આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આ લેખમાં તમને ચોમાસામાં ઘરમાં આવતા મચ્છરોથી કુદરતી રીતે કેવી છુટકારો મેળવવાના કેટલાક ઉપાયો વિષે જણાવીશું. ચોમાસામાં રાત્રે મચ્છર કરડવાથી કોઈપણ વ્યક્તિનું જીવન મુશ્કેલ બની શકે છે. જો ઘરમાં મચ્છર હોય તો ન માત્ર ઊંઘ બગાડે છે પરંતુ અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે.

છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુના કેસો ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં મચ્છરોથી બચવા લોકો વિવિધ પ્રકારના ઉપાયો કરી રહ્યા છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો થાય છે. અને આવા રોગો થયા પછી દવાખાને વધુ પૈસા ખર્ચવા પડે છે લોકો માટે સરળ હોતું નથી.

આજકાલ, મચ્છરો ભગાડનાર કોઇલ અને અન્ય મચ્છર ભગાડનાર લિક્વિડ રિફિલ પણ કામ કરતા નથી. આ પદ્ધતિઓ તમારા ઘરમાં મચ્છરોથી થોડા સમય માટે જ રાહત આપે છે, તેની અસર ઓછી થતાં જ મચ્છર કરડવા લાગે છે.

આવી સ્થિતિમાં, તમે મચ્છરોને દૂર કરવા માટે ઘરેલુ કુદરતી અસરકારક ઘરેલું ઉપચાર અપનાવી શકો છો. મચ્છરોને દૂર કરવા માટે ઘણી એવી કુદરતી વસ્તુઓ છે જે તમને આરામની ઊંઘ અપાવી શકે છે પરંતુ ઘણા લોકોને તે વિષે જાણકારી હોતી નથી. તો જાણો મચ્છરોથી છુટકારો મેળવવા માટે કયા કયા ઘરેલુ ઉપાય કરી શકીએ છીએ.

1- લીમડાનું તેલ: લીમડાના તેલનો ઉપયોગ મચ્છરોને દૂર કરવા માટે થાય છે. તેના માટે લીમડો અને નારિયેળ તેલ સમાન માત્રામાં મિક્સ કરો. હવે મિક્સ કરેલા આ તેલને તમારા શરીર પર સારી રીતે લગાવો. આ ઉપાય કરવાથી મચ્છર લગભગ આઠ થી દસ કલાક તમારી નજીક ભટકશે પણ નહીં.

2: કપૂર:  જો તમને રાત્રે મચ્છર પરેશાન કરે છે અને તમે કોઇલ અથવા અન્ય કેમિકલ વસ્તુઓનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. મચ્છરોને રૂમમાંથી ભગાડવા માટે તમે રૂમમાં કપૂર સળગાવી દો અને લગભગ 15-20 મિનિટ માટે રહેવા દો. તેનાથી મચ્છરો તરત જ ભાગી જશે.

3- નીલગિરી તેલ: જો તમને દિવસે પણ મચ્છર કરડે તો તમે નીલગિરી તેલનો ઉપયોગ કરી શકો છો. આ રેસીપી અપનાવવા માટે નીલગિરીના તેલમાં સમાન પ્રમાણમાં લીંબુ મિક્સ કરો. હવે આ તેલને શરીર પર લગાવો. શરીર પર આ તેલ લગાવવાથી તેની તીવ્ર ગંધને કારણે મચ્છર તમારી આસપાસ ભટકશે નહીં.

4- લસણ: મચ્છરોને ઘરમાં પ્રવેશતા રોકવા માટે લસણનો ઉપયોગ કરો. લસણની સુગંધથી મચ્છર ભાગી જાય છે. આ માટે લસણને પીસીને પાણીમાં નાખીને ઉકાળો. હવે આ પાણીને ઘરના દરેક ખૂણામાં છાંટો. આ ઉપાયથી મચ્છરો બહારથી તમારા ઘરની અંદર નહીં આવે.

5- લવંડર:  મચ્છરોને ભગાડવાનો બીજો ઘરેલું ઉપાય છે લવંડર. તેની સુગંધ ખૂબ જ મજબૂત છે, જેથી મચ્છર આસપાસ ન આવે અને તમને કરડે નહીં. તમે ઘરે લવંડરનો રૂમ ફ્રેશનર પણ ઉમેરી શકો છો.

જો તમે પણ અહીંયા જણાવેલ ઘરેલુ ઉપાયો કરો છો તો તમે ચોમાસાની ઋતુમાં મચ્છરોથી બચી શકો છો. આવીજ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *