અત્યારની ચાલી રહેલી જીવન શૈલીમાં ઘણા લોકોને ઘુંટણ, ખભો કે કાંડામાં કોઈ પણ જગ્યાએ સાંઘામાં દુખાવો થાય છે અને ઘણા લોકો સાંઘાના દુખાવાના કારણે ઘણી વખત દવાઓનું સેવન કરતા હોય છે.
વઘતી જતી ઉમર ના કારણે સાંઘા ના દુખાવા વઘી જતા હોય છે. આપણી રોજિંદા લાઈફ સ્ટાઈલમાં આપણે કસરત, ખાણી-પીણી અને ખોરાકમાં પોષક તત્વોના અભાવના કારણે પણ સાંઘાના દુખાવા થતા હોય છે.
માટે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી સાંઘાના દુખાવામાં ઝડપથી રાહત મળશે. તો ચાલો જાણીએ સાંઘાના દુખાવાથી મેળવવા ના ઘરેલુ ઉપાય વિશે.
1. સૂંઠ: સુકાયેલા આદું માંથી બનેલ આ સૂંઠ ઓષઘીય ગુણોથી ભરપૂર છે. સૂંઠનું સેવન ગઠિયાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરશે. આનું સેવન ગમે ત્યારે કરી શકાય છે. જો શરીરના કોઈ પણ અંગમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં સૂંઠ નાખીને પીવાથી દુખાવામાં રાહત થાય છે.
2.લસણ: સંઘીવામાં લસણ ખુબ જ ઉપયોગી છે. માટે સૂંઠ, સંચર, જીરું, હિંગ, કાળામરી અને 2થી 3 લસણ ની કળી ને મિક્સ કરીને એરંડીયુના તેલમાં નાખીને ગેસ પર શેકી દો. આ તૈયાર કરેલ પેસ્ટને સાંઘાના કોઈ પણ દુખાવા વાળા ભાગ પર લગવાથી દુખાવામાં રાહત મેળવી શકાય છે.
3. એરંડીયુંના તેલને ગરમ કરીને કોઈ પણ જગ્યાએ સોજો થયો હોય કે સાંઘામાં દુખાવા થતા હોય ત્યાં આ તેલથી માલિશ કરવાથી રાહત મળે છે અને સોજો દૂર થઈ જાય છે.
4. અજમાનું તેલ: આ તેલ સાંઘાના રાહત મેળવી શકાય છે. માટે 10 ગ્રામ, 10 ગ્રામ પીપળમેન્ટ તેલ અને 20 ગ્રામ કપૂર લઈને બઘાને એક બોટલમાં મિક્સ કરીને રાખો. ત્યારબાદ આ તેલથી માલિશ કરવાથી સાંઘાના દુખાવા, સાંઘા જકડાઈ જવા જેવી સમસ્યામાં રાહત મળશે.
5.ગાજર: ગઠિયાના દુખાવામાં રાહત મેળવવા માટે ગાજર ફાયદાકારક છે. ગાજરના રસનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વો મળી રહે છે. જેથી સાંઘાના દુખાવા દૂર કરવામાં મદદ કરશે. માટે 15-20 દિવસનું સેવન કરવાથી શરીરના કોઈ પણ અંગ દુખાવાની સમસ્યા દૂર થાય છે.