જે રીતે ગરમ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેજ રીતે હીંગનું પાણી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે, આ પાણી ભોજન પચાવવામાં મદદ કરવાની સાથે સાથે તે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. જે લોકોની પાચનશક્તિ નબળી છે તે લોકો માટે હીંગ પાચક સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
હિંગ ખોરાકનો સ્વાદ તો વધારે જ છે આ સાથે સાથે તેમાં રહેલા એન્ટી વાઈરલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી હિંગ પાવડર મિક્સ કરી સારી રીતે શેક કરી લો, ત્યારબાદ તેનું દિવસ દરમિયાન સેવન કરવું.
તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિષે. વજન ઘટાડે: હીંગનું પાણી પીવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે, નાઇટ્રોજન તમારા શરીરમાં વધારાની ચરબી જમા થવા દેતું નથી. આ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. હિંગ પાણી શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે જેનાથી હૃદય રોગ થતા બચે છે
કબજિયાતથી રાહત આપે: જે લોકોનું પેટ બરાબર સાફ થઈ રહ્યું નથી અને તમને કબજિયાતની ફરિયાદ વારંવાર રહે છે તે લોકો રાત્રે સૂતા પહેલા હિંગ પાણી પીવો. સવારે તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે.
ઠંડીથી રક્ષણ આપે છે: ઘણા લોકોને શિયાળો શરુ થતાંજ ઠંડી લાગે છે અને જો તમે પણ તેમાંથી એક છો તો હિંગનું પાણી પીવાનું શરુ કરો. આ પાણી પીવાથી તમારી શ્વસન સમસ્યાઓ દૂર થશે અને તમને ઠંડી અને શરદીથી બચી શકશો.
ભૂખ વધારે: ઘણા લોકોને આખો દિવસ દરમિયાન ખાવાનું ન આપો તો ચાલી જાય છે એટલે કે જે લોકોને ભૂખ નથી લહતી અથવા તો ઓછી લાગે છે, તો ખાતા પહેલા હિંગ શેકી લેવી અને તેને આદુ અને માખણ સાથે ખાવી. આમ કરવાથી તમારી ભૂખ વધારશે.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે : જે લોકોને ડાયાબિટીસ છે તે લોકોએ દરરોજ એક ચપટી હિંગ નવશેકા પાણીમાં પીવું જોઈએ.આ તમારા સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે જેથી તમને ખુબજ ફાયદો થાય છે.
પીરિયડની પીડામાંથી રાહત: છોકરીઓ પીરિયડ્સમાં ઘણી વખત તીવ્ર પીડા અનુભવે છે, આવી સ્થિતિમાં, પીડામાંથી આરામ મેળવવા માટે હિંગ પાણી પી શકો છો.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.