કબજિયાત થવું તે આજના સમયમાં ખુબ જ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. કબજિયાત થવાથી આખા દિવસનો મૂડ પણ ખરાબ થઈ જાય છે. આ માટે મૂડને સુઘારવા માટે કબજિયાતની સમસ્યાને દૂર કરવી ખુબ જ આવશ્યક છે.

કબજિયાત થવું એ પેટ ખરાબ થવાની સૌથી મોટું કારણ છે જેના કારણે અનેક પ્રકારની બીમારીઓ પણ ઉત્પન્ન થતી હોય છે, આ માટે બીમારીઓ થી બચવા અને મૂડને સુધારવા માટે રોજે સવારે પેટ સારી રીતે સાફ થઈ જાય તે સૌથી મહત્વ પૂર્ણ છે.

આયુર્વેદિક પદ્ધતિ અનુસાર કબજિયાતને દૂર કરવા માટે ના ઘણા ઉપાયો છે. કબજિયાત થવાના ઘણા કારણો: ખાવાની ખોટી ટેવ હોવી, યોગ્ય માત્રામાં પાણી ના પીવું, તળેલો, તીખો, મસાલાવાળો અને ઠંડો ખોરાક ખાવાથી, ફાયબર યુક્ત ખોરાક ના લેવો, ભોજન કર્યા પછી સુઈ જવું, પરિશ્રમ નો અભાવ, ખોરાક નું ડાયજેશન ના થવું, રાતે સમયસર ના જમવું, અનિયમિત જીવન શૈલી જેવા કારણો જવાબદાર છે.

જો તમને કબજિયાત ની તકલીફ હોય અને તેમાંથી છુટકાળો મેળવવા માંગતા હોય તો આ વસ્તુને રોજે સવારે ખાવાની ચાલુ કરી દેજો કબજિયાત ભલે ગમે તેટલી જૂની હશે તો પણ કબજિયાત દૂર થશે અને સવારે મળત્યાગ કરવા બેસતાની સાથે જે પ્રેશર કર્યા વગર જ મળ છુટો થશે.

મેથીના દાણા: મેથીના દાણા કબજિયાતમાંથી કાયમી છુટકાળો મેળવામાં મદદરૂપ સાબિત થાય છે, આ માટે તમે રાતે સુવાના પેહલા એક ચમચી મેથીના દાણા લઈ એક ગ્લાસ પાણી લઈ તેમાં નાખીને આખી રાત માટે પલાળીને ઢાંકી રાખો,

ત્યાર પછી તેને સવારે ચાવીને ખાઈ જવાના છે અને ઉપર થી તે પાણી પણ પી જવાનું છે. આ સિવાય તમે મેથીનો પાવડર બનાવી હૂંફાળા પાણી સાથે સવારે લઈ શકો છો. જો તમે મેથીના દાણાનું સેવન કરો છો તો કબજિયાત ઉપરાંત સાંઘાના દુખાવા, વાળ ત્વચા ને લગતી અનેક સમસ્યા પણ દૂર થાય છે.

દેશી ગાયનું ઘી: દેશી ગાયનું ઘી શરીરના સ્વાસ્થ્ય માટે સર્વ શ્રેસ્ટ માનવામાં આવે છે. રોજે સવારે એક ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી ખાવામાં આવે તો મેટાબોલિઝમ માં સુઘારો થાય છે. જો તમને કબજિયાત હોય તો સવારે રોજે એક ચમચી ઘી ખાવાનું શરુ કરી દો જે આંતરડા અને પેટની અંદરથી સફાઈ કરી કબજિયાત ને મૂળમાંથી દૂર કરવાનું કામ કરે છે.

ઘી ખાવાથી જોઈન્ટમાં ઓછું થઈ ગયેલ લુંમબ્રિકેંટ ની માત્રામાં વધારો કરે છે જોઈન્ટને મજબૂત બનાવે છે. જેના કારણે હાડકામાં આવતો કડકડ અવાજ, ઘુંટણના દુખાવા વગેરે દૂર થાય છે. કબજિયાત હોય તેવા લોકો એ ગાયનું ઘી ખાવું જોઈએ.

ગાયનું દૂઘ: ગાયનું દૂઘ એકદમ શુદ્ધ હોય છે, જેમાં કુદરતી રેચક મળી આવે છે. જે બાળકો અને મોટી ઉંમરના વ્યક્તિઓ માટે ખુબ જ સારું માનવામાં આવે છે. જો તમે રાતે સુવાના પહેલા એક ગ્લાસ ગાયનું દૂઘ થોડું હુંફાળું ગરમ કરીને પી જાઓ છો તો કબજિયાતની સમસ્યા ઘીરે ઘીરે દૂર થઈ જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *