મોટાભાગે ઋતુમાં બદલાવ થવાના કારણે ઘણા વાયરલ ઈન્ફેક્શન થતા હોય છે. ઘણા લોકોને શરદી, ખાંસી, ગળામાં કફ જામી જવો, છાતીમાં કફ જામી જવા જેવી સમસ્યા રહેતી હોય છે. હાલમાં ચાલી રહેલ શિયાળાની ઋતુમાં આ સમસ્યા વધુ થતી હોય છે.
માટે આજે અમે તમને એવા કેટલાક ઘરગથ્થુ દેશી ઉપાય જણાવીશું જે ગમે તેવા જીદી કફને બહાર કાઢશે. જો શરીરમાં ઈમ્યુનિટી નબળી હોય તો આ ઉપાયનો ઉપયોગ કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
આ ઉપાયનો ઉપયોગ કરવા માટે દરેક વસ્તુ રસોડામાં સરળતાથી મળી રહેશે. તો ચાલો જાણીએ ઉપાય વિષે વધુ માહિતી. પહેલો ઉપાય: ડુંગળીનો ઉકાળો બનાવીને સવાર અને સાંજે પીવાથી ગળામાં જામેલ કફ અથવા છાતીમાં જામેલ કફને ગળફા વાટે બહાર નીકાળી દેશે. કફને દૂર કરવા માટે ડુંગળીનો ઉકાળો ખુબ જ અસરકારક સાબિત થશે.
બીજો ઉપાય: દિવસમાં ત્રણ વખત અડઘી-અડઘી ચમચી મઘનું સેવન કરવાનું છે. મધનું સેવન કરવાથી સરળતાથી કફ છૂટો પડે છે. મધનું સેવન કર્યા પછી એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરવાનું છે. જે કફને સરતાથી નીકાળી દેશે અને જો દરરોજ તેનું સેવન કરવામાં આવે તો વજન પણ ઘટાડી શકાય છે.
ત્રીજો ઉપાય: સૌથી પહેલા એક ચમચી આદુનો રસ કાઠી લો, તેમાં અડઘી ચમચી મઘ મિક્સ કરી લો. ત્યાર પછી તે મિક્ષણને સવારે અને રાત્રે પી જવાનું છે. આ મિક્ષણનું સેવન કરવાથી ગળા જામેલ કફ અને છાતીમાં જામેલ કફને છૂટો કરે છે. આ ઉપરાંત શરદી ખાંસીમાં રાહત આપે છે.
ચોથો ઉપાય: એક કપ દૂઘમાં એક ચમચી હળદર, એક ચપટી મીઠું અને એક ચપટી જેટલો દેશી ગોળને મિક્સ કરીને ગરમ કરીને ઉકાળી લો, ત્યાર પછી તેને પીંજાઓ. આ પીણાને રાત્રે સુતા પહેલા પીવાથી શરદી, ખાંસી, ગળામાં જામેલ જીદી કફ બધું દૂર થઈ જશે.
પાંચમો ઉપાય: સૌથી પહેલા એક મુઠી શેકેલા ચણા લઈલો, તે ચણાને રાત્રે સુતા પહેલા ખાઈ લેવા, ત્યાર પછી એક વાટકી દૂઘને ગરમ કરીને પી જવાનું છે. આમ કરવાથી શ્વાસ નળીમાં ભરાયેલ કફ છૂટો પડે છે. આ ઉપરાંત શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વઘારે છે. આમ કરવાથી બે જ દિવસમાં જામેલ કફ દૂર થશે.
છઠ્ઠો ઉપાય: દિવસમાં બે વખત સવારે અને સાંજે બંને ટાઈમ ત્રણ થી ચાર ખજૂર ખાવાના છે. ત્યાર પછી એક ગ્લાસ પાણીને ગરમ કરીને પીવાનું છે. આમ કરવાથી ગળામાં જામેલ કફ ઘીરે ઘીરે બહાર નીકળી જશે. આ ઉપાય સવાર અને સાંજ બંને ટાઈમ કરવો અને આ ઉપાય બે જ દિવસ કરવાથી ગમે તેવો કફ હોય તે બહાર નીકળી જશે.
સાતમો ઉપાય: બે નંગ ઈલાયચી, એક ચપટી સીંઘાલું મીઠું, અડઘી ચમચી ઘી, અડઘી ચમચી મઘ બઘાને મિક્સ કરી ને પેસ્ટ તૈયાર કરો. પછી રાત્રે સુતા પહેલા આ પેસ્ટને ખાઈ લેવાથી કફ છૂટો પડે છે. આ ઉપરાંત શરદી, ખાંસીમાં પણ રાહત મળે છે.
આ ઉપાયોના ઉપયોગ કરવાથી ગળામાં જામેલ જીદી કફ, ફેફસામાં જામેલ કફ, છાતીમાં જામેલ કફને પણ દૂર કરે છે. આ ઉપરાંત શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને અનેક રોગથી બચાવવામાં મદદ કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.
Very good
Useful and beneficial to all
Continue messaging
Thanks a lot
– KIRIT R SHAH