આજના આધુનિક યુગમાં મોટાભાગે દરેક વ્યક્તિ ભાગદોડ ભર્યા જીવનમાં જીવી રહ્યા છે, તેવામાં આપણે ઘણા લોકોનું જીવન બેઠાળુ હોય છે અને ઘણા લોકો નું જીવન ખુબ જ મજૂરી વાળું એટલેકે ઉભા પગે કરવું પડતું હોય છે, જેમાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે.
તેવામાં કમરના દુખાવા થવાનું થવાનું જોખમ ખુબ જ વધુ હોય છે, તેવામાં આપણે કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી કમરના દુખાવામાં ખુબ જ આસાનીથી રાહત મેળવી શકીશું. ઘણા લોકો સંધિવા અને વા ની સમસ્યાથી પણ ખુબ જ પીડાઈ રહ્યા હોય છે, તેમાં પણ ઘરેલુ ઉપાય ખુબ જ ફાયદાકારક છે.
શરીરમાં થતા કમરના દુખાવા, વા, અને સંધિવા થવાના ઘણા કારણો થી થતા હોય છે, ખાસ કરીને વધારે ખાટા, તીખા, ઉષ્ણ પદાર્થો, માંસ વગેરે ખોરાક ખાવાથી આ સમસ્યા ઉદ્ભવી શકે છે, આ ઉપરાંત આ સમસ્યામાં ઢીંચણ, કમર, ખભો, હાથ પગ ના દુખાવા રહેતા હોય છે.
આપણા શરીર માં કોઈ પણ સમસ્યા થાય તેનું નિરાકરણ માટે કેટલાક દેશી ઘરેલુ ઉપચાર ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે, આ માટે આજે અમે તમને વા, સંધિવા અને કમરના દુખાવાને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું.
વા ની બીમારી ઘણા લોકોમાં જોવા મળતી હોય છે જેને દૂર કરવા માટે અરડૂસી અને ગોળ બંનેની પીસીને તેનો રસ નીકાળો અને તે રસ દિવસ માં એક વખત પીવાથી વા ની બીમારી દૂર થઈ જાય છે. સૂરવાળી હરડેનું ચૂર્ણ અને ગોળને સાથે ખાવાથી વા ની બીમારીમાં પણ રાહત મળે છે.
સંધિવા અને કમરની બીમારીમાં કડવો લીમડો ખુબ ફાયદાકારક છે. માટે કડવા લીમડાના પાનનો રસ નીકાળો અને તેને ગાયના દૂધ માં મિક્સ કરીને પીવાથી સંધિવા અને કમરના દુખાવા ખુબ જ ઝડપથી રાહત મેળવી શકાય છે.
લીમડામાંથી બનાવેલું તેલ નો ઉપયોગ કરવાથી વા મારી જાય છે. આ માટે લીમડાના તેલની માલિશ દિવસમાં બે વખત કરવાથી વા ના કારણે થતા દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત થાય છે.
સંધિવામાં જાયફળ ખુબ જ અસરકારક છે. જો જાયફળને સરસિયાના તેલમાં મિક્સ કરી માલિસ કરવાથી ગમે તેવા જકડાઈ ગયેલા સાંઘા છૂટા પડી જાય છે અને સંધિવા મટી જાય છે. આ ઉપરાંત ખજૂરની 4-5 પેશીનો ઉકાળો કરી, તેમાં એક ચમચી મેથી નાખી પીવાથી કમરનો દુખાવો સાવ દૂર કરે છે.
ઘણા લોકોને શરીરના અમુક અંગો માં ખુબ જ વારે વારે કળતર થતી હોય છે. તેવામાં સવાર અને સાંજ વાટેલા આંબળાનું ચૂર્ણ પાણી સાથે ફાકી જવાનું છે અને થોડી વાર પછી દૂઘમાં ઈલાયચી નાખી ગરમ કરેલું દૂધ પીવાથી ખુબ જ ઝડપથી કળતર માં રાહત થાય છે.
કમરના દુખાવામાં 100 ગ્રામ અજમાનું ચૂર્ણ, 100 ગ્રામ ગોળ એક સાથે મિક્સ કરી દો અને પછી દરરોજ સવાર અને સાંજ અડઘી ચમચી ચૂર્ણ રોજ લેવાનું છે જેથી કમરના દુખાવામાં જલ્દી રાહત મળે છે.