આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ચોમાસાની ઋતુમાં રસ્તા પર, આપણા ઘરની આસપાસ અને બગીચાઓમાં યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં ન આવે તો, એ જગ્યાઓમાં ભરપૂર માત્રામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. મચ્છરોનો ઉપદ્રવ વધવાથી મચ્છર આપણને કરડે છે અને આપણે ઘણી બધી બીમારીઓનો ભોગ બનીએ છીએ.

મચ્છર કરડવાને કારણે ગંભીર બિમારીઓ જેવી કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેંગ્યુ વગેરે થઇ જાય છે. જો આ બીમારીઓને આપણે નજરઅંદાજ કરીએ તો આપણે જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. માટે આપણી આસપાસ રહેલા મચ્છરને ભગાડવા ખુબજ જરૂરી બની જાય છે.

અત્યારના સમયમાં બજારમાં ઘણી બધી લિક્વિડ અને કોઈલ વાળી પ્રોડક્ટ મળે છે જે મચ્છરને ઘરમાંથી ભગાડવા માટે ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ આ પ્રોડક્ટ્સમાં ભરપૂર કેમિકલ રહેલા હોય છે. આ કેમિકલ આપણા શરીરમાં જાય છે, અને આપણા ફેફસાંને નુકસાન પહોંચાડે છે.

માટે આજે આ લેખમાં અમે તમને એક એવા ઘરેલુ ઉપચાર વિશે જણાવીશું. જેની મદદથી તમે ઘરના ખૂણે ખૂણામાં છુપાયેલા મચ્છરોને બહાર કાઢવાંમાં અને ભગાડવામાં રામબાણ સાબિત થશે. તો આવો જાણીએ આ ઉપાય ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય વિષે.

આ ઉપાય કરવા માટે સૌથી પહેલા એક માટીનું કોડિયું લેવાનું છે. ત્યાર પછી 6 થી 7 લસણની કળી અધકચરી છીણીને લેવાની છે. ત્યાર પછી તેમાં 1 ચમચી અજમો, 1/2 ચમચી ઘી, 1 ચમચી ગુગડ અને 5 થી 6 કપૂરની ગોટી વાટીને નાખવાની છે.

આ બધી વસ્તુને તમારે સારી રીતે મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ તે કોડિયા ઉપર ત્રણ આખી કપૂરની ગોટી મૂકી દેવાની છે. ત્યારબાદ એને સળગાવવાનું છે. હવે કોડિયું લઈને દરેક રૂમમાં ફેરવી દો. આ કોડિયામાંથી નીકળતા ધુમાડાની સુગંધ થી મચ્છર ઘરમાંથી બહાર ભાગી જશે.

મચ્છર દૂર કરવાના બીજા કેટલાક ઉપાયો: જો તમે તમારા શરીરથી મચ્છરને દૂર રાખવા માંગો છો તો તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય માટે તમે લીમડાના તેલને તમારા શરીર પર લગાવો. આ તેલની ગંધથી મચ્છર તમારાથી દૂર રહેશે.

લીમડાના તેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાઇરલ જેવા ગુણો રહેલા છે. જે મચ્છરને શરીરની આસપાસ પણ આવા દેતા નથી, જેથી તમને મચ્છર કરડશે નહી.

આ ઉપરાંત તમે તજના પત્તા, લવિંગ, નિલગિરીના પાન તેમજ કપૂરનો ધૂમાડો કરીને પણ મચ્છરને ઘરમાંથી ભગાડી શકો છો. આ સાથે સાથે તમે તમારા ઘરના વાતાવરણને પણ સુવાસિત કરી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *