અત્યારે દરેક વ્યક્તિને લાઈફ સ્ટાઈલ ખુબ જ બદલાઈ ગઈ છે. હાલમાં મોટાભાગના લોકો બહારના ફાસ્ટ ફૂડ વગેરેનું સેવન વઘારે કરતા હોય છે. જેથી તેમને ઘરનો શુદ્ધ આહાર ખાવાનું ભાવતું નથી. જેના કારણે સ્વાસ્થ્ય ને અનેક સમસ્યા થઈ શકે છે.
હાલમાં નાના મોટા દરેક વ્યક્તિ દાંતને લગતી સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. તેવામાં દાંતનો સડો, દાંતમાં પોલાણ થવું, દાંતણ દુખાવો જેવી સમસ્યા થતી હોય છે. તે સમસ્યા ને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર ખુબ જ કારગર સાબિત થાય છે.
દાંતની સમસ્યા એવી છે જેને લાંબા સમય સુધી રહેવા ના દેવી જોઈએ. જો તેને લાંબા સમય સુધી રહેવા દેવામાં આવે તો કેન્સર જેવી ભયંકર બીમારી થવાની સંભાવના વઘી જાય છે. માટે આજે અમે તમને દાંતને લગતી સમસ્યા ને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ તમારા દુખાવા અને દાંતને લગતી સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.
જેમને દાંતનો દુખાવો થાય તેમને ખબર હોય છે કે તેનાથી કેટલી પીડા થાય છે, દાંતનો દુખાવો થાય ત્યારે કી પણ પ્રકારનો ખોરાક ખવાતો નથી. આ પ્રાપ્ત પાણી પીવાથી પણ દાંતના દુખાવો થાય તેવું ફીલ થાય છે. માટે જો આ સમસ્યા થી છુટકાળો મેળવવો હોય તો આ દેશી ઉપાય તમારા માટે કારગર સાબિત થશે.
દેશી ઉપાય: સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઈ લો, તેમાં ત્રણ થી ચાર કાળામરી લઈ ભૂકો કરીને પાવડર બનાવી લો, હવે તે પાવડર માં થોડું મીઠું મિક્સ કરીને પાણીમાં નાખીને હલાવ દો, પાંચ મિનિટ થાય પછી તે પાણીને થોડું મોંમાં રાખીને પછી પી જવું. એવું દિવસમાં ત્રણ વખત કરવાથી માત્ર એક-બે દિવસમાં દાંતના દુખાવા ઘણી રાહત મળશે.
જો તમને દાંતના દુખાવા માં રાહત મેળવવા માંગતા હોય તો બેઠી ત્રણ લવિંગ લઈને તેનો ભૂકો કરી લો ત્યાર પછી અડઘા ગ્લાસ પાણીમાં નાખીને પી જવું. આમ કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત દાંતમાં સડો થયો હોય તો લવીંગના ભૂકાને સડા વાળા દાંત પર લગાવી રાખો. જેથી દાંત માં રહેલ બેક્ટેરિયાનો નાશ થાય અને સડામાં રાહત મળે.
દાંતનો દુખાવો વારે વારે થતો હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી મીઠું મિક્સ કરીને તે પાણીના કોગળા કરવાથી દાંતમાં થતી પીડામાં રાહત મળે છે. માટે આ ઉપાય દાંતના પીડાને દૂર કરવા માટે ખુબ જ સરળ અને આસન ઉપાય છે. જે દાંતના દુખાવામાં ઝડપથી રાહત અપાવશે.
ઘણી વખત વઘારે ઠંડી વસ્તુ ખાઈ લેવાથી દાંતના દુખાવો સારું થઈ જાય છે. તેવામાં આ ઉપાયનો ઉપયોગ કરવાથી દાંતમાં થતી પીડામાં રાહત મેળવી શકાય છે. આ ઉપરત જો તમને ખુબ જ દાંતમાં પીડા થતી હોય તો તમે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરીને દુખાવામાં રાહત મેળવી શકો છો.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.