ઉનાળો અને ચોમાસાની ઋતુમાં સૌથી વધુ ત્રાસ મચ્છરોનો જોવા મળે છે. મચ્છર કરવાથી સૌથી વધુ ખંજવાળ આવે છે આ સાથે શરીરને કમજોર પાડીને મચ્છરોથી ફેલાતી બીમારના શિકાર પણ થઈ શકીએ છીએ.
આખી દુનિયામાં મચ્છર કરડવાથી ઘણા લોકો ખુબ જ ગંભીર બીમાર થઈ જાય છે તેવામાં ઘણા લોકોને પોતાનો જીવન પણ ગુમાવવો પડે છે. તમને જણાવી દઉં કે સૌથી વધુ લોકો મચ્છર કરડવાથી બીમાર થઈ જતા હોય છે.
માત્ર એક વખત મચ્છર કરડવાથી આપણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા જીવલેણ રોગ પણ થઈ શકે છે. માટે આપણા શરીરથી મચ્છર દૂર રહે તે ખુબ જ જરૂરી છે. મચ્છર ના કરડે તે માટે આપણે ઘરે ધૂપ પણ કરતા હોઈએ છીએ.
આ સિવાય મચ્છરોથી થતા રોગથી બચવા માટે આપણે મચ્છરને ભગાડવા માટે અનેક પ્રયોગો કરતા હોઈએ છીએ સાથે મચ્છર ભગાડવા માટે બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરીએ છીએ. જેમ કે લીકવીડ, કોઈલ, સ્પ્રે વગેરેનો ઉપયોગ પણ કરીએ છીએ.
બજારમાં મળતી આ બઘી પ્રોડક્ટ મચ્છરને તો દૂર કરે છે પરંતુ તે આપણા શરીરને પણ હાનિ પહોંચાડી શકે છે. તમને જણાવી દઉં કે તેમાં રહેલ કેમિકલ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે. બાળકોના સ્વાસ્થ્ય માટે આ બઘી વસ્તુઓ ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે.
માટે આપણે બજારમાં મળતા પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું બંઘ કરી દેવું જોઈએ. મચ્છરને ઘર માંથી આસાનીથી દૂર કરવા માટેના કેટલાક ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમે ઘરમાંથી મચ્છરને સરળતાથી દૂર કરી શકો છો. આ ઉપાય ખુબ જ સરળ છે જે તમે ઘરે આસાનીથી કરી શકશો.
મચ્છર દૂર કરવાનો ઘરેલુ ઉપાય: સૌથી પહેલા એક બાઉલમાં 150 ml જેટલું લીમડાના તેલ બજરમાંથી લઈ લેવું, ત્યાર પછી કપૂરની 10-12 ગોટી લઈને તેને બારીક પાવડર કરી લેવો હવે બંનેને સારી રીતે મિક્સ કરી લો, ત્યાર પછી આ તેલને એક સ્પ્રે બોટલમાં ભરી લેવું.
ત્યાર પછી ત્રણથી ચાર તમાલપત્ર લેવા ત્યાર પછી તેમાં બનાવેલ તેલ સ્પ્રેની મદદથી આખા તમાલપત્ર પર છાંટો ત્યાર પછી તે તમાલપત્રને સળગાવી લો, આ તેલ અને તમાલપત્રની સુગંઘથી માત્ર 10 સેકન્ડમાં જ મચ્છર ઘરની બહાર નીકળી જશે અને જો મચ્છર કોઈ પણ ખૂણામાં ભરાઈ રહેશે તો તે મચ્છર થોડા જ સમયમાં મરી જશે.
આમાંથી નીકળતી સુગંઘ આપણા મગજને શાંત રાખે છે. આ ઉપરાંત રાતે ઊંઘ ના આવવાની સમસ્યા પણ દૂર થઈ જશે. આ સુગંઘથી સ્ટ્રેસ અને તણાવમાં પણ રાહત આપવાનું કામ કરે છે. જો તમે મચ્છરોથી ખુબ જ પરેશાન થઈ ગયા હોય તો આ એક ઉપાયનો ઉપયોગ કરીને ઘરમાં રહેલ મચ્છરોથી છુટકાળો મેળવી શકો છો.