આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

અત્યારની દોડભાગ વાળી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે શરીરમાં થાક લાગવો, શરીરમાં લોહીની ઉણપ થવી, હિમોગ્લોબીનના ટકા ઘટવા, અરુચિ, મંદાગ્નિ, બેચેની કામ પ્રત્યે રૂચિ ન થવી, તમે કામ કરવા જાવ તો સતત થાક લાગ્યા કરવો આ બધી જ સમસ્યાઓ સામાન્ય થતી જોવા મળે છે.

હવે આ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો શા માટે કરવો પડે છે, તો તમે તમારા ખોરાકમાં જરૂરી પોષક તત્વો લેતા નથી એને કારણે આ બધી સ્થિતિઓ સર્જાય છે. જયારે પોષક તત્વો શરીરને ન મળે ત્યારે જ શરીરમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે અને પોષક તત્વોના અભાવના કારણે જે પોષક તત્વો તમારા શરીરમાં ઘટશે એને રિલેટેડ તમને બીમારીઓ શરૂ થશે.

સૌથી વધુ પોષક તત્વોના અભાવના કારણે જે સમસ્યા જોવા મળે છે એમાંની એક સમસ્યા છે એનેમિયા અને હિમોગ્લોબિન ના ટકા ઘટવા. એનીમિયા એટલે કે લોહીની ઉણપ ત્યારે જ થાય છે જ્યારે તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.

હવે આપણા શરીરમાં હીમોગ્લોબિનનું કામ શું છે તો આપણા શરીરમાં હિમોગ્લોબીન છે તે આપણા શરીરના દરેક નાના-મોટા અવયવોને ઓક્સિજન સરળતાથી પહોંચાડી જાણે છે. આ કામ હીમોગ્લોબિનનું છે.

જ્યારે શરીરમાં હિમોગ્લોબીનની ખામી સર્જાય છે ત્યારે લોહીની ઉણપ થવા લાગે છે, તમારું શરીર નબળું પડવા લાગે છે, ત્વચા ફિક્કી પડી જાય છે, તમને ઝડપથી થાક લાગે છે, તમને માથું દુખવાની ફરિયાદ શરૂ થાય છે, તમારા શરીરમાં અરુચિ, મંદાગ્નિ, બેચેની આ બધી સમસ્યાઓ શરૂ થાય છે.

તો આ લેખમાં આપણે લોહીની ઉણપને દવા લીધા વગર ઝડપથી દૂર કરવાનો એક અકસીર ઉપાય વિષે જોઈએ. આ ઉપાય શરૂ કર્યાની સાથે જ તમને શરીરમાં સ્ફૂર્તિ જણાશે અને ધીરે ધીરે હિમોગ્લોબીનનું પ્રમાણ છે તે પણ વધી જશે.

ઉપાય : આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તો તમારે રાત્રે એક કપ પાણીમાં બે સુકા અંજીર લેવાના છે. ત્યારબાદ થોડી સૂકા કિસમિસના 8 થી 10 દાણા લેવાના છે અને એક ખજૂર લેવાનું છે. આ ત્રણેય વસ્તુને રાત્રે પલાળી દેવાનું છે. ત્યારબાદ સવારે નરણાં કોઠે આ બધું જ ચાવી ચાવીને ખાઈ જવાનું છે એને ઉપર એક ઘૂંટડો પાણી પીવાનું છે.

ત્યારબાદ તમે 25 થી 30 મિનીટ પછી સરળતાથી નાસ્તો કરી શકો છો. આ પ્રયોગ થોડાક સમય કરવાથી તમારા શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધવા લાગશે અને લોહીની ઊણપ છે તે થોડાક સમયમાં દૂર થઈ જશે. આ પ્રયોગ કરવાથી શરીરમાં શારીરિક શક્તિ વધી જશે, થાક લાગવો, અરુચિ, બેચેની, મંદાગ્નિ, વગેરે સમસ્યાઓ બંધ થઈ જશે.

હવે જે લોકો એમ કહે છે કે અમે સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીએ છીએ, અમારી પાસે સમય હોતો નથી તો તેમને જણાવીશું કે તમે ગમે ત્યારે આ ખાઈ શકો છો. પરંતુ એક વાતનું ધ્યાન રાખો આ પ્રયોગ જમ્યા તરત પછી નથી કરવાનો. આ ઉપરાંત જયારે તમારું પેટ થોડું ખાલી હોય ત્યારે આ પ્રયોગ કરશો તો તમને વધુ ફાયદો થશે.

આ ઘરગથ્થુ પ્રયોગ છે તેનાથી બીજા પણ ફાયદાઓ છે કારણકે ડ્રાયફ્રુટ છે તે આપણા શરીરને કોઈ પણ રીતે ઉપયોગી છે અને ડ્રાય ફ્રૂટમાં તમામ પોષક તત્વો રહેલા છે જે તમારા શરીરને ઉપયોગી છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવશો જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઇ શકે. આવીજ જીવન ઉપયોગી માહિતી વાંચવા ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *