દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેમને ચા કે કોફી પીવી ના ગમતી હોય. સવારે ઉઠતાની સાથે દરેક વ્યક્તિને પીતા હોય છે. માટે ચા ને મૂડ ફ્રેશનર કહેવામાં આવે છે. જયારે પણ વ્યક્તિને માથું દુખે તો ચા પીવે તો માથાનો દુખાવો દૂર થઈ જાય છે.
ઘણા એવા લોકો પણ હોય છે જેમને રાતે ચા પીઘા વગર ઊંઘ આવતી નથી. ચા પીવાથી તણાવ અને ચિતામાં ઘટાડો થાય છે. મોટા ભાગના લોકો ચા બનાવીએ ગાળી લીધા પછી તે ચા ની ભૂકીને કચરાના ડબ્બા માં નાખી દેતા હોય છે.
99% લોકો આ ચા ની પતી વિષે અજાણ છે આ માટે તે કચરાના ડબ્બા માં ફેંકની દેતા હોય છે. પરંતુ તેને કચરામાં ફેંકવા કરતા તેનો ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતા પણ વધારી શકાય છે આ થઈ અનેક ફાયદાઓ પણ થાય છે, આજે અમે તમને આ લેખમાં ચા ની ભૂકીનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.
ત્વચાને સ્કિન કરે: ચા ની ભૂકી ને ચહેરા પર લગાવાથી ચહેરા ખોવાઈ ગયેલ સુંદરતા પછી આવે છે આ સાથે મૃત થઈ ગયેલ ત્વચાને પણ ચમકવા લાગશે. આ માટે સાથી પહેલા ચા બનાવી તેની બુકી નીકાળી લો, હવે તે ભૂકીમાં બદામનું તેલ મિક્સ કરી બરાબર હલાવી પેસ્ટ તૈયાર કરો,
હવે આ પેસ્ટને ચહેરા પર લગાવી 3-4 મિનિટ માલિશ કરો અને 5 મિનિટ પછી ચહેરાને ઘોઈ લો, આ રીતે ચાની ભૂકીનો ઉપયોગ કરવાથી સ્કિન સાફ થશે અને મુરઝાઈ ગયેલ ચહેરો ખીલી ઉઠશે. માટે ચહેરાને સુંદર અને ચમકદાર બનાવવા માંગતા હોય તો આ રીતે ઉપયોગ કરી શકો છો.
હોઠ મુલાયમ અને ગુલાબી બનાવે: જેમના હોઠની ત્વચા કાળી પડી ગઈ હોય તેવા લોકોએ ચા ની ભૂકીનો ઉપયોગ કરી શકે છે. આ માટે ચા ની ભૂકીને નારિયેળના તેલ અથવા દેશી મઘ મિક્સ કરી હોઠ પર 2 મિનિટ સુધી ઘસો, આવી રીતે દિવસમાં એક વખત થોડા દિવસ કરવાથી કાળા પડી ગયેલ હોઠ ગુલાબી થઈ જશે અને હોઠ મુલાયમ બનશે.
પગના તળિયાની દુર્ગઘ દૂર કરે: આખો મોજા અને બુટ પહેરી રાખવાના કારણે પગમાં ખુબ જ ગંદી વાસ આવતી હોય છે, તે વાસને દૂર કરવા માટે એક ડોલમાં ગરમ પાણી કરી તેમાં ચા ની ભૂકી મિક્સ કરી લો અને પગને તેમાં ડાબોળી રાખો, આમ કરવાથી પગના તળિયામાં આવતી ખરાબ વાસ દૂર થઈ જશે.
મોં ની ખરાબ વાસ દૂર કરે: ખોરાક ના પચવાના કારણે અથવા મોં માં બેક્ટેરિયા વધુ હોવાના કારણે મોં માં વાસ આવતી હોય છે જે વાસને દૂર કરવા માટે પાણીમાં ચા ની ભૂકી નાખી પાણીને ઉકાળી લો, પછી તે પાણી ગાળીને તેના કોગળા કરો, આટલું કરવાથી મોં માં આવતી ખરાબ વાસ દૂર થઈ જશે. આ ઉપરાંત મોં માં રહેલ હાનિકારક બેક્ટેરિયા નો પણ નાશ થશે અને મોં ચોખ્ખું રાખશે.