આપણે બઘા જાણીએ છીએ કે આપણા શરીરને ખોરાકની ખુબ જ જરૂર હોય છે. કારણકે ખોરાક શરીરને ભરપૂર ઉર્જા મળી રહે છે. માટે આપણા શરીર પાચન ક્રિયા યોગ્ય અને સારી હોવી ખુબ જ જરૂરી છે. જેથી આપણું પાચનતંત્ર સારી રીતે કામ કરી શકે.
પાચન તંત્રને યોગ્ય અને સારું રાખવા માટે આપણું મોટું આંતરડું સ્વસ્થ રહે તે ખુબ જ જરૂરી છે. જો તમે શરીરને સ્વસ્થ રાખવા માટે બહારથી જેટલું સ્વસ્થ રાખો છો તેવી જ રીતે શરીરને અંદરથી સ્વસ્થ અને સાફ રાખવું પણ ખુબ જ જરૂરી છે. જો આપણા આંતરડા સાફ રહેશે તો આપણી પાચનશક્તિ પણ મજબૂત થશે.
આંતરડામાં જામેલા ઝેરી તત્વોને બહાર નીકાળવા ખુબ જ જરૂરી છે. જો મૂળભૂત રીતે આપણું આંતરડું સ્વચ્છ રહેશે તો પાંચનક્રિયામાં સુઘારો થશે જેના કારણે કબજિયાત જેવી સમસ્યા પણ દૂર રહેશે. માટે જો તમારે આંતરડાને કુદરતી રીતે સાફ કરવા હોય તો તેના માટે આજે અમને તમને કેટલાક સરળ ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરવાથી આંતરડા કાચ જેવા ચોખા રહેશે.
મીઠા પાણીનું સેવન: આપણા શરીરના આંતરડાને સાફ રાખવા હોય તો કબજિયાત કે પેટને લગતી અનેક સમસ્યા હોય તો તેને દૂર કરવું જોઈએ. આ માટે મીઠા વાળું પાણીનું સેવન કરવું જોઈએ. માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી મીઠી મિક્સ કરીને પી જવું. આ પાણી પૈવાથી આંતરડામાં જામેલ મળ પણ છૂટો પડશે.
આ ઉપરાંત આંતરડામાં જામેલ ઝેરી તત્વો પણ બહાર નીકળી જશે. જેથી આંતરડા પણ કાચ જેવા ચોખા થઈ જશે. આ ઉપરાંત કબજિયાત કે પેટને લગતી અન્ય સમસ્યા પણ દૂર કરવામાં આ પાણી ખુબ જ અસરકારક સાબીત થશે.
શાકભાજીનું જ્યુસ: શાકભાજીનું જયુસ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારું માનવામાં આવે છે. શાકભાજીમાં ફાયબર, વિટામિન અને ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. શાકભાજીનું જ્યુસ પીવાથી આપણું આખું શરીર હાઈડ્રેટ રહે છે. આ જ્યૂસનું સેવન કરવાથી આપણા આંતરડા પણ સાફ રહે છે. આ ઉપરાંત પેટમાં જામેલ વધારા નો કચરો પણ દૂર થાય છે. શાકભાજીનો જ્યુસ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
હર્બલ ટી: હર્બલ ટી આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. તેનું સેવન કરવાથી આંતરડા સાફ થાય છે. આ ઉપરાંત મળને છૂટો પાડવામાં હર્બલ ટી ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. મળ છૂટી પડવાથી કાંચજીયાત ની સમસ્યા પણ દૂર થાય છે. આંતરડાને કાચ જેવા ચોખા બનાવવા માટે અઠવાડીયામાં ચાર દિવસ એક-એક કપ ગ્રીન ટી નુ સેવન કરવું જોઈએ. ગ્રીન-ટી આપણા સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી.
ફળોનું જ્યુસ: ઘણા બધા એવા ફળો છે જેમાં ફાયબર ભરપૂર માત્રામાં મળી આવે છે. જો આંતરડા ને ચોખા બનાવવા હોય તો ફળોના જ્યુસનું સેવન અઠવાડિયામાં બેઠી ત્રણ વખત કરવું. જેથી આંતરડામાં જામેલ મળને છૂટો પાડે છે. આ ઉપરાંત કબજિયાતને પણ દૂર કરે છે. જેથી પાચનક્રિયા સારી થાય છે.
જો તમારે આંતરડાને સાફ રાખવા હોય તો આ ઉપાય અપનાવજો. જેથી અનાંતરડામાં જામેલ ગમેતો માલ અને કચરો બહાર નીકળી જશે. આ ઉપરાંત કબજિયાત અને પેટને લગતી અનેક સમસ્યા પણ દૂર થઈ જશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.