આપણે જાણીએ છીએ કે શિયાળામાં ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે. ઠંડા પવનોને કારણે ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે મહિલાઓ વિવિધ પ્રકારના બજારુ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.
આ દરેક બ્યુટી પ્રોડક્ટ્સ ખૂબ જ મોંઘા હોય છે અને તેમાં રહેલા રસાયણો ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપચાર અપનાવી શકો છો.
આ લેખમાં, અમે તમને કેટલાક હોમ પેક વિશે જણાવીશું, જેનો ઉપયોગ કરીને તમે સુંદર ત્વચા મેળવી શકો છો. જો તમને લેખ પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી બીજા લોકો પણ આ માહિતીનો લાભ લઇ શકે.
1. કેળા અને મધનો ફેસ પેક : કેળા અને મધમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને તમે ચહેરા પર ગુમાયેલી કુદરતી ચમક પાછી મેળવી શકો છો. આ ફેસ પેક બનાવવા માટે, એક બાઉલમાં પાકેલા કેળાને મેશ કરો, હવે તેમાં એક ચમચી મધ અને ક્રીમ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે ફેટી લો, પછી તેને ચહેરા પર લગાવો. લગભગ 10 થી 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
2. પપૈયાનો ફેસ પેક : પપૈયામાં વિટામિન-એ જોવા મળે છે, જે ત્વચા માટે ખૂબ જ જરૂરી છે. તેની સાથે ફેસ પેક બનાવવા માટે, સૌથી પહેલા પપૈયાના ટુકડા કરો, હવે તેની પેસ્ટ બનાવો. તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો. 15 થી 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ ફેસ પેકના નિયમિત ઉપયોગથી ચહેરાની ચમક જળવાઈ રહેશે.
3. ટામેટા ફેસ પેક : આ ફેસ પેક ત્વચા પરના ખીલ, ડાઘ અને બ્લેકહેડ્સની સમસ્યામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે એક બાઉલમાં 2 થી 3 ચમચી ટામેટાંનો રસ લો, તેમાં 1 ચમચી મધ ઉમેરો. પછી તેને ચહેરા પર લગાવો. લગભગ 15 થી 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
4. ચંદન અને ચણાના લોટનો પેક : આ ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી ચંદન પાવડર લો. તેમાં એક ચપટી હળદર ઉમેરો. હવે તેમાં દૂધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો, 10 થી 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આના ઉપયોગથી તમારી ત્વચા મુલાયમ બની શકે છે.
જો તમે બજારુ પ્રોડક્ટસનો ઉપયોગ કરતા હોય તો આજથી જ બંધ કરી એકવાર આ કુદરતી વસ્તુઓમાંથી ફેસ માસ્ક બનાવી ચહેરા પર લગાવો. તમને ચોક્કસ ફાયદો થશે અને તમારી ત્વચાને થોડું પણ નુકશાન થશે નહીં.