લીંબુ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. લીંબુનો ઉપયોગ ઘણી બધી રસોઈમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે. આ સિવાય લીંબુનો રસ બનાવીને પણ પીવામાં આવે છે, પરંતુ શું તમે પાણીમાં લીંબુ નીચોવીને હૂંફાળું ગરમ કરીને પીધું છે ખરા.
જો તમે પીધું ના હોય તો તમને જણાવી દઉં કે ઉકાળેલા લીંબુ પાણી પીવાથી શરીરને ઘણા બઘા ફાયદાઓ થાય છે. લીંબુમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેમકે, વિટામિન-સી, ફાયબર, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ફોલેટ, કેલ્શિયમ, વિટામિન-એ, વિટામિન-બી6 વગેરે ભરપૂર માત્રામાં મળી આવે છે.
તે વજન ઘટાડવાથી લઈને શરીરને ઘણા બઘા રોગોને દૂર કરવામાં મદદ કરે છે. દરેક વ્યક્તિએ ઠંડા પાણીમાં લીંબુશરબત પીધું હશે. પરંતુ આજે અમે તમને ઉકાળેલું લીંબુ પાણી પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
ત્વચાને ક્લીન કરે: લીંબુમાં સારી માત્રામાં વિટામિન-સી મળી આવે છે, જે ત્વચાને ટાઈટ બનાવી રાખવામાં મદદ કરે છે. જો તમે ઉકાળેલ લીંબુ પાણી પીવો છો તો સ્કિનને અંદરથી એકદમ સાફ અને ચોખ્ખી કરી દેશે. જેના કારણે સ્કિનમાં નિખાર આવે છે, અને ચહેરાને ચમકદાર બનાવે છે.
આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડવાની ક્ષમતામાં વઘારો કરે છે. અને ચહેરા પરના ખીલ, ડાધ, ફોલ્લીઓ અને કરચલીઓને દૂર કરવાનું કામ કરે છે અને ત્વચાને સ્વચ્છ અને હેલ્ધી બનાવે છે.
હાઈબ્લડપ્રેશર કંટ્રોલ કરે: આજે મોટાભાગના લોકો હાઈ બ્લડપ્રેશર થી પીડાઈ રહ્યા છે. પરંતુ જો તે પીડિત દર્દી ઉકાળેલું લીંબુ પાણી રોજે પીવાનું શરુ દેશે તો હાઈ બ્લડપ્રેશર ને હંમેશા માટે કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે: લીંબુમાં વિટામિન-સી નો ખજાનો મળી આવે છે, જે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે અને અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતાને વધારે છે, આ સિવાય શરીરને ડીટોક્સ કરે છે અને શરીરની બઘી જ ગંદકીને દૂર કરે છે.
વજન ઓછું કરે: લીંબુ વજન ઘટાડવા માટેનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. આ માટે જો તમે વજન ઓછું કરવા માટે અનેક પ્રયત્નો કર્યા હોય અને વજન ઓછું થતું ના હોય તો રોજિંદા જીવનમાં આ ડ્રિન્કનો સમાવેશ કરવો જોઈએ. જે શરીરમાં વધી ગયેલ ફેટને ઓછું કરે છે અને વજનને કંટ્રોલમાં રાખે છે.
ડાયજેશન સુઘારે: આજે વ્યકતિની ખાવાની કેટલીક ખરાબ કુટેવનાં કારણે વ્યક્તિને ગેસ, અપચો, કબજિયાત, એસિડિટી જેવી અનેક પ્રકારની પેટ સંબધિત સમસ્યા થઈ શકે છે જે સારી રીતે ડાયજેશન ના થવાના કારણે થતું હોય છે. આ માટે જો તમે આ ઉકાળેલ લીંબુ પાણી પીવાનું ચાલુ કરશો તો ડાયજેશનમાં સુઘારો થશે અને પેટ સંબધિત દરેક સમસ્યામાં રાહત મળશે.
ઉકાળેલ લીંબુ પાણી બનાવવાની રીત: સૌથી પહેલા એક ગ્લાસ પાણી એક પેનમાં નાખીને ગરમ કરવા મુકો, ત્યારબાદ તેમાં એક આખું લંબુ નીચોવી દેવાનું છે, હવે તેને પાંચ મિનિટ સુધી સારી રીતે ઉકાળવાનું છે, પછી ગેસને બંઘ કરીને થોડું ઠંડુ થવા દેવાનું છે, ત્યાર પછી તે પાણી પી જવાનું છે, જો તમે આ પીશો તો શરીરનો બધો જ વધારાનો કચરો અને ગંદકી પણ દૂર થશે.
પરંતુ ઘ્યાનમાં રાખવાનું કે આ પીણું દિવસમાં એક જ વખત અને એક જ ગ્લાસ પીવાનું છે, તમને જણાવી દઉં કે અહીંયા આપવા આવેલ માહિતી સામાન્ય માહિતી પર આઘારિત છે જેને અપનાવતા પહેલા ડોક્ટર અથવા તો નિષ્ણાતની સલાહ અચૂક લઈ શકો છો.