આજના સમયમાં વ્યક્તિની ખાવાની કેટલીક ખરાબ ટેવ હોવાના કારણે વ્યક્તિના શરીરમાં વાયરલ ઈન્ફેજશન થવાનું જોખમ ખુબ જ વધુ રહેતું હોય છે. જેના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને કમજોરી અને થાક લાગતો હોય છે.
શરીરમાં થતા રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તે ખુબ જ જરૂરી છે. રોગો સામે રક્ષણ મેળવવા માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન-સી થી ભરપૂર હોય તેવા ખોરાક ખાવાથી ખુબ જ ઝડપથી ઈમ્યુનિટી વધે છે.
અને શરીર ખુબ જ ઝડપથી સ્વસ્થ અને રોગ મુક્ત થઈ જાય છે. આજે અમે તમને એવા જ કેટલાક ફળો વિષે જણાવીશું જે બીમાર પડીયે તે સમયે ખાવાથી રોગપ્રતિકારક શક્તિને વધારી રોગો સામે લડવાની ક્ષમતા વઘારશે.
મોસંબી ફળ: રોગો સામે લડવા મોસંબી ફળ ને ખાઈ શકાય છે, મોસંબીમાં સારી માત્રામાં વિટામિન-સી, ફાયબર, પોટેશિયમ, ઝીંક, મૅગ્નેશિયમ, વિટામિન-ઈ, વિટામિન-એ જેવા ખનીજ તત્વોનો સ્ત્રોત્ત મળી આવે છે, જે શરીરને જરૂરી માત્રામાં પોષક તત્ત્વોની કમી ને પુરી કરે છે.
તેમાં મળી આવતું વિટામિન-સી ઈમ્યુનિટી ને વધારે છે અને તેમાં મળી આવતા ફાયબર તત્વ ખોરાકને પચાવામાં મદદ કરે છે. મોસંબી ફળ બ્લડ પ્રેશર પીડિત દર્દી માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તે બ્લડ પ્રેશર ને કંટ્રોલમાં રાખે છે. મોસંબી ફળ વાયરલ ઈફેન્કશનથી ફેલાતા રોગોને મટાડવામાં મદદ કરે છે અને કમજોર પડી ગયેલ શરીરને મજબૂત અને હેલ્ધી બનાવે છે.
કીવી ફળ: કીવી દુનિયાનું સૌથીશક્તિ શાળી ફળ માનવામાં આવે છે. જેનું સેવન કરવાની સાથે જ શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી મળી રહે છે, જે શરીરમાં થાટતી વાયરલ ઈન્ફેક્શન સામે ફૂલ જોસથી લડીને હરાવે છે, અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
કીવી ફળમાં વિટામિન-સી, કેલ્શિયમ, ફાયબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે જે શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વોનો નાશ કરે છે અને પેટના રોગોના રોગોને ખતમ કરવામાં મદદ કરે છે, આ ઉપરાંત હૃદય, કિડની, આંખો, હાડકા ને સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે. આ માટે કીવી ફળને નિયમિત સમય અંતરે ખાતું રહેવું જોઈએ.
પાઈનેપલ ફળ: તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે, તેમાં ફાયબર એની વિટામિન-સી મળી આવે છે, જે શરીરમાં ઈમ્યુનિટી ને વધારવામાં મદદ કરે છે, ડાયટમાં પાઈનેપલ નું સેવન કરવાથી રોગો સામે રક્ષણ મળે છે આ સાથે વજન ઓછું કરવામાં પણ સૌથી મહત્વ પૂર્ણ સાબિત થાય છે.
શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે વિટામિન-સી થી ભરપૂર આ ફળો ખાવાથી ઈમ્યુનિટીમાં વધારો થાય છે આ સાથે અનેક રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. આ ફળો ખાવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.