આજના સમયમાં ઘણા લોકો પથરીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આપણી અસ્ત વ્યસ્ત ખાણી-પીણીના કારણે આપણે બીમારીના શિકાર પણ થઈ જઈએ છીએ. પથરીની સમસ્યા હાલમાં નાની મોટી દરેક વ્યક્તિને થઈ શકે છે.
પથરીને સ્ટોન ના નામે ઓળખવામાં આવે છે. જયારે પથરીનો દુખાવો થાય છે ત્યારે તે દુખાવો ખુબ જ અસહ્ય હોય છે. જો પથરીની સમસ્યા હોય અને તેનો સમયસર ઈલાજ ના કરવામાં આવે તો તે કિડનીને પણ નુકશાન પહોંચાડી શકે છે.
આજે અમે આ લેખમાં એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી પથરીની સમસ્યામાં રાહત મેળવી શકાશે. આ ઉપાય ખુબ જ સરળ છે.
ડુંગળીનો રસ: ડુંગળીનો રસ કાઢીને તેમાં ખાંડ મિક્સ કરીને સવારે ખાલી પેટ પીવાથી પથરીના નાના – નાના ટુકડા થઈ જશે. ત્યાર પછી તે ટુકડા મૂત્રાશય મારફતે બહાર નીકળી જશે. જો તમને પથરીની સમસ્યા હોય આ રસનું સેવન કરવાથી રાહત મેળવી શકાય છે.
નારિયેળ પાણી: પથરીની સમસ્યામાં નારિયેળ પાણી ખુબ જ અસરકારક રહેશે. નારિયેળ પાણીમાં એન્ટી-લિથોજેનિક નામનું તત્વ મળી આવે છે. જે પથરીના દુખાવામાં રાહત આપવામાં મદદ કરશે.
નારિયેળમાં ફાયબરનું પ્રમાણ વધુ હોય છે. માટે પથરીની સમસ્યા માં નારિયેળ પાણીનું સેવન નિયમિત કરવાથી નાની પથરી હશે એ મૂત્ર માર્ગ મારફતે બહાર નીકળી જશે. નારિયેળ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
હર્બલ ચા: પથરીમાં થઈ રહેલ દુખાવામાં રાહત મેળવવા માટે હર્બલ ટીનુ સેવન કરવું યોગ્ય માનવામાં આવે છે. માટે જો તમે સવારે અને સાંજે થોડા દિવસ હર્બલ ટીનુ સેવન કરશો તો પાથરીને વધતી અટકાવશે અને દુખાવામાં રાહત આપશે.
લીંબુ પાણી: લીંબુ પાણી આપણા આરોગ્ય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત પથરીમાં થઈ રહેલ દુખાવામાં રાહત મેળવવા અને પથરીને નીકાળવામાં પણ લીંબુ પાણીનું સેવન અસરકારક નીવડે છે. લીંબુમાં રહેલ તત્વોના કારણે તે પથરીના ટુકડા કરીને પેશાબ વાટે બહાર નીકાળવામાં મદદ કરે છે.
તુલસી પાન: તુલસીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વો મળી આવે છે. જે યુરિક એસિડના સ્તરને નિયંત્રણમાં લાવવામાં મદદ કરે છે. જેથી પથરીમાં થઈ રહેલ દુખાવામાં રાહત મેળવી શકાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.