ઋતુમાં પરિવર્તન થવાના કારણે શરદી, ખાંસી, કફ ની સમસ્યા વધુ જોવા મળે છે. આવી પરિસ્થતિમાં વધુ પડતું પ્રદુષણ, ધુળમાટી, ઠંડા પીણાં પીવા, ખોરાક લેવામાં બદલાવ થવો જેવા ઘણા બધા કારણો થી છાતી અને ગળામાં કફ ની સમસ્યા થઈ શકે છે.
શરદી ખાંસી અને કફ ની સમસ્યા એક વાયરલ બીમારી છે, જે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે થઈ શકે છે. સહૃદયી, ખાંસી, છાતી અને ગળામાં જામી ગયેલ કફને દૂર કરવા માટે ના પાંચ ઘરેલુ ઉપાય જણાવીશું જે આ વાયરલ બીમારીઓને દૂર કરશે.
છાતી અને ગળામાં જામી ગયેલ કફને દૂર કરવાના ઘરેલુ ઉપાય:
કફ ની સમસ્યા ને દૂર કરવા માટે મઘ નો ઉપયોગ કરી શકાય. સજે સુવાના પહેલા એક ચમચી દેશી મધ ને ખાઈ લેવાની છે અને પછી સુઈ જવાનું છે. ત્યાર પછી સવારે ઉઠીને એક ગ્લાસ હૂંફાળું પાણી પી જવાનું છે પછી ફરીથી એક ચમચી દેશી મધ ની ખાઈ લેવાની છે જે ગળા અને છાતીમાં જામેલ ગામે તેવા જીદી કફને દૂર કરશે.
શરદી ખાંસી હોય તો હર્બલ ટી પણ ખુબ જ ફાયદાકારક છે. દિવસમાં બે વખત હર્બલ ટી પીવી જોઈએ જે શરદી અને બંધ ના થતી ખાંસી ની સમસ્યાને પણ દૂર કરે છે. શરદી ખાંસી માટે હર્બલ ટી ખુબ જ ફાયદાકારક છે.
છાતી અને ગળામાં જામી ગયેલ જીદી કફ ને દૂર કરવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં ઈલાયચી, ફુદીનો, કાળામરી, આદું, તાજા તુલસીના પાન, એક નાનો ટુકડો દેશી ગોળનો નાખી ને સારી રીતે અડધું થઈ જાય ત્યાં સુઘી ઉકાળી લેવાનું છે. ત્યાર પછી તે પીવા જેટલું ઠંડુ થઈ જાય પછી પી જવાનું છે. જેથી છાતી અને ગળા માં જામેલ કફને આસાનીથી છૂટો પાડી ગળફા વાટે બહાર નીકાળી દેશે.
એક ગ્લાસ હૂંફાળા પાણીમાં 20 ગ્રામ જેટલું આદું નાખી ને જ્યાં સુધી 1/4 ભાગ થાય ત્યાં સુઘી ઉકાળો, ત્યાર પછી એને ગાળી ને પછી તેમાં લીંબુ અને મધ મિક્સ કરીને પી જવાનું છે. આ ઉકાળો પીવાથી કફ ને તોડીને ગળફા વાટે બહાર નીકાળી દેશે.
કફને દૂર કરવા માટે સ્ટ્રીમ કરી શકાય છે. આ માટે એક તપેલીમાં પાણી લઈ ઉકાળી લો, તે પાણીમાં વિક્સ નાખીને તેની પર મોં રાખી ને રૂમાલ કે ચાદર ઓઢીને દો, અને 5 મિનિટ માટે આ રીતે સ્ટ્રીમ લો, જે ગમે તેવા જામેલ ગળા અને છાતીના કફ ને છૂટો કરી નાખશે.
કફ જામી થવાના કારણે ઘણી વખત ગળામાં દુખતું હોય કે બળતરા થતી હોય તો હૂંફાળા પાણીમાં મીઠું મિક્સ કરી કોગળા કરી લો, જેથી ગળા માં થતા દુખાવામાં તાત્કાલિક રાહત મળશે.