હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય બીમારી છે, જેને હાયપરટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, લગભગ 1.13 અબજ લોકો આ બીમારીથી પીડિત છે. આ સાથે જ, દર 5માંથી 4 દર્દીઓને હાઈ બીપીની સમસ્યા હોય છે .

હાઈ બ્લડ પ્રેશર શું છે? સીડીસી અનુસાર , જે પ્રેશરથી લોહી ધમનીઓમાંથી પસાર થાય છે તેને બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. જ્યારે આ દબાણનું સ્તર 120/80 mmHg કરતાં વધી જાય, ત્યારે હાયપરટેન્શન રચાય છે. આ રોગથી 4 અંગોને ઘણું નુકસાન થાય છે.

સામાન્ય રીતે હાઈ બીપીની સમસ્યા વૃદ્ધોમાં જોવા મળે છે, પરંતુ તે વૃદ્ધાવસ્થા પહેલા જ શરીરના અંગોને નુકસાન પહોંચાડે છે. તો આવો જાણીએ તેના ગંભીર જોખમો વિશે.

~

હૃદયને નુકસાન પહોંચાડે છે : ​Pubmed પર પ્રકાશિત સંશોધન મુજબ , હાઈ બ્લડ પ્રેશર હૃદયને નુકસાન પહોંચાડે છે. આ સ્થિતિ હૃદયનું કામ ભારે બનાવે છે અને હૃદય પર વધુ પડતા દબાણને કારણે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને અચાનક કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે.

હાઈ બીપીથી કિડને જોખમ : સંશોધન મુજબ હાઈપરટેન્શન કિડનીને પણ નુકસાન પહોંચાડે છે . કારણ કે હાઈ બીપીને કારણે કિડનીની નસો નબળી પડી જાય છે અને તેની કાર્યક્ષમતા ઘટી જાય છે. ધીમે ધીમે આ સમસ્યા કિડનીને નુકસાન પહોંચાડે છે.

~

દર્દી અંધ થઇ શકે છે : જ્યારે હાઈ બ્લડ પ્રેશર આંખના રેટિનામાં ચેતાને નુકસાન પહોંચાડે છે, ત્યારે તે આંખની અંદર રક્તસ્રાવ, અસ્પષ્ટ દ્રષ્ટિ અને સંપૂર્ણ અંધત્વ તરફ દોરી શકે છે. હાઈ બીપી સાથે ડાયાબિટીસ થવાથી આ જોખમ વધી જાય છે.

હાઈ બીપીથી મગજને બચાવો : હાઈ બીપીને કારણે હૃદય, કિડની અને આંખો ઉપરાંત મગજની નસોને પણ નુકસાન થાય છે. જેના કારણે મગજમાં બ્લડ ક્લોટ જામી શકે છે અને સ્ટ્રોકનો ખતરો રહે છે.

આ ખોરાક ખાવાથી હાઈ બીપીને નિયંત્રિત કરી શકાય છે : હેલ્થલાઈન અનુસાર, આહારમાં આ ખોરાકનો સમાવેશ કરવાથી હાઈપરટેન્શનની બીમારીને તરત જ નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. તો આવો જાણીએ આ વસ્તુઓ વિષે.

સાઇટ્રસ ફળ, સૅલ્મોન માછલી, કોળાં ના બીજ, કઠોળ અને દાળ, પિસ્તા, ગાજર, ટામેટાં, વગેરે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *