વાતાવરણ અને ઋતુમાં ફેરફાર થવાના કારણે આપણે બીમાર પડી જઈએ છીએ. અત્યારે ચાલી રહેલ શિયાળાની ઋતુમાં મોટા ભાગે દરેક વ્યક્તિ વાયરલ ઈન્ફેક્શનનો શિકાર થઈ શકે છે.

ઋતુમાં ફેરફાર થવાના કારણે શરદી અને ખાંસી જેવી બીમારીનું જોખમ પણ વઘી જાય છે. માટે ઋતુ બદલાતા આપણા સ્વાસ્થ્ય ને અનુકૂળ આવે તેવા આહારને દિનચર્યામાં સમાવેશ કરવો જોઈએ.

ઠંડીની ઋતુમાં ઘણા લોકોને સૂકી ઉઘરસ થઈ જતી હોય છે. જે જલ્દી મટવાનું નામ નથી લેતી. જેથી તે વ્યક્તિ ખુબ જ પરેશાન થઈ જાય છે આ ઉપરાંત તેમની આસપાસ રહેતા વ્યકતિને પણ પરેશાની નો સામનો કરવો પડતો હોય છે.

સૂકી ઉઘરસને મટાડવા માટે ઘણા લોકો દવા લાવે છે તેમ છતાં પણ કંઈ ફેર પડતો નથી. માટે આજે અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમે સૂકી ઉઘરસને મટાડી શકો છો.

આદુંવાળી ચા: સૂકી ઉધરસ માટે આદુ વાળી ચાનું સેવન કરવું ફાયદાકારક છે. શિયાળામાં જો તમે સૂકી ઉઘરસથી પરેશાન થઈ ગયા છો તો તમારે દિવસમાં બે વાર આદુંવાળી ચાનું સેવન કરવું જોઈએ. જેથી ઝડપથી સૂકી ઉઘરસમાં રાહત મળશે અને ઘીરે ઘીરે મટી જશે.

મઘ અને કાળામરી: સૂકી ઉઘરસને ઝડપથી મટાડવા માટે સૌથી પહેલા એક ચમચી મઘ અને એક ચપટી કાળામરી પાવડર મિક્સ કરીને પી જવું. આ ઉપાય સવારે અને રાત્રે સુતા પહેલા કરવાથી સૂકી ઉઘરસ મટે છે. આ ઉપાયનો ઉપયોગ કર્યા પછી એક સુઘી પાણી ના પીવું જોઈએ.

તુલસી: આયુર્વેદિક ઓષઘીમાં તુલસીને ઉત્તમ માનવામાં આવે છે. તુલસી અનેક રોગને મટાડવા માટે કારગર છે. સૂકી ઉઘરસને મટાડવા માટે 5 તુલસીના પાન, એક ચપટી કાળામરી પાવડર અને થોડું આદું મિક્સ કરીને પીસીને પેસ્ટ તૈયાર કરો.

આ પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેમ અડઘી મઘ મિક્સ કરીને ખાઈ સવારે અને સાંજે સેવન કરી લો. આ ઉપાયનો ઉપયોગ કર્યા પછી તરત પાણીનું સેવન ના કરવું જોઈએ.આ ઉપાય સૂકી ઉઘરસને દૂર કરવા માટે ખુબજ અસરકારક સાબિત થશે.

લવિંગ: સૂકી ઉઘરસમાં રાહત મેળવવા માટે લવિંગ ફાયદાકારક છે. સૂકી ઉઘરસ મટાડવા લાવીને શેકીને તેને મોમાં રાખવા ની છે અને એક કલાક પછી તે લાવીને ચાવીને ખાઈ જવાની છે. આમ કરવાથી સૂકી ઉધરસ માં રાહત મળશે. આ ઉપાય સવારે, બપોરે અને સાંજે એક – એક લવિંગ શેકીને ખાવાના છે. આ ઉપાય માત્ર બે થી દિવસ કરવાથી સૂકી ઉઘરસમાં રાહત મળશે અને ઝડપથી મટી જશે.

અમે જણાવેલ ઉપાય સૂકી ઉઘરસમાં રાહત મેળવવા અને મટાડવા માટે ખુબ જ અસરકારક સાબિત થશે. આ ઉપાયનો ઉપયોગ કર્યા પછી પાણીનું સેવન એક કલાક સુઘી ના કરવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *