આજના સમયની જીવનશૈલી ખુબજ બદલાઈ ગઈ છે અને આજનો માણસ એકબીજા સાથે દેખા દેખી અને મોજ શોખ કરતો થઇ ગયો છે. આજનો માણસ બીજા કરતા વધુ સંદર કેવી રીતે દેખાય તે વિષે વધુ વિચાર કરતો હોય છે. પરંતુ ઘણા લોકો બીજા કરતા સુંદર દેખાઈ શકતા નથી તેના પાછળ ઘણા બધા કારણો હોય છે.

આ કારણોમાં એક છે માથાના વાળ. માથાના વાળ એ શરીરનો એવો ભાગ છે જેનાથી તમારા ચહેરાની સંદરતા નક્કી થતી હોય છે. જો વાળ કાળા લાંબા અને મજબૂત હોય તો તમે સુંદર દેખાઈ શકો છો પરંતુ ઘણા લોકોને અકાળે સફેદ વાળ થઇ જતા હોય છે જેનાથી તેઓ સુંદર દેખાઈ શકતા નથી.

અકાળે વાળ સફેદ થવાના કારણે ઘણી વાર એવી સ્પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જ્યાં આપણે શરમાવા સિવાય કોઈ રસ્તો હોતો નથી. તો આજે અમે તમને એવા પાંચ સરળ ઘરેલું ઉપાય અજમાવી જે ઉપાય કરવાથી તમારા વાળ થોડા જ દિવસોમાં કાળા થઈ જશે અને તમને તમારા વાળમાં ફરક જોવા મળશે.

1) ડુંગળીનો રસ અને રીઠા-શિકાકાઈ: ડુંગળી કાળ કાળા કરવા માટે ઉપયોગી છે જે આપણે જાણીએ છીએ પરંતુ તમને જણાવીએ કે રીઠા-શિકાકાઈમાં જોવા મળતા તત્વો પણ વાળને સફેદ થતા અટકાવે એટલે કે વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આ માટે તમારે રીઠા-શિકાકાઈના પાઉડરમાં ડુંગળીનો રસ ભેળવીને વાળમાં અડધો કલાક સુધી નિયમિત રીતે લાગવાથી એક જ અઠવાડિયામાં વાળ કાળા થઈ જાય છે.

(2) આમળા અને કોફી પાવડર : વાળને કુદરતી રીતે કાળા કરવા માટે અને ખરતા વાળને અટકાવવા માટે આમળા અને કોફી પાઉડરને એક શ્રેષ્ઠ ઘરઘથ્થુ ઉપાય માનવામાં આવે છે. આ ઉપાય માટે એક લોખંડનું વાસણ લો અને તેમાં એક કપ પાણીમાં કોફીને ઉકાળો.

પછી તેમાં આમળાનું પાણી ઉમેરો. ત્યારબાદ 5 થી 6 કલાક પછી આ પેસ્ટને વાળમાં લગાવીને એક કલાક માટે રહેવા દો અને પછી ધોઈ લો. આ ઉપાય કરવાથી પણ સફેદ વાળ કાળા થઈ જશે.

(3) મીઠો લીમડો અને છાશ: વાળ માટે છાશનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. આ ઉપરાંત રસોડામાં ઉપયોગમાં લેવાતો મીઠો લીમડો પણ વાળ માટે અસરકારક છે. વાળ કાળા કરવા માટે સૌથી પહેલા મીઠા લીમડાના પાનને છાશમાં નાખીને પીસીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને વાળમાં લગાવો.

જો તમારા વાળ વધારે સફેદ હોય તો આ પેસ્ટમાં બે ચમચી ચા પત્તીનું પાણી પણ ઉમેરો અને પછી પેસ્ટને એક કલાક માટે વાળમાં લગાવીને રાખો. પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. આ ઉપાય સફેદ વાળથી છુટકાળો મેળવવા માટે એક સારો ઘરેલું અને સરળ ઉપાય છે. આ ઉપાય થોડા દિવસ કરવાથી તમને સારું પરિમાણ મળશે.

(4) મહેંદી અને ચાની પત્તી : મહેંદી અને ચાની પત્તીને સફેદ વાળને કાળા વાળ કરવા માટે એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. આ ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણીમાં ચાના પાંદડાને ઉકાળો. આ પછી તેમાં મહેંદી પાવડરને ઉમેરો અને એક પેસ્ટ બનાવો. આ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે તેને 6 થી 7 કલાક માટે રહેવા દો. ત્યારબાદ તેને વાળમાં લગાવીને એક કલાક માટે રહેવા દો.

પછી વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો અને બીજા દિવસે તમારા વાળને શેમ્પૂ કરો. આ ઉપાય થોડા દિવસ કરવાથી વાળ કાળા થઈ જશે. જો તમારે વધારે સારું પરિણામ જોઈતું હોય તો આ પેસ્ટને લોખંડના વાસણમાં તૈયાર કરવામાં આવે તો સારું પરિણામ મળશે.

(5) કાળા મરી અને લીંબુ: વાળ ખુબજ ઝડપી ખરી રહ્યા છે અને સાથે સાથે સફેદ થઇ રહ્યા છે તો કાળા મરી અને લીંબુનો ઉપયોગ કરો. આ માટે દહીંમાં 8 પીસેલા કાળા મરી અને એક લીંબુનો રસ કાઢીને મિક્સ કરો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવો અને 15 થી 20 મિનિટ પછી વાળને ધોઈ લો. સફેદ વાળથી છુટકારો મેળવવા માટે આ એક અસરકારક ઉપાય છે અને વાળ ખરતા પણ અટકે છે.

અહીંયા જણાવેલ ઉપાયો ઘરેલુ અને સરળ છે. આ ઉપાયો દેશી છે જેથી તમને આ ઉપાય કરવાથી ખુબજ ઝડપથી તેનું રીઝલ્ટ જોવા નહીં મળે પરંતુ આ ઉપાય થોડા દિવસ કરવાથી ચોક્કસ રીઝલ્ટ જોવા મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *