે.
આવી પરિસ્થતિમાં વ્યક્તિએ બ્લડપ્રેશર ને કંટ્રોલ કરવા માટે દવા વગર જ ઘણા બધા પ્રયોગો કરી શકાય છે. આજના સમયમાં મોટાભાગના ઘણા લોકો હાઈ બ્લડપ્રેશર ની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. બ્લડપ્રેશર ની સમસ્યા વૃદ્ધ લોકો કરતા યુવાઓમાં વધુ જોવા મળી રહી છે.
જો તમને હાઈ બ્લડપ્રેશર ની તકલીફ થાય તો કિડની ખરાબ થવી,હાર્ટ અટેક આવવું, બ્રેન સ્ટોક જેવી અન્ય બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આ માટે બ્લડપ્રેશર ને કંટ્રોલમાં કરવી ખુબ જ આવશ્યક છે.
જો તમે હાઈ બ્લડપ્રેશર છે તો તમે રોજે એક ચમચી અળસીનું સેવન કરી શકો છો. આ સિવાય તમે અળસીનો પાવડર બનાવીને તેને ફાકી ઉપરથી પાણી પી શકો છો, જો તમે અળસીનો ઉપયોગ આ રીતે કરશો ટોતો હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે.
અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાયબર, પ્રોટીન, કેલ્શિયમ,પોટેશિયમ, વિટામિન-બી6, વિટામિન-બી1, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. અળસીમાં મળી આવતા આ પોષક તત્વો હાઈ બ્લડપ્રેશર કંટ્રૉક કંટ્રોલ કરવાની સાથે કેન્સરના વધતા કોષો રોકવા અને વજન ને ઓછું કરવામાં પણ મદદ કરે છે.
તે વાળ ના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમાં મળી આવતું પોટેશિયમ તત્વ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આયુર્વેદિક પદ્ધતિ અનુસાર અળસી શરીરને નિરોગી રાખવામાં પણ મદદ કરે છે,
જો તમે રોજે બપોરનું ભોજન કર્યા પછી રોજે એક ચમચી અળસીનું સેવન કરો છો તો હંમેશા માટે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે, આ ઉપરાંત ભોજન પછી અળસી ખાવાથી ખોરાક ને સરળતાથી પચાવામાં મદદ મેળવી શકાય છે. જેથી પેટમાં ચરબી પણ વઘશે નહીં અને વજન પણ કંટ્રોલમાં રહેશે.
અળસીમાં સારી માત્રામાં આયર્ન નો સ્ત્રોત મળી આવે છે જે લોહીની માત્રામાં વઘારો કરે છે, જો તમે અવાર નવાર બ્લડપ્રેશર વઘી જતું હોય તો રોજે એક ચમચી જ અળસી ખાવી જોઈએ. જે બ્લડપ્રેશર ને નિયત્રંણમાં રાખશે.
તેમાં સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જે શરીરમાં કેલ્શિયમની કમીને પૂરી કરે છે અને હાડકાને મજબૂત બનાવે છે.