આજે લેખમાં તમને મચ્છર ભગાડવાનો ઉપાય બતાવા જઈ રહ્યા છીએ. અહીંયા જે ઉપાય બતાવીશું એ ઉપાય વર્ષોથી આપણા વડવાઓ ગામડાની અંદર કરતા હતા અને આજે પણ ઘણા લોકો આ ઉપાય કરે છે. અત્યારે ગામડામાં બધી જગ્યાએ મોટા મોટા તબેલા થઈ ગયા છે અને ઢોર ને બાંધવાની અલગ બાંધવાની વ્યવસ્થા થઇ ગઈ છે.

પરંતુ પહેલાના સમયમાં ગામડાઓ માં ઘરમાં જ તેમનો બેઠકરૂમ, બેડરૂમ અને હોલ બધું એક જ હતું. ઘરે પ્લાસ્ટરની જગ્યા એ લીપણ કરેલું હોય, માટીની દીવાલો હોય અને એમાં જ એક બાજુ ખૂણામાં તબેલો બનાવ્યો હોય. આ તબેલામાં લોકો ગાય, ભેંસ, બળદ, ઘેટાં, ઊંઘ બાંધતા હતા અને ત્યાંજ બધા ભેગા મળીને પોતાના ઘરના સભ્ય તરીકે રહેતા હતા.

જ્યાં માણસના બાજુમાં ગાય અને ભેંસો બાંધી હોય એટલે તેમના છાણ અને મૂત્ર હોય બધું ત્યાંજ હોય. એટલે સ્વાભાવિક છે કે ગામડા લોકો ને પણ એમની સાથે સાથે મચ્છરનો ત્રાસ ખુબજ સહન કરવો પડતો હતો. તો એ સમયે ગામડાના લોકો મચ્છર ને ભગાવવા શું દેશી ઉપાય કરતા હતા તે ઉપાય તમને જણાવીએ.

સૌથી પહેલા માટી ના કોળીયામાં અથવા લોખંડની લોડી માં થોડા સૂકા લાકડા મૂકી નાની તાપણી જેવું કરો અને એની અંદર કડવા લીમડાના પાન નાખો અને જો લીમડો ના હોય તો તમે લીમડાની કડવી લીંબોડી પણ નાખી શકો અથવા તો લીંબોળીનું તેલ પણ નાખી શકો છો.

હવે તેની અંદર 8 થી 10 લસણની કળી નાખો. લસણની કળી નાખ્યા પછી તેમાં 2 કપૂર અને ગુગળ નાખો. અહીંયા બધી વસ્તુઓ નાખી દીધી છે હવે થોડો દુમાડો થવા છો અને તેને તમારા આખા ઘરમાં ખૂણે ખૂણે ફેરવી દો. તમારા રૂમની અંદર, માળિયામાં અને બાથરૂમમાં બધી જ જગ્યાએ ધુમાડો કરી કરી અને બધા જ બારી બારણા બંધ કરી દો.

તમારું આખું ઘર ધુમાડાથી ભરાઈ જાય, આખા ઘરમાં બરાબર ધુમાડો થઈ જાય પછી તમારે 15 મિનિટ પછી ઘરના બધા બારી બારણા ખોલવાના છે અને જો નહિ ખોલો તો પણ વાંધો નથી.

આ ધુમાડાથી તમારા ઘરના દરેક ખૂણામાં રહેલા બધા જ મચ્છર ઘરની બહાર ભાગી જશે અને બેભાન થઈ જશે. આ ધુમાડો કરવાની સાથે જ મચ્છરો ભાગવાનું શરુ કરે છે. જો તમે આખા ઘરમાં, બધા જ રૂમમાં ધુમાડો કરશો તો આખી રાત તમે શાંતિથી સુઈ શકશો અને મચ્છર તમને હેરાન પણ નહીં કરે.

આ દેશી ઉપાય કરવાથી તમે જે બજારમાં જુદા જુદા કેમિકલવાળા ઈલેક્ટ્રીક મચ્છર ભગાડવા ના સાધનો મળે છે તેની સાઇડ ઇફેક્ટથી બચી શકો છો. આ એકદમ દેશી ઉપાય છે જે તમે સરળતાથી કરી શકો છો અને મચ્છરોથી છુટકાળો મેળવી શકો છો.

જો તમને માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો ને જરૂરથી જણાવો અને આવીજ માહિતી દરરોજ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *