ઘણા લોકોને ચહેરા પર ખીલ ખુબ જ વધુ પ્રમાણમાં હોય છે તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ખીલ થવા એ સામાન્ય વ્યક્તિની સમસ્યા છે. ચહેરા પર ખીલ થવાના કારણે ચહેરાની સુંદરતા દૂર થઈ જાય છે.
ઘણા લોકોને ચહેરા પર ખીલ થાય છે ત્યારે તે લોકો બજારમાં મળતી દવા અને ક્રીમનો ઉપયોગ કરતા હોય છે. તે પ્રોડક્ટમાં કેમિકલ હોય છે જેના કારણે લાંબા સમયે ચહેરાને નુકશાન કરી શકે છે.
માટે બજારમાં મળતી મોંઘી ક્રીમ કે દવાનો ઉપયોગ કર્યા વગર જ ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરા પરના ડાઘ અને ખીલ આસાનીથી દૂર કરી શકીયે છીએ. તો ચાલો જાણીએ ઘરેલુ ઉપાય વિશે વધુ માહિતી.
આપણી તેઈલી ત્વચા ના કારણે ચહેરા પર ખીલ થાય છે. આપણા હોર્મોન્સ બદલાવાના કારણે ચહેરા પરની તેઈલી ગ્રંથિ વધારે સક્રિય બને છે જેથી ત્વચા પર વધુ તેઈલી બને છે. જેને સીબમ કહેવાય છે. જેના કારણે ચહેરા પર ખીલ થતા હોય છે.
1.સ્કિન ને સ્વચ્છ રાખવામાં માટે ચહેરાને 5-6 વાર ઠંડા પાણીથી ઘોવો જોઈએ. ફ્રિઝના પાણીનો ઉપયોગ ના કરવો. ચહેરો ઘોવાથી ચહેરા પરની તેઈલી ત્વચા ઓછી થાય છે અને ધૂળ ઉડવાના કારણે ત્વચા પર ચોટવાથી ચહેરા પર ઈન્ફેક્શન થાય છે.
માટે ચહેરાને ઈન્ફેક્શન થી બચાવવા માટે દિવસ માં બંને તેટલી વાર ચહેરાને વધુ ઘોવો જોઈએ અને તમારે ચહેરાને સાફ કરવા માટે અલગ ટુવાલ રાખવો જેથી બીજા કોઈનું ઈન્ફેક્શન ચહેરા પર ના લાગે. ચહેરા પર ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરતા પહેલા ચહેરા ને ઘોઈ લેવો જોઈએ.
2.અડઘો ગ્લાસ પાણી ઉકાળીને તેમાં 2 ચમચી ગ્રીન ટી નાખીને પાંચ મિનિટ ઢાંકી દો. ત્યારબાદ તેમાં રૂ નો ટુકડો ડબોળીને ચહેરા પર માલિશ કરો અને તેને 10-15 મિનિટ સુઘી રહેવા દો. ત્યારબાદ ચહેરાને સાફ ચોખા ઠંડા પાણીથી ઘોઈ દો. ગ્રીન ટી ત્વચા પરના વઘારાના ઓઈલને દૂર કરીને ખીલને દૂર કરવામાં મદદ કરે છે.
3. સૌથી પહેલા બે ચમચી જેટલી લીમડાનો પાવડર બનાવી લો, ત્યારબાદ તેમાં અડધું લીંબુ ઉમેરો, તેમાં એક ચપટી હળદર અને અડઘી ચમચી પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટને આખા ચહેરા પર લગાવી દો. તેને 30 મિનિટ પછી થોડા ગરમ પાણીથી ચહેરાને ઘોઈ દો.
આ પેસ્ટને અઠવાડિયામાં બે લગાવવો જેથી ચહેરા પરના ડાઘ અને ખીલ દૂર થઈ જશે. જો તમારા ચહેરા પર ખીલ છે તો તેને મટાડવા માટે આ ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરીને ખુબ જ સરળ તાથી ખીલ દૂર કરીને ચહેરાની સુંદરતા વઘારી શકો છો