આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજે અમે તમને આ લેખમાં ઘૂટણના દુખાવાને દૂર કરવાના ઘરેલુ ઉપાય વિશે જણાવીશું. અત્યારનું બદલાયેલ પર્યાવરણ અને ભેળસેળ વાળી ચીજવસ્તુનું સેવન કરવાથી આપણે ઘણી બીમારીઓના શિકાર પણ બનીએ છીએ.

ઘૂટણનો દુખાવો સામાન્ય રીતે મહિલાઓમાં અને મોટી ઉંમરના લોકોમાં વધુ જોવા મળતો હોય છે. તો ચાલો ઘુંટણના દુખાવાને દૂર કરવા કેટલાક ઘરેલુ ઉપાય વિશે જાણીએ.

ઉપાય:1. ઘુંટણનો દુખાવો થતો હોય તો ત્યાં બરફ થી માલિશ કરવી. જયારે ઘૂંટણમાં દુખાવો થાય ત્યાં તે જગ્યા પર 10 મિનિટ બરફ ઘસવો. એવું દિવસમાં 3 વખત કરવાથી ઘીરે ઘીરે દુખાવામાં રાહત મેળવી શકાય છે.

2. ઘુંટણના દુખાવાને દૂર કરવા માટે રાત્રે સુતા પહેલા પગને ઓશિકાની ઉપર રાખીને સુઈ જવું. અથવા જે ઘુંટણ દુખતું હોય તેના નીચે ઓશીકું રાખીને સુઈ જવું.

3. ઘુંટણના દુખાવાને દૂર કરવા માટે એક ચમચી હળદર, એક ચપટી ચૂનો અને એક ચમચી મઘ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. ત્યાર પછી આ પેટને જે ઘુંટણ માં દુખાવો થતો હોય ત્યાં લગાવીને માલિશ કરો. ત્યાર પછી તે જગ્યા પર એક કપડાને બાંઘી દો અને આખી રાત રહેવા દેવું. આ ઉપાય રાત્રીના સમયે જ કરવાનો છે.

4. ઉભા ઉભા પાણી પીવાથી ઘુંટણના દુખાવામાં વધારો થાય છે. માટે ઘુંટણના દુખાવાને દૂર કરવા માટે પાણી પીવાની ટેવ સુઘારવી પડશે. માટે જો તમે ઉભા ઉભા પાણી પીતા હોય તો તેની જગ્યાએ બેસીને જ પાણીનું સેવન કરવું જોઈએ.

5. ઘુંટણના દુખાવાને દૂર કરવા માટે સરગવાની છાલનો ઉકાળો ખુબ જ ફાયદાકારક સાબિત થશે. માટે સૌથી પહેલા દોઢ ગ્લાસ પાણીમાં સરગવાની છાલ નાખીને અડધું ના થાય ત્યાં સુઘી ઉકળવા દો. ત્યાર પછી આ ઉકાળાને ગાળીને દિવસમાં એક વાર પી જવું. આમ કરવાથી ઘુંટણના દુખાવામાં રાહત મળશે.

6.ઘુંટણના દુખાવામાં સરસવનું તેલ અને સુંઠ પાવડર ખુબ જ કારગર નીવડશે. માટે સૌથી પહેલા એક બાઉલમાં બે ચમચી સુંઠ પાવડર લો તેમાં જરૂરિયાત અનુસાર સરસવનું તેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. પેસ્ટને ઘુંટણના દુખાવા વાળા ભાગ પર લગાવીને માલિશ કરો અને થોડી વાર રહેવા દો. આ ઉપાય થોડા દિવસ કરવાથી ઘુંટણનો દુખાવો દૂર થઈ જશે.

7. દરરોજ રાત્રે સુતા પહેલા 3 બદામ, 3 ખજૂર, 3 અખરોટ, 6 દ્રાક્ષને એક બાઉલમાં પલાળી દો. ત્યાર પછી સવારે ઉઠીને તેનું સેવન કરવાથી ઘુંટણના દુખાવા માં રાહત મળે છે અને ઘીરે ઘીરે દુખાવો દૂર થઈ જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *