અત્યારના સમયમાં ઘણા લોકોને એસિડિટી ની સમસ્યા થતી હોય છે. જેના કારણે પેટમાં બળતરા, પેટમાં ચાંદા પડવા, છાતીમાં દુખાવું, પેટમાં દુખાવો થતો હોય છે. એસીડીટી થવાના ઘણા બઘા કારણો હોઈ શકે છે.
જેમ કે વઘારે તીખું, તરેલું, કોઈ પણ સમયે ખાઈ લેવું, વઘારે પડતો સ્ટ્રેશ, તણાવ, બહારના ફાસ્ટફૂડ ખાવથી એસીડીટીની સમસ્યા થઈ શકે છે. ઘણા લોકોને વઘારે તીખું કે તરેલું ખાવાની આદત હોય છે તેમને એસીડીટી થવાની શક્યતા વઘારે હોય છે.
આજે આ આર્ટિકલમાં એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી એસિડિટીમાંથી છુટકાળો મેળવી શકશો. અમે જે ટિપ્સ વિશે માહિતી આપીશું તે દરેક વસ્તુ આસાનીથી મળી રહેશે. તો ચાલો જાણીએ તે વસ્તુ વિશે વધુ માહિતી.
1.આદુ અને લીંબુના રસનું સેવન: એસિડિટીમાં આદું અને લીંબુ ખુબ જ અસરકારક સાબિત થશે. માટે સોટી પહેલા આદુનો અને લીંબુનો એક-એક ચમચી જેટલો રસ કાઠી લેવો. ત્યાર પછી બંને ને મિક્સ કરીને તેમાં ચપટી સંચર નાખીને જમ્યાના 30 મિનિટ પછી સેવન કરવું. એક મહિના સુઘી આ રસનું સેવન કરશો તો એસિડિટીથી કાયમ માટે છુટકાળો મળી જશે.
2.દુઘનું સેવન: દૂઘ માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ આવેલ છે. જે એસીડીટીની સમસ્યા દૂર કરવામાં મદદ કરશે. જો તમને પેટમાં દુખાવો, કે બળતરા જેવી સમસ્યા થાય ત્યારે એક ગ્લાસ ઠંડા દૂઘનું સેવન કરવું જોઈએ. આ ઉપાય એસિડિટીમાં ખુબ જ અસરકારક સાબિત થશે.
3.કેળાનું સેવન: કેળાનું સેવન કરવાથી પેટમાં થતી બળતરામાં તરત જ રાહત આપવામાં મદદ કરે છે.
કેળા માં કેલ્શિયમ અને નેચરલી એન્ટાસિડ આવેલ છે. જે એસીડીટીની સમસ્યા દૂર કરવામાં મદદ કરશે. માટે નિયમિત કેળાનું સેવન કરવું જોઈએ.
4.વરિયાળીનું સેવન: વરિયાળી ખાવાની આદત રાખવી જોઈએ. જેથી એસીડીટીની સમસ્યા થશે જ નહિ. માટે દરરોજ જમ્યા પછી વરિયાળી ખાવી જેથી એસીડીટી માં રાહત રહે શરીરને ઠંડક આપે છે. પેટને સાફ રાખવામાં મદદ કરે છે.
5.આમળાનું સેવન: આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-સી મળી આવે છે. જેથી પેટમાં થતો દુખાવો, અથવા પેટને લગતી અનેક સમસ્યા માં રાહત આપવામાં મદદ કરે છે. આ ઉપરાંત દરરોજ આમળાનું સેવન કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ, કરચલી ને દૂર કરીને ચહેરાને સુંદર બનાવવામાં મદદ કરે છે.
જો કોઈ પણ વ્યક્તિને એસિડિટીને સમસ્યા હોય તેમને ખાસ આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત જેમને એસીડીટીની સમસ્યા ના હોય તેમને દરરોજ જમ્યા પછી વરિયાળી ખાવાની આદત પાડવી જોઈએ જેથી એસીડીટીની સમસ્યા ક્યારેય થશે નહિ.