વાતાવરણમાં ફેરફાર થવાના કારણે ચહેરા પર કરચલી ઓ જોવા મળતી હોય છે. જેથી ત્વચા નરમ થવા લાગે છે. આવી પરીસ્થિતિમાં ચહેરાની દેખરેખ રાખવી પણ ખુબ જ જરૂરી છે. ચહેરા પરની કરચલી દેખાવી એ વૃદ્ધત્વની નિશાની છે.
ચહેરા પર કરચલી પડી જવાથી ચહેરો દેખાવમાં બદલાઈ જાય છે અને ચહેરાની સુંદરતા પણ ઓછી થઈ જાય છે. માટે ચહેરા ની કરચલી દૂર કરવી પણ ખુબ જ જરૂરી છે. ચહેરા પરની કારચીને દૂર કરવા માટે બજારમાં ઘણી બઘી બ્યુટી પ્રોડક્ટ મળી આવે છે.
પરંતુ બજારમાં મળતી પ્રોડક્ટ કેમિકલ યુક્ત હોવાથી ચહેરાને લાંબા સમયે નુકસાન કરી શકે છે. માટે આજે અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમારા ચહેરા પરની કરચલીને દૂર કરી દેશે.
સ્ક્રબ: ચહેરા પર સ્ક્રબ કરીને ચહેરાની સુંદરતા પાછી લાવી શકાય છે. માટે સૌથી પહેલા એક ચમચી, એક ચમચી લીંબુનો રસ અને એક ચપટી ખાંડ નાખીને બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર લગાવીને માલિશ કરો.
આ પેસ્ટને 5 મિનિટ ચહેરા પર માલિશ કરીને 30 મિનિટ પછી ચહેરાને ઘોઈ લો. આ ઉપાયનો ઉપયોગ કરવાથી ચહેરા પર ચોટેલ ગંદકીને દૂર કરી દેશે અને ચહેરા પરની કરચલીને દૂર કરીને ચહેરાને સુંદર બનાવી દેશે.
ચહેરાને ગરમ પાણીથી ઘોવાનું ટાળો: ઘણા લોકો ઠંડી ના કારણે વઘારે ગરમ પાણીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો તમે ચહેરાને ઘોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરતા હોય છે તેમની ત્વચા શુષ્ક થઈ જાય છે. માટે ચહેરાને ઘોવા માટે હંમેશા ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ.
કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળો: ચહેરા પર વઘારે કેમિકલ વાળી વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કારણકે કેમિકલ વાળી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતા લાંબા સમયે પણ ઓછી થઈ જાય છે.
ફળોનું સેવન: ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ ઉપરાંત ફળોનું સેવન કરવાથી ચહેરાની કડકતા એટલે કે ચહેરા પરની કરચલીને દૂર કરવામાં મદદ કરે છે. માટે દરરોજ ફળોનું સેવન કરવાથી શરીરમાં તાજગી મળે છે અને ચહેરાને સુંદર બનાવી શકાય છે. આ ઉપરાંત દિવસમાં બંને એટલું વઘારે પાણીનું સેવન કરવું જોઈએ.
માટે તમે ચહેરા પર મુલતાની માટીનો ઉપયોગ કરવો જોઈએ જેથી ચહેરા પરની ગંદકી દૂર થઈ જાય છે. મુલતાની માટીનો ઉપયોગ ચહેરા પર કરવાથી ચહેરાની કરચલીને દૂર કરીને ચહેરાને સુંદર બનાવી શકો છો.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.