આજના સમયમાં દરેક વ્યક્તિ કંઈક ને ખાતા હોય જ છે. પરંતુ ઘણા એવા પણ લોકો હોય છે જેમને ખાવાનો સમય થાય ત્યારે ભૂલ લાગતી નથી, જેવી સમસ્યા થાય છે, આ ઉપરાંત ઘણા એવા પણ લોકો હોય છે જેમને ખાવાનું તો ભાવે છે,
અને તે ખાય પણ છે પછી તેમને ખધેલા ખોરાક નથી પચતો તેવા પણ ઘણા લોકો જોવા મળતા હોય છે, ખાવાનું ના પચવાના કારણે પેટ ભરેલું રહે તેવું લાગતું હોય છે જેના કારણે બેચીની પણ વધી જાય છે, ઘણી વખત અતિશય ખોરાક ખવાઈ ગયો હોય ત્યારે ખોરાકને પચાવવા માટે આંટાફેરા મારતા રહીએ છે.
જયારે પણ આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ ત્યારે તે ખોરાક હોજરીમાં જતો હોય છે, અને ત્યારથી પાચક રસનો સ્ત્રાવ થાય છે જેથી પાચનક્રિયા ખુબ જ ઝડપી થાય છે, અને ત્યારથી નાના આંતરડામાં જાય છે. જે પચેલો ખોરાકમાં રહેલ પોષક તત્વોને શોષી લે છે અને વઘારાના ખોરાક ને મોટા આંતરડામાં જાય છે.
જયારે કોઈ ખોરાક પચતો નથી ત્યારે તે હોજરીમાં જ રહી જાય છે. જેના કારણે આપણું પેટ વઘારે સમય સુઘી ભારે હોય તેવું લાગતું હોય છે. જેના કારણકે પેટે લગતી સમસ્યા જેવી કે, ગેસ, કબજિયાત, અપચો, એસીડીટી જેવી અનેક સમસ્યા થવાનું જોખમ વઘી જાય છે.
હાઈડ્રોક્લોરિક એસિડ ના સ્ત્રાવ થવાના કારણે ખધેલા ખોરાક ઝડપી પચી જાય છે, પરંતુ જયારે હાઈડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ બરાબર ના થવાના કારણે ખોરાકનું યોગ્ય પાચન થતું નથી, જેના કારણે ભૂખ પણ ઓછી લાગે છે.
ભૂખ ના લાગવાની સમસ્યા અને ખઘેલા ખોરાક ને ખુબ જ ઝડપથી પચાવી દે તે માટે આજે અમે તમને એક ઘરેલુ ઉપાય જણાવીશું, જેની મદદથી તમારી ભૂલ ઉગડશે અને તમે જે કઈ પણ ખોરાક ખાશો તે ખુબ જ ઝડપથી પચી જશે.
ભૂખ ઉગાડવા અને પાચન સુધારવાના ઘરેલુ ઉપાય: આ માટે તમારે સૌથી પહેલ એક આખું લીંબુ લેવાનું છે અને તેના બે ટુકડા કરી લેવાના છે, ત્યાર પછી એક લીંબુનો ટુકડો લઈ લો અને તેના ઉપર એક ચપટી કાળામરી પાવડર, એક ચપટી સૂંઠ પાવડર અને એક ચપટી સિંઘાલુ મીઠું નાખીને બરાબર લગાવો, ત્યાર પછી તે ભાગને થોડું ગરમ કરી લેવાનું છે,
ત્યાર પછી તે લીંબુના ટુકડાને ભોજન કરવા બેસવાનું હોય તેના 20 મિનિટ પહેલા લીબુને ચૂસી જવાનું છે, આ રીતે લીંબુને ચૂસી જવાથી ખુબ જ સારી ભૂખ લાગશે અને તમે જે ભોજન લેશો તે પણ સારી રીતે પચાવામાં મદદ કરશે.
આ શેકેલૂ લીંબુ ખાવાથી પેટ પણ સાફ રહેશે અને પેટને લગતી સમસ્યા જેવી કે એસીડીટી, કબજિયાત, અપચો અને ગેસની સમસ્યાને દૂર કરશે. માટે ભૂખ ને વઘારવા અને ખોરાકને ઝડપી પચાવવા માટે શેકેલું લીંબુ ખુબ જ અસરકારક સાબિત થશે.