આપણા શરીરના દરેક અંગો ખુબ જ મહત્વ પૂર્ણ છે જેને સાચવી રાખવા ખુબ જ જરૂરી છે, આપણા શરીરના અંગો ને કોઈ પણ વસ્તુની ખામી સર્જાય છે ત્યારે તેના ઉપર ખુબ જ ગંભીર અસર થઈ શકે છે. જેને આપણે ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ કિડની છે, જે આપણા શરીરમાં બે હોય છે, જો બે માંથી એક કિડની ખરાબ થઈ જાય છે તો બીજી કિડની ઉપર જીવન જીવી શકાય છે, પરંતુ આપણે આપણી કિડનીની એવી દેખરેખ રાખવી જોઈએ કે બંને કિડની સ્વસ્થ અને એક્ટિવ રહે.
જયારે પણ કિડની ખરાબ થવા લાગે છે ત્યારે ઘણા બધા સંકેતો જોવા મળતા હોય છે, જેમકે, શરીરમાં એનર્જીનો અભાવ, વારે વારે થાક લાગી જવી, એકાગ્રતા ઓછી થઈ જવી, કિડનીમા દુખાવો,પેશાબમાં બળતરા, કે પેશાબને લગતી અનેક સમસ્યા જોવા મળતી હોય છે.
કિડની આપણા શરીરનું સૌથી અમૂલ્ય અંગ છે. જે આપણા શરીરમાં ભેગો થયેલ કચરાને ફિલ્ટર કરીને મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકાળવાનું કામ કરે છે. આપણા શરીરમાં કિડની ખરાબ થઈ જાય છે તો ઘણા ગંભીર રોગો થવાનું જોખમ રહે છે. જો આપણી કિડની કામ કરવાનું બંધ કરી નાખે તો જીવ ગુમાવાનો વારો પણ આવી શકે છે.
આવી પરિસ્થતિમાં આપણે કિડની ને લગતી કોઈ પણ સમસ્યા થાય તો તેને અવગણવી ના જોઈએ, આ સાથે યોગ્ય નિષ્ણાતની સલાહ લઈને સારવાર ચાલુ કરી દેવી જોઈએ. આજની લાઈફટાઈલ ભાગદોડ ભરી થઈ ગઈ છે, જેવામાં આપણી આચરકુચર ખાવાની ખરાબ ટેવ આપણા સ્વાસ્થ્ય ને ખરાબ કરી છે.
આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમે કિડનીને ખુબ જ આસાનીથી સ્વસ્થ અને હેલ્ધી બાનાવી રાખશો. તો ચાલો કિડનીને સ્વચ્છ રાખવા માટે શું કરવું તેના વિષે વધુ જાણીએ.
કિડનીને સ્વસ્થ રાખવા માટે ગોખરુ ખુબ જ ફાયદાકારક છે, જેને 10-20 દિવસ માં એક વખત પીવું જોઈએ, ગોખરાનું પાણી પીવાથી કિડનીમાં ભરાઈ ગયેલ કચરાને સાફ કરે છે, અને કિડની ને ચોખી બનાવી દેશે, માટે ગોખરુ કિડનીના સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરી શકાય છે.
કિડનીને હેલ્ધી બનાવી રાખવા માટે અડદની દાળ ખુબ જ ફાયદાકારક છે. માટે આહારમાં દાળ નો સમાવેશ કરવો જોઈએ. અઠવાડિયામાં એક કે બે વખત અડદની દાળ ખાવી જોઈએ, જે કિડની ને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે અને કિડની ને લગતી સમસ્યાથી છુટકાળો અપાવશે.
કિડની ને સ્વચ્છ બનાવી રાખવા માટે વધારે માં પાણી પીવું જોઈએ. વધારે પાણી પીવાથી વધારા ના બધા જ કચરાને ખુબ જ સરળતાથી દૂર કરવામાં મદદ કરશે, વધારે પાણી પીવાથી પથરી અને પેશાબમાં થતી બળતરામાં રાહત આપશે. દિવસ દરમિયાન વધારે પાણી પીવાથી કિડની ચોખી અને સાફ રહે છે.
કિડનીને લગતી સમસ્યાથી બચી રહેવા માટે લીંબુ પાણીમાં સંચર મિક્સ કરીને પીવું જોઈએ જે કિડની નો બધો કચરો સાફ કરી દેશે, માટે કિડનીને લગતી સમસ્યાથી બચવા માટે અઠવાડિયામાં બે થી ત્રણ વખત લીંબુ પાણી પીવું જોઈએ, જે શરીરને આંખુ ચોખ્ખું કરી દેશે. કિડનીમાં પથરી હોય તો આ એક પીણું પીવાથી પથરીને દૂર કરવામાં મદદ કરશે. આ પીણું કિડની ઉપરાંત લીવર, ફેફસા, આંતરડાને પણ ચોખા કરી સ્વસ્થ અને હેલ્ધી બનાવશે.