મધ ખાવાના અનેક ફાયદાઓ છે તે આપણે સૌ જાણીએ છીએ. આજના સમયમાં મધ તમને સરળતાથી મળી રહે છે પરંતુ મોટા ભાગનું મધ ભેળસેળ વારુ આવે છે જે ખાવાથી તમને તેનો પૂરો લાભ મળી શકતો નથી. આથી જો ચોખ્ખું મધ ખાવું હોય અને તેનો પુરેપુરો લાભ લેવો હોય તો આપણને મધને પારખતા આવડવું જોઈએ.
મધ દેખાવમાં તમને ચોખ્ખું જ લાગે છે એટલે કે તેમાં કોઈ ભેળસેળ હોય તેવું લાગતું નથી પરંતુ તમારે મધ ચોખ્ખું છે કે નહીં તેની ખાતરી કરી ને જ મધ લેવું જોઈએ. તો અહીંયા તમને કેટલીક ટિપ્સ વિષે જણાવીશું જે ટિપ્સ ની મદદથી તમે જાણી શકશો કે તમારું મધ ચોખ્ખું છે કે નહીં.
1) પાણી ભરેલા કાચના એક ગ્લાસમાં ઉપરથી મધનું ટીપુ અથવા તો મધની ધાર કરવામાં આવે તો નીચે તેનો ગઠ્ઠો થઈ જવો જોઈએ એટલે કે પાણી ઉપર અને મધ નીચે સ્થિર થઈ જવું જોઈએ. આ ઉપરાંત ઉપરથી જો બધું જ પાણી કાઢી નાખવામાં આવે તો મધ પૂરેપૂરું આપણને પાછું મળવું જોઈએ. મધ પાણીમાં જો ક્યાંય પણ ફેલાય તો બની શકે તેમાં ખાંડ કે ગોળની ચાસણી ની ભેળસેળ હોય.
2) રૂ ની વાટ બનાવીને તેને મધમાં બોળીને જો સળગાવવામાં આવે તો તે ઘી કે તેલના દીવાની જેમ સળગી જોઈએ. જો એ વાટ સરખી રીતે સળગાવીએ અને તે સળગે નહીં અથવા તો તેમાંથી તરતર અવાજ આવે તો બની શકે કે મધ અશુદ્ધ હોય એટલે કે તેમાં ભેળસેળ હોય.
3) બ્લૉટિંગ પેપર ઉપર મધના 2 થી 4 ટીપા પાડવા. જો એ મધ ફેલાઈ જાય કે શોષાઈ જાય તો એ મધ અશુદ્ધ હોઈ શકે છે, પરંતુ જો મધ શુદ્ધ હોય તો એ ટિંગ પેપર ઉપર જેમનું હોય તેમ જ રહે છે.
4) સફેદ મલમલના કપડા ઉપર મધના થોડા ટીપા પાડવા. જો એ મધ ચોખ્ખું હશે તો એ કપડાં ધોયા પછી તેના બધા ડાઘા જતાં રહેશે અને જો મધ અશુદ્ધ હશે તો મધના ડાઘા રહેવાની શક્યતા છે. એક માન્યતા એવી છે કે શુદ્ધ મધ મિશ્રિત ખોરાક કુતરા ખાતા નથી, પરંતુ મધના ઉત્પાદકો અને મધ બનાવનારા આ વાત ને માન્યતા આપતા નથી.
હવે જોઈએ મધ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ વિષે: મધ જામી જાય એટલે કેટલાક લોકો માને છે કે મધમાં ચાસણી ભેળવેલી હોવી જોઈએ પરંતુ મધ જામી જવું એ મધનો પ્રાકૃતિક ગુણ છે. મધની શુદ્ધતા માટે આપણે કેટલીક ટિપ્સ જોઈ પરંતુ સો ટકા ની ગેરંટી તો કોઈપણ લેબોરેટરી રીપોર્ટ જ આપી શકે છે.
મધના રંગ, સુગંધ અને સ્વાદ ના આધારે કેટલાક લોકો એની ખાતરી કરે છે પરંતુ અલગ અલગ પ્રકારના મધમાં આ ત્રણેય વસ્તુ અલગ અલગ હોવાની પુરેપુરી શક્યતા છે. આ ઉપરાંત કેટલાક લોકો મધની અંતિમ તિથિ એટલે કે એક્સપાયરી ડેટ વિશે પ્રશ્ન પૂછે છે
પરંતુ મધને કાચની બરણીમાં યોગ્ય તાપમાને રાખવામાં આવે તો હજારો વર્ષો સુધી મધ બગડતું નથી અને એટલે જ ઈજિપ્તના પિરામિડો માંથી હજારો વર્ષ જૂનું મરેલું મધ આજે પણ સલામત અને ગુણવત્તા પૂર્ણ છે.